લખાણ પર જાઓ

ભાલીયા ઘઉં

વિકિપીડિયામાંથી
બજારમાં ભાલીયા ઘઉં

ભાલીયા ઘઉં, જે દાઉદખાની ઘઉં તરીકે પણ ઓળખાય છે, ગુજરાતના ખંભાતના અખાતની ઉત્તરે આવેલા ભાલ વિસ્તારના[][] ઘઉં છે. આ ઘઉંના દાણા સામાન્ય ઘઉં કરતા સહેજ લાંબા હોય છે. આ ઘઉંને ૨૦૧૧ના વર્ષમાં ભૌગોલિક ઓળખ (GI) વડે સુરક્ષિત કરવામાં આવ્યા છે.[] ભાલીયા ઘઉંની એક જાત ગુજરાત ઘઉં-૧, ગુજરાતમાં લોકપ્રિય છે.[]

ઉત્પાદન

[ફેરફાર કરો]

ભાલ વિસ્તારમાં અંદાજે બે લાખ હેકટર વિસ્તારમાં સપ્ટેમ્બરના અંતથી નવેમ્બરના પહેલા સપ્તાહમાં ઘઉંની વાવણી શરૂ થાય છે અને માર્ચ થી એપ્રિલમાં પાક તૈયાર થાય છે. અહીં વર્ષે ૧.૭૦ લાખથી ૧.૮૦ લાખ મેટ્રીક ટન ભાલીયા ઘઉંનું ઉત્પાદન ૨ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે. ભાલીયા ઘઉંમાં સિંચાઇના પાણીની જરૂર નથી અને માત્ર ચોમાસાના વરસાદનો ભેજ જ પૂરતો છે.[]

વિશેષતા

[ફેરફાર કરો]

આ ઘઉં ગ્લુટેન, એક પ્રકારના એમિનો એસિડથી સમૃદ્ધ હોય છે. તે પ્રોટિન અને કેરોટિનની વધુ માત્રા ધરાવે છે તેમજ પાણીનું ઓછું શોષણ કરે છે.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "GI tag for Gir Kesar mango, Bhalia wheat". The Times of India. 28 July 2011. મેળવેલ 27 January 2016.
  2. George Watt (23 January 2014). A Dictionary of the Economic Products of India. Cambridge University Press. પૃષ્ઠ 136. ISBN 978-1-108-06881-9.
  3. ૩.૦ ૩.૧ ગૌતમ પુરોહિત (૧૬ ઓગસ્ટ ૨૦૧૧). "કેસર કેરી પછી હવે ભાલીયા ઘઉંને 'જીઆઇ' ટેગ અપાયો". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૬.
  4. ૪.૦ ૪.૧ "Bhalia wheat gets GI tag". ધ હિંદુ બિઝનેસ લાઇન. ૧૫ ઓગસ્ટ ૨૦૧૧. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૬.
  5. "Geographical Indication tag for Bhalia wheat". ઇન્ડિયન એક્સ્પ્રેસ. ૧૭ ઓગસ્ટ ૨૦૧૧. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૬.