શબરી ધામ

વિકિપીડિયામાંથી
શબરીધામ મંદિર
શબરીધામ મંદિર પરિસર

શબરી ધામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલ એક ધાર્મિક યાત્રાધામ છે[૧]. આ સ્થળ જિલ્લાના મુખ્ય મથક આહવાથી આશરે ૩૩ કિલોમીટરના અંતરે આવેલ છે. સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલ છે. અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે. અહીં ચારે તરફ વનરાજીની વચ્ચે નાના ટેકરા પર આવેલા ભવ્ય મંદિર ખાતે રામાયણ સાથે સંકળાયેલી શબરી-પ્રસંગની તસવીરો તેમ જ મૂર્તિઓ જોવા મળે છે[૨].

આ સ્થળથી દક્ષિણ દિશા તરફ નજીકમાં પંપા સરોવર પણ આવેલ છે.

શબરી ધામ ખાતે હાલના મંદિરનું બાંધકામ પૂર્ણ થયું તે વેળા શબરીકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ભક્ત શબરીનું પવિત્ર સ્થાન એટલે ગુજરાતનું શબરી ધામ". જાણવા જેવું ડોટકોમ. ૨૬ જૂન ૨૦૧૭. મૂળ માંથી 2018-06-18 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "શબરીમાતા પ્રતિષ્ઠાન - સુબી૨". ડાંગ જિલ્લા પંચાયત. મેળવેલ ૧૦ માર્ચ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]