લખાણ પર જાઓ

ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ

વિકિપીડિયામાંથી
ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ

ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ ની સ્થાપના એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ એ કરી હતી. ઇસ્કોન ની સ્થાપના પણ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદેજ કરી હતી.

શ્રીલ પ્રભુપાદે આ વૈષ્ણવ પરંપરાનાં સિદ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે, શ્રીમદ્ ભાગવતમ્, ચૈતન્ય ચરિતામૃત, ઉપદેશામૃત તથા અન્ય અનેક શાસ્ત્રોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.તેમણે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન કૃષ્ણ, ગીતાસાર, અન્ય ગ્રહો ની સુગમ યાત્રા તથા અન્ય અનેક પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા છે.આ પુસ્તકો અને શાસ્ત્રો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

શ્રીલ પ્રભુપાદે ભગવદ્ દર્શન અંગ્રેજીમાં બેક ટુ ગોડહેડ ચાલુ કરી.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]