લખાણ પર જાઓ

વંદે માતરમ્

વિકિપીડિયામાંથી
વંદે માતરમ્
वन्दे मातरम् (સંસ્કૃત ઉચ્ચાર)
বন্দে মাতরম্ (બંગાળી ઉચ્ચાર)- મૂળ ઉચ્ચાર.
ઓલ ઇન્ડિયા રેડિયો પર રજૂ કરવામાં આવેલું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમ્ ગીત

ભારતનું રાષ્ટ્રીય ગાન
ગીતબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, આનંદમઠ (૧૮૮૨)
સંગીતહેમંત મુખર્જી, જદુનાથ ભટાચાર્ય (મૂળ રચના સરલાદેવી ચૌધરીની હતી)
સન્માનિત૨૪ જાન્યુઆરી ૧૯૫૦
(સ્વતંત્રતા બાદ)
વંદે માતરમ, મોહન વીણા વડે.

વંદે માતરમભારત દેશનું રાષ્ટ્રીય ગાન છે. રાષ્ટ્રગીત જન ગણ મન પછી તેને એક મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં "વંદે માતરમ્" એક લોકપ્રિય સૂત્ર હતું.

વંદે માતરમ્ ગીત સૌ પ્રથમ બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે પોતાની નવલકથા આનંદમઠ માં પ્રકાશિત કર્યું હતું.

સંસ્કૃત ગુજરાતી લિપ્યાંતરણ

सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम ॥

सुखदां वरदां मातरम् ॥
कोटि कोटि कन्ठ कलकल निनाद कराले
द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले
के बोले मा तुमी अबले
बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम् ॥

तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम् ॥

श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम् ॥

સુજલાં સુફલાં મલયજશીતલામ્
શસ્યશ્યામલાં માતરમ્
શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીમ્
સુહાસિનીં સુમધુર ભાષિણીમ્

સુખદાં વરદાં માતરમ્
કોટિ કોટિ કણ્ઠ કલકલનિનાદ કરાલે
કોટિ કોટિ ભુજૈર્ધૃતખરકરબાલે
કે બલે મા તુમિ અબલે
બહુબલધારિણીં નમામિ તારિણીમ્
રિપુદલવારિણીં માતરમ્

તુમિ વિદ્યા તુમિ ધર્મ, તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વ્મ્ હિ પ્રાણ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ
હૃદય઼ે તુમિ મા ભક્તિ
તોમારૈ પ્રતિમા ગડ઼િ મન્દિરે મન્દિરે

ત્બં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલ બિહારિણી
બાણી બિદ્યાદાય઼િની ત્બામ્
નમામિ કમલાં અમલાં અતુલામ્
સુજલાં સુફલાં માતરમ્

શ્યામલાં સરલાં સુસ્મિતાં ભૂષિતામ્
ધરણીં ભરણીં માતરમ્

ઇતિહાસ

[ફેરફાર કરો]

બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે વન્દે માતરમ્ ગીતની પહેલી બે ટૂંક ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં લખી. આ બન્ને ટૂંકમાં કેવલ માતૃ-ભૂમિ ની વંદના છે. તેમણે ૧૮૮૨ માં બંગાળી ભાષામાં આનંદ મઠ નામની નવલકથા લખી અને આ ગીતને તેમાં સમ્મિલિત કર્યું. આ સમયે તે નવલકથાની જરૂર સમજીને ગીતની બાકીની ટૂંકો બંગાળી ભાષામાં ઉમેરવામાં આવી હતી. આ બાકીના કાવ્યમાં દુર્ગાની સ્તુતિ છે.

કોંગ્રેસનાં કલકત્તા અધિવેશન (૧૮૯૬)માં, રવીન્દ્રનાથ ઠાકુરે એને લય બદ્ધ રીતે અને સંગીત સાથે ગાયું. અરવિંદે આ ગીતનું અંગ્રેજીમાં અને આરિફ મોહમ્મદ ખાને ઉર્દૂ માં ભાષાંતર કર્યું છે.

૧૯૩૭ માં આ ગીત ના ઉપર કોંગ્રેસમાં ચર્ચા થઈ અને જવાહરલાલ નહેરૂ દ્વારા અધ્યક્ષિત સમિતિએ ફક્ત આના પહેલા બે અનુચ્છેદો ને માન્યતા આપી. આ સમિતિમાં અબુલ કલામ આઝાદ પણ હતા. પહેલા બે અનુચ્છેદો ને માન્યતા આપવાનું કારણ હતું કે આ બે અનુચ્છેદોમાં કોઇ પણ દેવી-દેવતાની સ્તુતિ નથી અને તે દેશનાં સમ્માનમાં માન્ય હતાં. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં ૨૪ જાન્યૂઆરી ૧૯૫૦નાં રોજ એક વક્તવ્ય રજૂ કર્યું જેનો સ્વીકાર કરવામાં આવ્યો. આ વક્તવ્યમાં વંદે માતરમ્ ના ફક્ત પહેલા બે અનુચ્છેદોને જ માન્યતા આપવામાં આવી છે. આ બે અનુચ્છેદ જ પ્રાસંગિક છે અને તેને જ રાષ્ટ્રગાનનો દરજ્જો પ્રદાન કરેલો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં રજૂ કરેલાં વક્તવ્યનો એક ભાગ નીચે આપ્યો છે:[સંદર્ભ આપો]

શબ્દો અને સંગીતની એ રચના જેને જન ગણ મનથી સંબોધિત કરવામાં આવે છે તે ભારતનું રાષ્ટ્રગીત છે, બદલાવના એવા વિશેષ અવસર આવવા પર સરકાર આધિકૃત કરે, અને વન્દે માતરમ્ ગાન, જેણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા નિભાવી છે, તેને જન ગણ મનની સમકક્ષ સન્માનિય પદ મળે. (હર્ષધ્વનિ) હું આશા કરું છું કે આ સદસ્યોને સંતુષ્ટ કરશે. (ભારતીય સંવિધાન પરિષદ, ખંડ દ્વાદશ:૨૪-૧-૧૯૫૦)

આ ગીત સર્વપ્રથમ ૧૮૮૨માં પ્રકાશિત થયું હતું. આ ગીતને સૌ પહેલાં ૭ સપ્ટેમ્બર ૧૯૦૫નાં રોજ કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ૨૦૦૫માં આના સો વર્ષ પૂરા થવાનાં ઉપલક્ષ માં ૧ વર્ષનાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહ ૭ સપ્ટેમ્બર એ સમાપ્ત થયો. આ સમાપનનું અભિવાદન કરવા માટે માનવ સંસાધન મંત્રાલયએ આ ગીત ને ૭ સપ્ટેમ્બર ૨૦૦૬ના દિવસે નિશાળોમાં ગાવાની વાત કરી. પરંતુ, પછીથી અર્જુન સિંહે જાહેર કર્યુ કે ગીત ગાવાનું કોઇ માટે આવશ્યક નથી કરવામાં આવ્યું, એ સ્વેચ્છા પર નિર્ભર કરે છે.[સંદર્ભ આપો]

આનંદ મઠ ઉપન્યાસ પર અમુક વિવાદ છે અમુક લોકો તેને મુસલમાન વિરોધી માને છે. તેમનું કહેવું છે કે આમાં મુસલમાનોને વિદેશી અને દેશદ્રોહી બતાવવામાં આવ્યાં છે. વંદે માતરમ્ ગાવા પર પણ વિવાદ કરવામાં આવી રહ્યો છે. આ ગીતની પહેલી બે કડી, જે પ્રસાંગિક છે, તેમાં કોઈ પણ મુસલમાન વિરોધી વાત નથી અને ન કોઈ દેવી કે દુર્ગાની અરાધના કરી છે પણ આવા વિરોધ કરતાં લોકોનું કહેવું છે કે,

  • મુસ્લિમ ધર્મમાં કોઈ વ્યક્તિ કે વસ્તુની પૂજા કરવાની મનાઇ છે અને આ ગીતમાં માઁ ની વંદના કરવામાં આવી છે;
  • આ એવા ઉપન્યાસમાંથી લેવામાં આવ્યું છે જે મુસ્લિમ વિરોધી છે;
  • બે કડી પછીનું ગીત જેને કોઈ મહત્વ આપવામાં નથી આવ્યું, જે પ્રાસંગિક પણ નથી તેમાં મા દુર્ગાની આરાધના છે.

જોકે એવું નથી કે ભારતનાં બધાં મુસલમાનોને આ ગીત સામે વિરોધ છે કે બધાં હિંદુઓ એને ઉત્સાહથી ગાય છે. એ પણ ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ પહેલાં સંગીતકાર એ. આર. રહમાને કે જે પોતે એક મુસલમાન છે, 'વંદેમાતરમ્' ગીતને લઈ એક આલ્બમ તૈયાર કર્યું હતું જે ખૂબ લોકપ્રિય થયું છે. બહુમતિ લોકોનું માનવું છે કે આ વિવાદ રાજનૈતિક વિવાદ છે. ધ્યાનમાં લેવા જેવી બાબત તો એ છે કે ખ્રિસ્તી લોકો પણ મૂર્તિ પૂજન નથી કરતા પણ તેઓ દ્વારા આ વિષે કોઈ વિવાદ નથી.

શું કોઈને કોઈ ગીત ગાવા માટે મજબૂર કરી શકાય કે નહીં? આ પ્રશ્ન સર્વોચ્ચ અદાલત સમક્ષ Bijoe Emmanuel Vs. State of Kerala AIR 1987 SC 748 વાદમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ વાદમાં અમુક વિદ્યાર્થિઓ ને સ્કૂલમાંથી એટલા માટે કાઢી મુકવામાં આવ્યાં હતા કેમ કે તેમણે રાષ્ટ્રગીત જન ગણ મન ગાવાની ના પાડી દીધી હતી. આ વિદ્યાર્થીઓ સ્કૂલમાં રાષ્ટ્રગીતનાં સમયે તેના સમ્માનમાં ઊભા તો થતાં હતાં તેનું સન્માન કરતાં હતાં પણ ગાતાં ન હતા. તેમને ગાવાનું કહેવામાં આવતાં માટે તેમણે ના પાડી હતી. સર્વોચ્ચ અદાલતે તેમની યાચિકા સ્વીકાર કરી અને તેમને સ્કૂલમાં પછા લેવાનું કહ્યું. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રગીતનું સન્માન કરે છે પણ તેને ગાતો નથી તો એનો અર્થ એમ નથી કે તે એનું અપમાન કરી રહ્યાં છે. તેને ન ગાવા પર ન તો દંડિત યા ન તો પ્રતાડિત કરી શકાય. વંદેમાતરમ રાષ્ટ્રગાન છે, તેને જબરજસ્તી ગાવડાવવા માટે મજબૂર કરવામાં પણ આ જ કાયદો/નિયમ લાગશે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]