વલ્લભ વિદ્યાનગર
વલ્લભ વિદ્યાનગર | |
— શહેર — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 22°33′05″N 72°55′31″E / 22.551263°N 72.925386°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
તાલુકો | આણંદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
પિનકોડ | ૩૮૮૧૨૦ |
વલ્લભ વિદ્યાનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આણંદ તાલુકામાં આવેલું એક શહેર છે. આ શહેર રાજ્યનું સૌથી મોટું શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે.
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન હતો. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવતી હતી. પરંતુ અહીં ધીરે ધીરે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષાના વિવિધ શાખાઓના અભ્યાસક્રમો માટે સંસ્થાઓ શરુ થતાં, એની સાથે સાથે કોચિંગ ક્લાસ, શોપિંગ સેન્ટરો, દવાખાનાં, રેસ્ટોરન્ટ, બેંક વગેરે પણ આવવાથી શહેરીકરણ માટેનો જરૂરી વિકાસ થયો છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]મૂળ સોજિત્રાના નામાંકિત ઇજનેર પુજ્ય ભાઇકાકા અને કરમસદના જાણીતા શિક્ષણવીદ શ્રી ભિખાભાઇની જોડીએ વિદ્યાનગરની સ્થાપનામાં મુખ્ય ફાળો ભજવ્યો હતો. સૌપ્રથમ ચરોતર વિદ્યા મંડળ[૧] અને ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટીની[૨] સ્થાપના અહીં કરવામાં આવી હતી.
વલ્લભ વિદ્યાનગર તેના ઘટાદાર વૃક્ષો અને છાયાંવાળા રસ્તાઓને લીધે વૃક્ષનગર તરીકે જાણીતું છે.[સંદર્ભ આપો]
શૈક્ષણિક સંસ્થાઓ
[ફેરફાર કરો]- સરદાર પટેલ યુનિવર્સિટી
- બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (ઇજનેરી કોલેજ)
- ચારુતર વિદ્યા મંડળ
અન્ય સંસ્થાઓ
[ફેરફાર કરો]- વિદ્યાનગર નેચર ક્લબ (૧૯૮૮ થી પર્યાવરણ શિક્ષણ, જાગૃતિ તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે કામ કરતી સ્વયંસેવી સંસ્થા)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Charutar Vidya Mandal. "Welcome to Charutar Vidyamandal". Ecvm.net. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૩.
- ↑ "Welcome to Sardar Patel University". Spuvvn.edu. મૂળ માંથી 2019-09-10 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૩.
| ||||||||||||||||
|
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |