વાયુ

વિકિપીડિયામાંથી

પૃથ્વી પરનો દરેક પદાર્થ અલગ અલગ સ્વરુપમાં જોવા મળે છે. આ સ્વરુપો છે: ઘન, પ્રવાહી અને વાયુ. કોઇપણ પદાર્થ કુદરતમાં આ ત્રણમાંથી કોઇપણ એક સ્વરુપમાં જોવા મળે છે. આમાં કોઇપણ પદાર્થની બાષ્પ એટલે કે વરાળને તે પદાર્થનું વાયુ સ્વરુપ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વાયુ સ્વરુપે રહેલા પદાર્થને ઠારવાથી તે પદાર્થનું પ્રવાહી સ્વરુપમાં રુપાંતર થાય છે.

પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ માટે વાયુ ખુબ જ મહત્વ ધરાવે છે. પૃથ્વીના વાતાવરણમાં રહેલી હવામાં ઓક્સીજન તેમ જ નાઇટ્રોજન મુખ્ય ઘટકો છે. આમાંથી આપણું શરીર પ્રાણવાયુ શ્વાસ વાટે અંદર લે છે, અને કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસ વાટે બહાર કાઢે છે. આમ આ વાયુઓ વગર આપણું જીવન અશક્ય છે. આ ઉપરાંત પાણી પણ હાઈડ્રોજન અને ઓક્સીજન વાયુઓથી બનેલું હોય છે.