રાધિકા મદન

વિકિપીડિયામાંથી
રાધિકા મદન
જન્મ૧ મે ૧૯૯૫ Edit this on Wikidata
Pitam Pura Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • દિલ્લી વિશ્વવિદ્યાલય
  • Jesus and Mary College Edit this on Wikidata

રાધિકા મદન એક ભારતીય બોલીવુડ ચલચિત્ર અભિનેત્રી છે.[૧][૨] શરૂઆતમાં, રાધિકા નવી દિલ્હીમાં નૃત્ય પ્રશિક્ષક તરીકે કામ કરતી હતી. ૨૦૧૪માં, તેણે કલર્સ ટીવીની મેરી આશિકી તુમ સે હૈ માં અભિનેતા શક્તિ અરોરાની જોડીદાર તરીકે ટેલિવિઝન અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. આ કાર્યક્રમ ૨૦૧૬માં સમાપ્ત થયો હતો. ત્યાર બાદ તેમે વિશાલ ભારદ્વાજના રમૂજી ચલચિત્ર પટાખા (૨૦૧૮) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેના માટે તેણીએ ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ (સ્ત્રી) અને શ્રેષ્ઠ અભિનેત્રી (વિવેચક) ના નામાંકનો મેળવ્યા હતા.

પ્રારંભિક જીવન અને કારકિર્દી[ફેરફાર કરો]

રાધિકા દિલ્હીની રહેવાસી છે. તેની કારકિર્દીની શરૂઆત દૈનિક ધારાવાહિક મેરી આશિકી તુમ સે હૈ વડે શરૂ થઇ હતી. જે કલર્સ ટીવી ૨.૫ વર્ષ ચાલી હતી.[૩][૪] તેણે નૃત્યના જીવંત કાર્યક્રમ ઝલક દિખલા જા (શ્રેણી ૮) માં પણ ભાગ લીધો.[૫]

ટેલિવિઝન પરની કારકિર્દી પછી તેણે સન્યા મલ્હોત્રાની સાથે વિશાલ ભારદ્વાજના રમૂજી ચલચિત્ર પટાખાથી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. ચરણસિંહ પથિકની ટૂંકી વાર્તા દો બેહેને પર આધારિત, આ વાર્તા રાજસ્થાનની બે બહેનોની આસપાસ કેન્દ્રિત છે, જે હંમેશા એકબીજા સાથે ઝગડો કરતી રહેતી હોય છે.[૬] આ વાર્તા પથિકના ભાઈઓની પત્નીઓ પર આધારિત હતી.[૬] મદન અને મલ્હોત્રા બંને બોલી અને પાત્રોની વધુ નજીક જવા માટે વાસ્તવિક બહેનોને મળ્યા હતા.[૬] બંને જણાં જયપુર નજીકના રોંસી ગામમાં રહ્યા અને રાજસ્થાની બોલી શીખી; ભેંસને દૂધ આપતા, છાણાં લીંપતા તેમજ માથા પર પાણી ભરેલા માટલા લઇને લાંબું અંતર પણ કાપતા હતા.[૭] તેમણે ૧૦ કિલો વજન પણ વધારવું પડ્યું હતું.[૮][૯] રાજા સેને પોતાની સમીક્ષામાં લખ્યું કે, "રાધિકા મદન આ ભૂમિકામાં બોલી અને નિર્ણયાત્મક અભિનયથી ચમકે છે."[૧૦]

રાધિકાએ ત્યાર પછી વાસન બાલાની મર્દ કો દર્દ નહીં હોતા માં જોવા મળી હતી. આ ચલચિત્ર ૨૦૧૮ ટોરેન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના મિડનાઇટ મેડનેસ વિભાગમાં રજૂ થયું, જ્યાં તેણે મીડનાઇટ મેડનેસ પીપલ્સ ચોઇસ એવોર્ડ જીત્યો હતો.[૧૧][૧૨] આ ફિલ્મ ૨૦૧૮ના મામી ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ થઇ હતી જ્યાં તેને લોકોનો સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.[૧૩]

ટેલિવિઝન[ફેરફાર કરો]

વર્ષ ધારાવાહિક ભૂમિકા ચેનલ નોંધ
૨૦૧૪–૨૦૧૬ મેરી આશિકી તુમ સે હૈ ઇશાની વાઘેલા કલર્સ ટીવી (મુખ્ય ભૂમિકા)

રિયાલિટી કાર્યક્રમો[ફેરફાર કરો]

વર્ષ ધારાવાહિક ભૂમિકા ચેનલ
૨૦૧૪ ઝલક દિખલા જા ૭ મહેમાન કલાકાર/મેરી આશિકી તુમ સે હૈ માટે કલર્સ ટીવી
૨૦૧૪-૧૫ બોક્સ ક્રિકેટ લીગ (સપોર્ટ ટીમ માટે મહેમાન કલાકાર) સોની ટીવી
૨૦૧૫ ઝલક દિખલા જા ૮ સ્પર્ધક (દૂર કરાયેલ ત્રીજા સ્પર્ધક) કલર્સ ટીવી
૨૦૧૫ નચ બલિયે ૭ મહેમાન કલાકાર / શક્તિ અરોરાની જોડીદાર સ્ટાર પ્લસ

ચલચિત્રો[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક પાત્ર દિગ્દર્શક નોંધ
૨૦૧૮ પટાખા ચંપા કુમારી વિશાલ ભારદ્વાજ શ્રેષ્ઠ સ્ત્રી ડેબ્યૂ માટે સ્ક્રીન એવોર્ડ
નામાંકિત – શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ
નામાંકિત – શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર વિવેચક એવોર્ડ
૨૦૧૯ મર્દ કો દર્દ નહીં હોતા સુપ્રી વાસન બાલા
૨૦૨૦ અંગ્રેજી માધ્યમ સુચિતા ગોસ્વામી હોમી અડાજનીયા નિર્માણ પૂર્ણ
શિદ્ધત ફિલ્માંકન

પુરસ્કારો અને નામાંકન[ફેરફાર કરો]

ટેલિવિઝન માટેના પુરસ્કારોની સૂચિ
વર્ષ પુરસ્કાર વર્ગ ધારાવાહિક પરિણામ
૨૦૧૫ ઝી ગોલ્ડ એવોર્ડ્સ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પ્રવેશ મેરી આશિકી તુમ સે હૈ વિજયી
ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી એવોર્ડ્સ સર્વશ્રેષ્ઠ તાજો ચહેરો ‍અભિનેત્રી મેરી આશિકી તુમ સે હૈ વિજયી
ટેલિવિઝન સ્ટાયલ એવોર્ડ્સ સર્વશ્રેષ્ઠ સ્ટાઇલિશ જોડી મેરી આશિકી તુમ સે હૈ વિજયી
ગોલ્ડ એવોર્ડ્સ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી મેરી આશિકી તુમ સે હૈ નામાંકન
ઇન્ડિયન ટેલી એવોર્ડ્સ તાજો નવો ચહેરો અભિનેત્રી મેરી આશિકી તુમ સે હૈ વિજયી
કલાકાર એવોર્ડ્સ શ્રેષ્ઠ અભિનેત્રી મેરી આશિકી તુમ સે હૈ વિજયી
એશિયન વ્યુઅર ટેલિવિઝન એવોર્ડ્સ વર્ષની શ્રેષ્ઠ અભિનેત્રી મેરી આશિકી તુમ સે હૈ નામાંકન
ITA લોકપ્રિય યુવા એવોર્ડ મેરી આશિકી તુમ સે હૈ વિજયી
TIIFA વર્ષનો સૌથી લોકપ્રિય ચહેરો મેરી આશિકી તુમ સે હૈ વિજયી
ઇન્ડિયન ટેલી એવોર્ડ્સ ટીવી પર શ્રેષ્ઠ જોડી મેરી આશિકી તુમ સે હૈ નામાંકન
ટેલિવિઝન સ્ટાઇલ એવોર્ડ્સ શ્રેષ્ઠ સ્ટાઇલિશ બેટી મેરી આશિકી તુમ સે હૈ નામાંકન
ચલચિત્ર પુરસ્કારોની યાદી
વર્ષ એવોર્ડ વર્ગ ફિલ્મ પરિણામ
૨૦૧૮ સ્ટાર સ્ક્રીન એવોર્ડ નવી આશાસ્પદ (સ્ત્રી અભિનેતા) પટાખા વિજયી
૨૦૧૯ ઝી સિને એવોર્ડ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પ્રવેશ પટાખા નામાંકન
૨૦૧૯ બોલીવુડ ફિલ્મ જર્નાલિસ્ટ્સ એવોર્ડ્સ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પ્રવેશ પટાખા વિજયી
૨૦૧૯ ૬૪મો ફિલ્મફેર એવોર્ડ સર્વોત્તમ અભિનેત્રી ‍‍‍‍(વિવેચક) પટાખા નામાંકન
સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પ્રવેશ નામાંકન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Happy Birthday Radhika Madan: 6 pictures of the gorgeous Meri Aashiqui Tumse Hi actress you cannot miss". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2018-08-11.
  2. "Radhika Madan: I wasn't keen on doing the same thing again on TV - Times of India". The Times of India. મેળવેલ 2018-08-11.
  3. "'Meri Aashiqui Tum Se Hi' wraps up shoot; fans brace for a dramatic ending". International Business Times. 6 February 2016. મેળવેલ 7 February 2016.
  4. "Why 'Meri Aashiqui Tumse Hi' had to wrap up". The Times of India. મેળવેલ 7 April 2016.
  5. "Jhalak Dikhhla Jaa Reloaded: Radhika Madan aka Ishani of Meri Aashiqui Tumse Hi eliminated". India Today. 13 August 2015. મેળવેલ 1 November 2018.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Jhunjhunwala, Udita (14 September 2018). "Blood is thicker". Mint. મેળવેલ 26 September 2018.
  7. Iyer, Sanyukta (7 April 2018). "Sanya Malhotra, Radhika Madan in Vishal Bhardwaj's next". Mumbai Mirror. મેળવેલ 26 September 2018.
  8. Countinho, Natasha (23 June 2018). "Vishal Bhardwaj's Pataakha opens on September 28". Mumbai Mirror. મેળવેલ 26 September 2018.
  9. "This is why Sanya Malhotra is gaining weight for Vishal Bhardwaj's film". Hindustan Times. 11 May 2018. મેળવેલ 26 September 2018.
  10. Sen, Raja (28 September 2018). "Pataakha review: The new Vishal Bhardwaj film is colourful, noisy and dazzling". Hindustan Times. મેળવેલ 29 September 2018.
  11. "Vasan Bala's 'Mard Ko Dard Nahi Hota' to premiere at TIFF". Business Standard. 10 August 2018. મેળવેલ 17 August 2018.
  12. Singh, Suhani (17 September 2018). "Mard Ko Dard Nahi Hota wins audience award at TIFF". India Today. મેળવેલ 4 October 2018.
  13. "A full house: 'Mard Ko Dard Nahi Hota' gets standing ovation at MAMI Mumbai Film Festival". The Economic Times. 27 October 2018. મૂળ માંથી 28 ઑક્ટોબર 2018 પર સંગ્રહિત. મેળવેલ 28 October 2018. Check date values in: |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]