વિશ્વ તમાકુ નિષેધ દિવસ

વિકિપીડિયામાંથી
વિશ્વ તમાકુ નિષેધ
WHO દ્વારા લગાવવામાં આવેલું વિશ્વ તમાકુ નિષેધ દિવસનું પોસ્ટર.
ઉજવવામાં આવે છેસંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય રાષ્ટ્રો
પ્રકારજાગૃતિ
તારીખ૩૧ મે
આવૃત્તિવાર્ષિક
સંબંધિતતમાકુથી દૂર રહેવું

વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ વિશ્વભરમાં દર વર્ષે ૩૧ મેના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની વાર્ષિક ઉજવણીમાં લોકોને તમાકુના ઉપયોગના જોખમો, તમાકુ કંપનીઓની વ્યવસાયિક પદ્ધતિઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) તમાકુના ઉપયોગ સામે લડવા માટે શું કરી રહી છે, અને વિશ્વભરના લોકો તેમના આરોગ્ય અને તંદુરસ્ત જીવનના અધિકારનો દાવો કરવા અને ભાવિ પેઢીઓને સુરક્ષિત રાખવા માટે શું કરી શકે છે તે વિશે માહિતગાર કરવામાં છે.[૧]

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)ના સભ્ય રાષ્ટ્રોએ ૧૯૮૭માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની રચના કરી હતી, જેનો ઉદ્દેશ તમાકુના રોગચાળા અને તેનાથી થતા અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગ તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો હતો. આ દિવસનો આશય તમાકુના ઉપયોગના બહોળા વ્યાપ અને આરોગ્ય પરની નકારાત્મક અસરો તરફ ધ્યાન દોરવાનો છે, જે હાલમાં વિશ્વભરમાં દર વર્ષે ૮૦ લાખથી વધુ મૃત્યુ તરફ દોરી જાય છે, જેમાં ધૂમ્રપાન ન કરનારા અને પરોક્ષ રીતે ધૂમ્રપાનના સંપર્કમાં આવવાના પરિણામે ૧.૨ મિલિયન લોકોનો સમાવેશ થાય છે. [૨] આ દિવસને વિશ્વભરમાં સરકારો, જાહેર આરોગ્ય સંસ્થાઓ, ધૂમ્રપાન કરનારાઓ, ઉત્પાદકો અને તમાકુ ઉદ્યોગ તરફથી ઉત્સાહ અને પ્રતિકાર બંનેનો સામનો કરવો પડ્યો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "World No Tobacco Day 2021: Theme, History, Quotes, Origin | SA News". S A NEWS (અંગ્રેજીમાં). 2020-05-28. મેળવેલ 2021-05-31.
  2. Tobacco. Fact Sheet N°339, Updated May 2017. સંગ્રહિત ૧૯ નવેમ્બર ૨૦૧૬ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]