મલુકદાસ

વિકિપીડિયામાંથી
મલુકદાસ
સંત મલુકદાસ
અંગત
જન્મ
મલ્લુ

વૈશાખી પાંચમ ૧૬૩૧
ધર્મહિંદુ
કારકિર્દી માહિતી
ગુરુદેવ મુરારી

સંત મલુકદાસજી નો જન્મ, વિ.સ. ૧૬૩૧ વૈશાખ વદ પાંચમના રોજ કડા( જિલ્લો અલ્હાબાદ)ના કક્કડ ખત્રી સુંદરદાસના ઘરે થયો હતો. તેમનું અગાઉનું નામ 'મલ્લુ' હતું અને તેમના ત્રણ ભાઈઓના નામ અનુક્રમે હરિશ્ચંદ્ર, શ્રૃંગાર અને રામચંદ્ર હતા. મલ્લુ નાનપણથી જ ખૂબ જ ઉદાર અને કોમળ દિલના હતા અને તેમનામાં ભક્તોના લક્ષણ જોવા મળતા હતા.

સતગુરુ અને પરમાત્માનું મિલન[ફેરફાર કરો]

એવું કહેવાય છે કે આદરણીય મલુક દાસજીને ૪૨ વર્ષની ઉંમરે પૂર્ણ પરમાત્મા મળ્યા અને તેમને તેમના પરમ ધામ સતલોકમાં લઈ ગયા અને બે દિવસ પછી તેમને પૃથ્વી લોક પર મોકલ્યા. શ્રી મલુક દાસજી બે દિવસ સુધી બેભાન રહ્યા. પછી સતલોકથી પાછા ફરતી વખતે તેણે નીચેની વાણી બોલી.[૧]

જપો રે મન સતગુરુ નામ કબીર ।।ટેક।।

એક સમય ગુરુ બંચી બજાઈ કાલિન્દ્રી કે તીર ।
સુર-નર મુનિ થક ગયે, રુક ગયા દરિયા નીર ।।

કાશી તજ ગુરુ મગહર આયે, દોનો દિન કે પીર ।
કોઈ ગાઢે કોઈ અગ્નિ જરાવે, ઢુંઢા ન પાયા શરીર ।।

ચાર દાગ સે સતગુરુ ન્યારા, અજરો અમર શરીર ।
દાસ મલુક સલુક કહત હૈ, ખોજો ખસમ કબીર ।।

આ વાણીમાં મુખ્યત્વે કબીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મલુકદાસજીએ પણ કબીરને સતગુરુ કહ્યા છે અને ચાર દાગ (અગ્નિદાહ, દફનાવવું, જળપ્રવાહ, કે હવામાં ખુલ્લું છોડી દેવું) થી મુક્ત એટલે કે કોઈપણ રીતે નાશ ન પામે એવા અમર શરીરવાળા કબીરને કહ્યા છે. અંતે, ખસમ એટલે કે સ્વામી પણ કહ્યા છે, જે સાબિત કરે છે કે મલુકદાસજી કબીરને પોતાના પરમ ગુરુ અને પરમાત્મા માનતા હતા.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Whom did God Kabir meet: Who has attained the Supreme God?". S A NEWS (અંગ્રેજીમાં). 2020-05-27. મેળવેલ 2021-06-04.
  2. "कौन तथा कैसा है कुल का मालिक - Jagat Guru Rampal Ji". www.jagatgururampalji.org. મેળવેલ 2021-06-04.