માઇકલ જેકસન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Michael Jackson in Vegas cropped-2.jpg

માઇકલ જોસેફ જેકસન(ઓગસ્ટ ૨૯, ૧૯૫૮ - જૂન ૨૫, ૨૦૦૯), એક મહાન પોપ ગાયક તેમ જ નૃત્યકાર હતા, જેમને પોપ સમ્રાટ એટલે કે કિંગ ઓફ પોપ તરીકે પણ ઓળખવામાં આવતા. માઇકલ જેકસન, એમના માતાપિતાનું આઠમું સંતાન હતા, જેમણે માત્ર અગિયાર વર્ષની ઉંમરમાં જ વ્યવસાયિક રુપે ગાવાનો આરંભ કર્યો. આ સમયે તેઓ જેકસન-૫ સંગીત જૂથના સભ્ય હતા.

૧૯૭૧ના વર્ષમાં એમણે વ્યક્તિગત કારકિર્દીનો પ્રારંભ કર્યો, જોકે એ સમયમાં પણ તેઓ જૂથના સદસ્ય તરીકે ભાગ લેતા હતા. જેકસને ગાયિકીની દુનિયામાં ખૂબ જ ઝડપી પોતાનો સિક્કો જમાવી દીધો અને કિંગ ઓફ પોપના નામથી પ્રસિધ્ધ થઇ ગયા. એમના સૌથી વધુ વેચાયેલા સંગીતના આલ્બમોમાં ઓફ ધ વોલ (૧૯૭૯), બેડ (૧૯૮૭), ડેન્જરસ (૧૯૯૧) તેમ જ હિસ્ટ્રી (૧૯૯૫) મુખ્ય છે. જોકે ૧૯૮૨માં રજુ થયેલા એમના આલ્બમ થ્રીલર હાલ સુધીમાં સૌથી અધિક વેચાણ ધરાવતો આલ્બમ માનવામાં આવે છે.

૧૯૮૦ના પ્રારંભિક વર્ષોમાં જ માઇકલ જેકસન અમેરિકી પોપ ગાયિકી અને મનોરંજનની દુનિયાના સૌથી વધુ લોકપ્રિય સિતારા તરીકે ખ્યાતિ પામ્યા હતા. એમટીવી પર એમના વિડિયો બેહદ ધૂમ મચાવવા લાગ્યા હતા. થ્રીલર આલ્બમ દ્વારા તો વિડિયો સંગીતની વ્યાખ્યા જ બદલાઇ ગઇ હતી. નેવુંના દાયકામાં "બ્લેક એન્ડ વ્હાઇટ" અને "સ્ક્રીમ" આલ્બમોએ એમને ખૂબ જ સારી પ્રસિધ્ધિ અપાવી હતી. તખ્તા પરના પ્રદર્શનો દ્વારા એમની નૃત્ય શૈલી પ્રસિધ્ધ થઇ હતી.

માઇકલ જેકસન ઘણીવાર ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. અત્યાર સુધી વર્ષના સૌથી સફળ મનોરંજનકર્તા તરીકેના ગ્રેમી એવોર્ડ ૧૩ વખત જીતી લેનાર માઇકલ જેકસન એક માત્ર કલાકાર છે.

અવસાન[ફેરફાર કરો]

આ મહાન કલાકારનું અવસાન જૂન ૨૫, ૨૦૦૯ના દિવસે, અમેરિકા દેશના, કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા લોસ એન્જલસ ખાતે પચાસ વર્ષની ઉંમરે વધુ પડતી નશીલી દવાઓના સેવનના કારણે થયું હતું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]