વર્ડપ્રેસ

વિકિપીડિયામાંથી
વર્ડપ્રેસ
Screenshot
વર્ડપ્રેસ
સોફ્ટવેર વિકાસકર્તાઓવર્ડપ્રેસ ફાઉન્ડેશન
પ્રારંભિક વિમોચન૨૭ મે, ૨૦૦૩
Stable release
૩.૫.૧ / ૨૪ જાન્યુઆરી[૧]
Preview release
૩.૫. રિલીઝ ઉમેદવાર ૩ / ૧૩ નવેમ્બર, ૨૦૧૨[૨]
સ્ત્રોત Edit this at Wikidata
ઓપરેટિંગ સિસ્ટમઆંતર-પ્લેટફોર્મ
પ્લેટફોર્મપીએચપી
પ્રકારબ્લોગ સોફ્ટવેર
સોફ્ટવેર લાયસન્સજીપીએલ [૩]
વેબસાઇટwordpress.org

વર્ડપ્રેસ એ મુક્ત અને ઓપન સોર્સ બ્લોગીંગ ટુલ્સ અને કન્ટેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ છે. તે પીએચપી અને MySql પર આધારિત છે . જેની પહેલી આવૃત્તિ ૨૦૦૩ માં Matt Mullenweg અને Mike Little દ્વારા બહાર પાડવા માં આવી હતી. ૨૦૧૧ માં અલેક્ષા.કોમ નામની સાઈટ કે જે વેબસાઈટ સાઈટ નું મૂલ્યાંકન કરે છે. તેના રીપોર્ટ મુજબ દુનિયા ની ટોપ ૧ મિલિયન વેબસાઈટ માંથી લગભગ ૧૬.૭% વેબસાઈટ વર્ડપ્રેસ ના પ્લેટફોર્મ પર આધારિત હતી, હાલમાં દુનિયા માં સૌથી વધુ લોકપ્રિય બ્લોગીંગ માધ્યમ છે.

મુખ્ય સુવિધાઓ[ફેરફાર કરો]

વર્ડપ્રેસ માં થીમ , પ્લગ-ઇન્સ, વિજેટ જેવી સુવિધાઓ છે . આસાની થી બદલાવી શકાતી થીમ થી બ્લોગ/સાઈટ ના રૂપરંગ બદલાવી શકાઈ છે. વર્ડપ્રેસ માટે ની થીમ સાઈટ ને અનુરૂપ આસાની થી મળી જાય છે . બીજી સુવિધા પ્લગ-ઇન્સ છે, પ્લગ-ઇન્સ ની મદદ થી વર્ડપ્રેસ ના માળખાકીય કોડ માં ફેરફાર કર્યા વગર તેમાં બીજી સુવિધા ઉમેરી શકો છે. વર્ડપ્રેસ ના પ્લગ-ઇન્સ વિભાગ માં ૨૨,૦૦૦ થી પણ વધારે અલગ અલગ પ્લગ-ઇન્સ ઉપલબ્ધ છે.


વર્ડપ્રેસ એ એક ઓપન સોર્સ હોવાથી દુનિયાની સૌથી મોટી ડેવલોપર કોમ્યુનીટીની મદદ તેમજ વર્ડપ્રેસ બનેલ બ્લોગ/સાઈટ ને ગુગલ તથા અન્ય સર્ચએન્જીન આસાની થી સમજી સકે એવી બનાવી શકાઈને સર્ચએન્જીન દ્વારા આવતા વિઝીટરમાં પણ વધારો કરી શકાઈ છે. દુનિયા મોટાભાગ ની વેબ-હોસ્ટીંગ કંપનીઓના સર્વર વર્ડપ્રેસ ને અનુકુળ આવે એવા હોઈ છે. સર્વર પર આસાનીથી ઇન્સ્ટોલ કરી આપવા ની સુવિધા પણ આપે છે. એક સાથે ઘણા બધા વપરાશકર્તા ઓ ઉમેરી શકાય છે એને યોગ્ય છુટછાટ આપી ને નિયંત્રિત પણ કરી શકાઈ છે.

વર્ડકેમ્પ[ફેરફાર કરો]

વર્ડકેમ્પ એ વર્ડપ્રેસના વપરાશકર્તા અને ડેવલોપર એક જગ્યાએ ભેગા મળીને અનુભવને વિચારનું આદાન-પ્રદાન કરવા મળતું એક સંમેલન છે. સૌથી પહેલો વર્ડકેમ્પ 200૬ ના ઓગસ્ટ મહિના માં સાન્ફ્રાસિસ્કો માં યોજાયો હતો. ત્યાર બાદ સમયાંતરે દુનિયા અલગ અલગ જગ્યાઓ પર વર્ડપ્રેસ ના વપરાશકર્તા દ્વારા યોજવા માં આવે છે . અત્યાર સુધીમાં ૨૦૭ જેટલા વર્ડકેમ્પ નું ૩૬ દેશોમાં આયોજન થયેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "WordPress 3.5.1 Maintenance and Security Release". Wordpress.org. 2013-01-24. મેળવેલ 2013-01-24.
  2. "WordPress 3.5 Release Candidate 3". Wordpress.org. 2012-12-04. મેળવેલ 2012-12-04.
  3. "WordPress: About: GPL". WordPress.org. મૂળ માંથી 12 જૂન 2010 પર સંગ્રહિત. મેળવેલ 15 June 2010.