રાંદલ

વિકિપીડિયામાંથી
રાંદલ
સંતતિ
જોડાણોદેવી
દિવસરવિવાર, ગુરુવાર
વ્યક્તિગત માહિતી
જીવનસાથીસૂર્ય
બાળકોયમ અને યમુના

રાંદલ મા કે રન્નાદેવી કે રન્ના દે હિંદુ દેવી છે, તેઓ સૂર્ય દેવના પત્ની તરીકે પૂજાય છે અને ખાસ કરીને ગુજરાતમાં તેમની પૂજા વધુ થાય છે. રાંદલ માતાને છાયા તરીકે પણ વર્ણવવામાં આવે છે.

પૂજા[ફેરફાર કરો]

ગુજરાતમાં સીમંત પ્રસંગે માતાની સ્થાપના થાય છે, એટલે કે સાત જાતનાં ધાન્ય વાવી જવારા ઉગાડવામાં આવે છે. બાજોઠ ઉપર તેમની સ્થાપના કરી, માંડવી બનાવી તેને વસ્ત્રોથી આચ્છાદિત કરવામાં આવે છે. ગુજરાતમાં કોઈપણ શુભ પ્રસંગે રાંદલ તેડવામાં આવે છે. આઠ દિવસ સુધી આનંદમંગળ વર્તે છે. રાંદલને રાજી કરવા અને તેના પૂર્વ પ્રસંગની યાદ આપી, તેની સરસાઈ બતાવવા, રાંદલનો ઘોડો ખૂંદવા માટે રાંદલની ભૂઇને બોલાવાય છે. એ ભૂઈ સાધારણ રીતે સુતાર, કુંભાર કે એવાં વસવાયા જાતની હોય છે. ઘણીવાર તો તે વાળંદ પણ હોય છે. ઘણીવાર રાંદલ સાથે જાગ તેડે છે. જાગ તેડવાનો ભપકો જુદો છે. તેમાં સૂર્યદેવની પૂજા વધારે શાસ્ત્રીય રીતે કરવામાં આવે છે. રાંદલ તેડવાનું એક મોટું કારણ રાંદલને ખુશ કરવાં એ છે, પણ તેથી વધુ સૂર્યદેવને ખુશ કરવા એ છે[૧].

મંદિર[ફેરફાર કરો]

ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોંડલ નજીક આવેલા દડવા ગામમાં રાંદલ માતાનું મંદિર આવેલું છે. આ મંદિર ગોંડલથી મોવીયાવાસાવડ માર્ગે ૩૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. આ ઉપરાંત ઉમરાળા તાલુકાનાં દડવા (રાંદલના) ગામની વાવમાં રાંદલ માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાંથી રાંદલ માતાની મૂર્તિ શાસ્ત્રોક્ત વિધીથી લઈ જઈને વલ્લભીપુરમાં નવનિર્મિત મંદિરમાં પધરાવવામાં આવી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. મહારાજા સર ભગવત્સિંહજી ગોહેલ (૧૯૫૧). "રાંદલ". ભગવદ્ગોમંડલ (જ્ઞાનકોશ). મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૭.