રાજેશ વ્યાસ
રાજેશ વ્યાસ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મિસ્કીન, અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૨૦૦૭ | |||||||||||
જન્મનું નામ | રાજેશ જટાશંકર વ્યાસ | ||||||||||
જન્મ | અમદાવાદ, ગુજરાત | 16 October 1955||||||||||
ઉપનામ | મિસ્કીન | ||||||||||
વ્યવસાય | કવિ, સંપાદક | ||||||||||
ભાષા | ગુજરાતી | ||||||||||
રાષ્ટ્રીયતા | ભારત | ||||||||||
માતૃ શિક્ષણ સંસ્થા | |||||||||||
નોંધપાત્ર સર્જનો |
| ||||||||||
નોંધપાત્ર પુરસ્કારો |
| ||||||||||
સક્રિય વર્ષો | ૧૯૭૦થી | ||||||||||
જીવનસાથી | અનિતા (લ. 1984) | ||||||||||
સંતાનો | ૨ પુત્ર (શૌનક અને મોક્ષય) | ||||||||||
સહી | |||||||||||
|
રાજેશ વ્યાસ, જેઓ તેમના ઉપનામ મિસ્કીન થી વધુ જાણીતા છે, ગુજરાતી કવિ છે. અમદાવાદમાં જન્મેલા અને ઉછરેલા, રાજેશ વ્યાસે ગુજરાતી સાહિત્યમાં ડોક્ટેરટની પદવી મેળવી છે. તેઓ ગઝલ અને વિવિધ પ્રકાશનોમાં કટાર લખે છે.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]રાજેશ વ્યાસનો જન્મ ૧૬ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જટાશંકર અને વિજ્યાબેનને ત્યાં થયો હતો. તેમણે અમદાવાદની શેઠ ચિમનલાલ નગિનદાસ વિદ્યાલયમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમણે મેટ્રિક શારદાગ્રામ, માંગરોળમાંથી પસાર કર્યું. ૧૯૭૮માં માનસશાસ્ત્ર અને ૧૯૮૧માં ગુજરાતી સાહિત્યમાં બી.એ. અને ૧૯૮૩માં એમ.એ.ની પદવીઓ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ૧૯૮૫માં ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે એમ.ફીલ.ની પદવી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાંથી ચંદ્રકાન્ત ટોપીવાળાના માર્ગદર્શન હેઠળ તેમણે પી.એચડી. કર્યું. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં તેમના સંશોધનનો વિષય હતો.
કારકિર્દી
[ફેરફાર કરો]તેમણે સાહિત્ય સર્જનનો પ્રારંભ ૧૯૬૦માં કર્યો હતો. ૧૯૭૩માં તેમણે કવિલોકમાં તેમની પ્રથમ કવિતા પ્રસિદ્ધ કરી હતી. ત્યારબાદ તેમણે પરબ, કુમાર, કવિલોક, નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ અને તાદર્થ્ય જેવા અનેક સામયિકોમાં પોતાની કવિતાઓ પ્રગટ કરી હતી. તેઓ ગુજરાત સમાચારમાં શબ્દ સૂરને મેળે, જનકલ્યાણમાં અનહદ ના અજવાળા જેવી કટારો લખે છે. અગાઉ તેઓ નવનીત સમર્પણમાં કટાર લખતા હતા. તેમણે વલી ગુજરાતી ગઝલકેન્દ્રના મુખપત્ર ગઝલવિશ્વના તંત્રી તરીકે સેવાઓ આપેલ છે.[૧]
સર્જન
[ફેરફાર કરો]તેમના ઉપનામ "મિસ્કીન" નો અર્થ ગરીબ માણસ થાય છે. શ્રી વ્યાસે ગઝલ, ગીત, બાળકાવ્યો, બાળવાર્તા, ચિંતનાત્મક લેખ, વાર્તા, ગઝલ વિષયક સંશોધન લેખ જેવા સાહિત્યપ્રકારો ખેડ્યાં છે.[૨]તેમણે ગુજરાતી ગઝલો અને તેના છંદ વિજ્ઞાન પર સંશોધન કર્યું છે.[૩]
તેમનાં ગઝલ સંગ્રહો તુટેલો સમય (૧૯૮૩), છોડીને આવ તુ (૨૦૦૫), કોઇ તારુ નથી (૨૦૦૭), એ પણ સાચું આ પણ સાચું (૨૦૦૮), પહેલી નજર (૨૦૦૮), બદલી જો દિશા (૨૦૦૯), એ ઓરડો જુદો છે (૨૦૧૩), પાણિયારા ક્યાં ગયા? (૨૦૧૫)," એ સમથિંગ છે..."(૨૦૧૯) "મળેલાં જ મળે છે..." (૨૦૧૭)બા નો સાડલો (૨૦૧૫) છે. ગઝલ વિમર્શ (૨૦૦૭) ગુજરાતી ગઝલ પરના સંશોધનોનો સંગ્રહ છે જ્યારે ગઝલ સંદર્ભ (૨૦૧૦) ગુજરાતી ગઝલ પરના વિવેચન નિબંધોનો સંગ્રહ છે. તેમના બીજાં સર્જનોમાં એનર્જી (૨૦૧૦)નો સમાવેશ થાય છે. લલિતસહશસ્ત્રનામ (૨૦૧૧) એ આદ્યભૌતિકશાસ્ત્ર પરનું સર્જન છે. ગઝલ પ્રવેશિકા (૨૦૧૨) ગઝલની વિશેષતા વિશે છે.
તેમણે અનેક ગઝલ સંગ્રહોનું સંપાદન કર્યું છે, જેમાં ગુજરાતી કવિ મરીઝની પસંદગીની ગઝલો અમર ગઝલો; સમગ્ર મરીઝ (૨૦૦૯), મરીઝનું સંપૂર્ણ સર્જન; મરીઝ ની શ્રેષ્ઠ ગઝલો (૨૦૧૦), મરીઝનું પસંદગીનું સર્જન; રમેશ પારેખની શ્રેષ્ઠ ગઝલો (૨૦૧૧), રમેશ પારેખનું પસંદગીનું સર્જન; અરૂઝ શેર (૨૦૧૨), શૂન્ય પાલનપુરીનું પસંદગીનું સર્જનનો સમાવેશ થાય છે.
કવિતા વિવેચન
[ફેરફાર કરો]- દિવાલની બંને બાજુ
- હોડી સ્વયં બની ગઇ જળ
- દેહ માં લાગુ હું પરદેશી
- હોઠ બીડેલા, મનમાં વાતો
- મૂર્તિ લાગે ત્યાં લગ પથ્થર
- સુખ દુખ બંને બંધન
- સઘળું મલતું સામે ચાલી
- પીડાનું પ્રેમમાં રૂપાંતર
- બરફનો ટુકડો જળમાં
- ભીતરનો આકાર અનોખો[૪]
પુરસ્કાર
[ફેરફાર કરો]૨૦૦૫માં તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર, ૨૦૦૯માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર, ૨૦૧૦માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૦૫માં તેમના પુસ્તક છોડીને આવ તું ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દિલિપ મહેતા પુરસ્કાર મળ્યો હતો. તેમના પુસ્તક લલિતસહશસ્ત્રનામ ને સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી ૨૦૧૧માં અને ૨૦૧૨માં શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૧૪માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો હતો.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ વ્યાસ, રાજેશ (૨૦૧૭). "શબ્દની સૃષ્ટિમાં ગઝલનું વિશ્વ". શબ્દસૃષ્ટિ. ૩૪ (૯): ૬૫.
- ↑ વૈદ્ય, સંજય છેલ (માર્ચ ૨૦૧૦), રાજેશ વ્યાસ 'મિસ્કિન', નવભારત સાહિત્ય મંદિર
- ↑ ઝવેરી, દિલીપ (૨૭ જાન્યુઆરી ૨૦૧૬). રાજેશ વ્યાસ 'મિસ્કિન'. museindia.com. Muse India. મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ ભટ્ટ, કનૈયાલાલ (૧ ડિસેમ્બર ૨૦૧૫). "રાજેશ વ્યાસ 'મિસ્કિન'". ગઝલવિશ્વ. ગાંધીનગર: વલી ગુજરાતી ગઝલકેન્દ્ર.
- ↑ શુક્લા, કિરીટ (૨૦૧૩). ગુજરાતી સહિત્યકાર કોશ. ગાંધીનગર: ગુજરાતી સાહિત્ય અકદમી. પૃષ્ઠ ૩૮૦. ISBN 9789383317028.