લાલજી કાનપરિયા

વિકિપીડિયામાંથી

લાલજી મોહનલાલ કાનપરિયા (જન્મ ૧૩-૮-૧૯૪૩) ગુજરાતી કવિ છે.

જીવન[ફેરફાર કરો]

તેમનું જન્મ સ્થળ વિઠ્ઠલપુર, જિ. અમરેલી છે. તેમણે એમ.એ.નો અભ્યાસ કર્યો છે. તેઓ હાલ નિવૃત્ત અધ્યાપક છે જેઓ પૂર્વે પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલી ખાતે ભણાવતા હતા.

સર્જન[ફેરફાર કરો]

તેમના કવિતાસંગ્રહ શમણાનાં ચિતરામણ (૨૦૦૫), હરિના હસ્તાક્ષર (૨૦૦૬) અને સૂર્ય-ચન્દ્રની સાખે (૨૦૦૭) પ્રકાશિત થયેલ છે.

પારિતોષિક: ઝલમલ, ટાણું, કાવ્યસંગ્રહ, ૧૯૯૪, ગુ. સા. પરિષદ; શ્રી જયંત પાઠક કવિતા પુરસ્કાર; ચંદુલાલ સેલારકા પારિતોષિક; ચંદરયા ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર, સ્વ. વ્રજલાલ દવે પારિતોષિક, ૧૯૯૮, એવૉર્ડ : મેન ઓફ ધ ઈયર-૨૦૦૩, યુ.એસ.એ.;

નવા ચંદ્રની કુંપળ, કાવ્યસંગ્રહ, ૧૯૯૯ને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવૉર્ડ, નડિયાદ; કવિશ્રી રમેશ પારેખ સાહિત્યરત્ન એવૉર્ડ, અમરેલી, ૨૦૦૭ દ્વારા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]