શાણપણ

વિકિપીડિયામાંથી
ટર્કીના એફેસસની સેલસસ લાયબ્રેરી ખાતે શાણપણનું મૂર્તિમંત રૂપ (ગ્રીકમાં, "Σοφία" અથવા "સોફિયા")

શાણપણ એ લોકો, ચીજવસ્તુઓ, પ્રસંગો અથવા પરિસ્થિતિઓ અંગેની એવી ઊંડી સમજણ અને પ્રતીતિ છે, જે સાતત્યપૂર્વક લઘુત્તમ સમય અને ઊર્જામાં મહત્તમ પરિણામો આપવા માટે માણસની પસંદગી કરવાની અથવા એ અનુસાર વર્તવાની ક્ષમતા તરીકે વ્યક્ત થાય છે. પોતાનાં અનુમાનો અને જ્ઞાનને શ્રેષ્ઠતમ રીતે (અસરકારક અને કાર્યક્ષમ રીતે) લાગુ પાડવાની ક્ષમતા અને એ રીતે ઇચ્છિત પરિણામો સર્જવા માટેની ક્ષમતા તે શાણપણ છે. શાણપણ એ શું સાચું અથવા ઉચિત છે તેનું આકલન કરવાની અને તે અનુસાર સારામાં સારો નિર્ણય લેવાની અને તેને વ્યવહારમાં મૂકવાની ક્ષમતા છે. તેનાં સમાનાર્થી છેઃ ડહાપણ, પારખવાની શકિત અથવા અંતર્દષ્ટિ. શાણપણ મોટા ભાગે લાગણીશીલ પ્રતિક્રિયાઓ ("ઉત્કટતા"/આવેગો) પર નિયંત્રણ માગે છે જેથી વ્યકિતનું આચરણ નિશ્ચિત કરવા પર સિદ્ધાન્તો, તર્ક અને જ્ઞાનનું પ્રભુત્વ રહી શકે.

દાર્શનિક પરિપ્રેક્ષ્યો[ફેરફાર કરો]

રોબર્ટ રેઈડ, વિઝ્ડમ (1896). થોમસ જેફરસન બિલ્ડિંગ, વૉશિંગ્ટન, ડી. સી.

ફિલસૂફીની એક સ્વીકૃત વ્યાખ્યા શાણપણ એટલે જ્ઞાનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એમ કહે છે. કોઈ પણ નિર્ણય બાબતે, અધૂરી માહિતી સાથે એક શાણપણભર્યો નિર્ણય લઈ શકાય છે[સંદર્ભ આપો]. ફિલસૂફીમાં શાણપણ માટેનો વિરુદ્ધાર્થ છે મૂર્ખતા.[સંદર્ભ આપો]

એરિસ્ટોટલ પોતાની તત્ત્વમીમાંસા માં શાણપણને કારણોનાં જ્ઞાન તરીકે- અમુક તમુક ઢબે વસ્તુઓ શા માટે છે- વ્યાખ્યાયિત કરે છે. અનુભવ ઉપરાંત, શાણપણ મેળવવાના બીજા અનેકવિધ રસ્તાઓ છે. ઉદાહરણ તરીકે, મુકત વિચારકો (ફ્રી થિન્કર્સ) અને અન્યો માને છે કે શાણપણ શુદ્ધ તર્ક અને કદાચ અનુભવમાંથી આવે છે, જયારે બીજા કેટલાક માને છે તે અંતઃપ્રેરણા અથવા આધ્યાત્મિકતામાંથી આવે છે.[૧]

પ્રાચીન ગ્રીકથી માંડીને, યુરોપિયન સંસ્કૃતિ શાણપણને સદગુણ સાથે સાંકળતી આવી છે. સૌથી પ્રારંભના સમયથી મેટીસ અને એથેનેને શાણપણ સાથે જોડવામાં આવે છે. ઉદાહરણ તરીકે, હિંમત અને સંતુલનના સંદર્ભમાં શાણપણના ગુણની વાત અનેક ફિલસૂફો કરે છે, અને રોમન કૅથલિક ચર્ચમાં, શાણપણને (ડહાપણ/દૂરદર્શિતાને) ચાર પાયાના સદ્ગુણોમાં, ન્યાય, ધૈર્ય અને સંતુલનની સાથે સ્થાન આપવામાં આવ્યું છે. પ્લેટોના સંવાદોમાં શાણપણના ગુણનો સારી/કલ્યાણકારી બાબતોના જ્ઞાન અને તે અનુસાર જીવવાની હિંમત તરીકે કરવામાં આવ્યો છે. એ સારી/કલ્યાણકારી બાબતો એટલે જેટલું પણ કંઈ અસ્તિત્વ ધરાવે છે તેની વચ્ચેના યોગ્ય સંબંધને જાણવો. પ્લેટોનિક રૂપમાં, આ સારું/કલ્યાણ એટલે સુશાસનના શ્રેષ્ઠ વિચારો, પ્રેમ, મિત્રતા, કમ્યુનિટી અને દિવ્ય તત્ત્વ સાથેનો ઉચિત સંબંધ. કદાચ શાણપણ માટેનો પ્રેમ અથવા તેની શોધ એ કોઈ પણ સાબિત થયેલા દાવા કરતાં વધુ અગત્યના છે. સોક્રેટીસે માત્ર એટલું જ જાણતા હોવાનો દાવો કર્યો હતો કે તે કશું જાણતો નથી, પણ તે આ વિશે બહુ સ્પષ્ટ હતો, અને તેના સાથી નાગરિકોના દાવાઓમાં ઘણો વિરોધાભાસ રહેલો છે તે તેણે દર્શાવી આપ્યું હતું.[૨] ઈનઉઈત માન્યતા અનુસાર, શિક્ષણનું લક્ષ્ય શાણપણ વિકસાવવાનું હતું. એક ઈનઉઈત એલ્ડરે કહ્યું હતું કે એક માણસ શાણો ત્યારે કહેવાય જયારે તે શું કરવાની જરૂર છે તે જોઈ શકે અને પછી શું કરવાનું છે તે કોઈના કહ્યા વિના સફળતાપૂર્વક કરી શકે.[૩]

સાકલ્યવાદીઓ માને છે કે શાણા લોકો જીવનના મૂળભૂત તત્ત્વને અસ્પષ્ટપણે જાણે છે, તેની સાથે કામ કરે છે અને પોતાને તથા અન્યોને જીવનના એ મૂળભૂત તત્ત્વ સાથે ગોઠવે છે. આ દષ્ટિકોણથી, શાણા લોકો અન્યોને જીવનના મૂળભૂત પાસ્પરિક જોડાણ(અન્યોન્યાશ્રય)ને સમજવા અને તેની કદર કરવા માટે મદદ કરે છે[સંદર્ભ આપો].

એક આધુનિક દાર્શનિક, નિકોલસ મૅકસવેલે દલીલ કરી હતી કે અભ્યાસકીય જાંચ-તપાસનું મુખ્ય લક્ષ્ય એ શાણપણ મેળવવાનું અને તેને પ્રસારવાનું હોવું જોઈએ - અહીં શાણપણ એટલે પોતાના માટે અને બીજાઓ માટે જીવનમાં શું મહત્ત્વનું છે તે જાણવાની ક્ષમતા એવો અર્થ તારવવામાં આવ્યો હતો, આમ શાણપણમાં જ્ઞાન અને તકનિકી જાણકારીનો સમાવેશ થયો, પણ બાકીનું ઘણું બાકી રહ્યું.[૪]

[૫]પ્રાચીનકાળથી, એક સારું અને ગુણવાન જીવન જીવવા માટે જરૂરી એવા જ્ઞાનને અમલમાં મૂકવું એટલે શાણપણ, એવા એક આદર્શ તરીકે શાણપણના ગુણગાન ગાવામાં આવે છે[સંદર્ભ આપો]. કયા વિકલ્પો ઉપલબ્ધ છે માત્ર એટલું જ જાણવા/સમજવા સુધી શાણપણ સીમિત નથી, એ તેમની વચ્ચેનો ભેદ પારખવાની અને તેમનામાંથી જે શ્રેષ્ઠ હોય તેને પસંદ કરવાની ક્ષમતા આપે છે. અલબત્ત આનો ચોક્કસ અર્થ શું થાય તેનો આધાર શાણપણને પોષવાનો દાવો કરનારી વિવિધ શાણપણ શાળાઓ અને પરંપરાઓ પર રહે છે. એકંદરે, આ શાળાઓ નીચેની બાબતોનાં વિવિધ સંયોજનો પર ભાર મૂકે છેઃ જ્ઞાન, સમજણ, અનુભવ, શિસ્ત, વિવેક, અને અંતઃસ્ફુરણા આધારિત સમજણ, અને સાથે સાથે સમસ્યાઓનો ઉકેલો શોધવા માટે આ તમામ ગુણોને કામે લગાડવાની ક્ષમતા. અનેક પરંપરાઓમાં, શાણપણ અને બુદ્ધિમત્તા એ બંને શબ્દપ્રયોગોના અર્થમાં ઘણા અંશે સામ્યતા જોવા મળે છે; બીજી કેટલીક પરંપરાઓમાં, તેમને ચઢતા-ઊતરતા ક્રમે મૂકવામાં આવે છે, જેમાં બુદ્ધિને આવશ્યક તો ગણવામાં આવે છે પણ તેને શાણપણ માટે પૂરતી ગણવામાં આવતી નથી.

સુસાનુસ જેવા નિઓ-પ્લેટોનિસ્ટોએ ‘ડૉકટા ઈગ્નોરન્ટીઆ’ને સ્વીકૃતિ જાહેર કરી હતી, જેમાં દિવ્ય તત્ત્વ અંગેના પોતાના અજ્ઞાનને માણસ ઓળખે તેમાં મહાનતમ શાણપણ લેખવામાં આવ્યું હતું[સંદર્ભ આપો].રાઈસ (1958) અનુસાર રિનેસન્સમાં શાણપણની બે પરંપરાઓ ઓળખી શકાય છેઃ ચિંતનશીલ અને દૂરદર્શી. મઠની પ્રણાલી જેવી ચિંતનશીલ પરંપરાઓ, દિવ્ય તત્ત્વ સુધી પહોંચવા માટે વ્યકિતના પોતાના અનુભવો પર ધ્યાન કરવા પર ભાર મૂકવામાં આવે છેઃ હિપ્પોના ઑગસ્ટાઈન, જે ખ્રિસ્તીઓમાં ઘણા પ્રાચીન અને પ્રભાવી વ્યકિત હતા, તે આ પરંપરાના ખ્રિસ્તી મૂળમાં રહેલા છે. સાંસ્કૃતિક, દાર્શનિક અને ધાર્મિક સ્રોતોમાં શાણપણ અથવા ડહાપણને, જેનું સમાજમાં મૂલ્ય હોય એવા જ્ઞાનને ન્યાયી અને સહેતુક રીતે વ્યવહારમાં મૂકવાના સદ્ગુણ તરીકે ઓળખવામાં આવે છે. ચૅરોન (1601) એ આ શાણપણ પરંપરાનો એક પ્રભાવી રિનેસન્સ પ્રચારક હતો. 2010માં, શાણપણની વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ સંદર્ભે શાણપણ નિષ્ણાતોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.[૬]

મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યો[ફેરફાર કરો]

મનોવૈજ્ઞાનીઓએ શાણપણ અંગે પ્રવર્તતી સામાન્ય માન્યતાઓ અથવા લોકવાયકાઓની માહિતી એકઠી કરી.[૭] તેનું વિશ્લેષણ સૂચવે છે કે ભલે "શાણપણની અભિપ્રેત થિયરી અને બુદ્ધિ, ગ્રહણશકિતક્ષમતા, આધ્યાત્મિકતા અને ચતુરાઈની કેટલીક બાબતો વચ્ચે સામ્યતા હોય, પણ એ સ્પષ્ટ છે કે શાણપણ એ તદ્દન ભિન્ન શબ્દ છે અને માત્ર આ શબ્દોનું સંમિશ્રણ નથી."[૮]તમામ નહીં, છતાં ઘણા અભ્યાસો દર્શાવે છે કે પરિપ્રેક્ષ્ય/શાણપણ બાબતે વયસ્કોનું સ્વ-મૂલ્યાંકન ઉંમર પર આધાર રાખતું નથી.[૯][૧૦] ઉંમર સાથે શાણપણ વધે છે એવા લોકપ્રિય મત કરતાં આ અભ્યાસો વિપરીત તારણ આપે છે.[૧૦] અનેક સંસ્કૃતિઓમાં, સૌથી છેલ્લો ઊગતો દાંત, ત્રીજી દાઢના નામકરણને શાણપણ સાથે સાંકળવામાં આવે છે, ઉ.દા. અંગ્રેજીમાં તેને વિઝ્ડમ ટુથ અને ગુજરાતીમાં તેને ડહાપણની દાઢ કહેવામાં આવે છે. 2009માં, એક અભ્યાસે શાણપણ સાથે સંબંધિત મગજના ભાગોનું ફરીથી અવલોકન કર્યું હતું.[૧૧]

હકારાત્મક મનોવિજ્ઞાનના સંશોધકોએ શાણપણને "જ્ઞાન અને અનુભવ"ના સંકલન તરીકે અને "કલ્યાણ અર્થે તેનો જાણીકરીને કરવામાં આવેલો ઉપયોગ" એમ વ્યાખ્યાયિત કર્યું છે.[૧૨] આ વ્યાખ્યા અનુસાર, શાણપણને નીચેનાં માપદંડો અનુસાર માપી શકાવું જોઈએ.[૯]

  • એક શાણો માણસ સ્વ અંગેનું જ્ઞાન ધરાવે છે.
  • એક શાણો માણસ સહૃદયી હોય છે અને અન્યો સાથે સ્પષ્ટ, સીધો વ્યવહાર કરે છે.
  • બીજા લોકો શાણા માણસની સલાહ લેવા આવે છે.
  • એક શાણા માણસનો વ્યવહાર તેની નૈતિક માન્યતાઓ સાથે સુસંગત હોય છે.

આ માપદંડો વાપરતાં માપણીનાં સાધનો સારી આંતરિક સુસંગતતા અને ઓછા પરીક્ષણ-ફેરપરીક્ષણ વિશ્વસનીયતાને સ્વીકારે છે (r 0.35થી 0.67ની વચ્ચે).[૯]

ધાર્મિક પરિપ્રેક્ષ્યો[ફેરફાર કરો]

કેટલાક ધર્મોમાં શાણપણ સંબંધિત ચોક્કસ ઉપદેશો હોય છે.

પ્રાચીન ઈજિપ્ત[ફેરફાર કરો]

ઈજિપ્તની પ્રાચીન પૌરાણિક કથાઓમાં સા (Saa) એ શાણપણનું મૂર્તિમંત રૂપ અથવા શાણપણના દેવતાનું પ્રતિનિધિત્વ કરે છે.

જૂનો કરાર[ફેરફાર કરો]

ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ બાઈબલ અને યહૂદીઓના ધર્મગ્રંથોમાં, રાજા સોલોમોનની ન્યાયસંગત અને શાણી ન્યાયપ્રિય વૃત્તિ શાણપણને રજૂ કરે છે, આ રાજા 1 કિંગ્સ 3માં શાણપણ માટેના પ્રભુનું આહ્વાન કરે છે. શાણપણભરી ઉકિતઓ ધરાવતું ‘ધ બુક ઓફ પ્રોવર્બ્સ’ (સુવિચારોનું પુસ્તક) સોલોમોનની ઉકિતઓ પર આધારિત છે. 1:7 અને 9:10 કહેણીઓ, પ્રભુના ડરને શાણપણનો પાયો અથવા શાણપણની શરૂઆત ગણાવે છે, જયારે 8:13 કહેણી "પ્રભુનો ડર એ શેતાનને ધિક્કારવું છે" એમ કહે છે. 1:20 કહેણીમાં, મહિલા અવતારમાં શાણપણનો સંદર્ભ પણ આપવામાં આવ્યો છે, "શાણપણ ગલીમાં મોટા અવાજે બોલાવે છે, તે(તેણી) જાહેર ચોકમાં પોતાનો અવાજ ઉઠાવે છે." 8:22-31 કહેણીમાં આ વાતને આગળ વધારવામાં આવે છે, તેમાં સર્જન શરૂ થયું તે પહેલાં આ શાણપણના મૂર્તિમંત રૂપને પ્રભુ સાથે હાજર દર્શાવવામાં આવે છે, અને તે પોતે સર્જનમાં ભાગ પણ લે છે, વિશેષ કરીને મનુષ્યોના સર્જનમાં તેને આનંદ આવે છે. એવું માની લેવામાં આવ્યું હતું કે યહૂદીઓ અને સામારિટનોમાં એવી માન્યતા પ્રવતર્તી હતી કે તેમનામાંથી જે સૌથી શાણું અને સૌથી મોટું હશે તેને બકરાનું શિંગડું ઊગશે, જેને સૌમ્યોકિતમાં "પ્રકાશનાં કિરણો" (נקודת אור) તરીકે પણ જાણવામાં આવે છે, અને તેથી નીચેની પ્રાચીન હિબ્રૂ ઉકિત ચલણમાં આવીઃ[૧૩] શાણપણમાંથી ("શકિત" અથવા "પ્રાણીનું શિંગડું") સત્તા જન્મે છે .

તેનું શાણપણ (કારાન ) તેમના પર પ્રકાશની જેમ ("શકિત" અથવા "એક પ્રાણીના શિંગડા")('કેરેન') તરીકે ઝળહળ્યું. અલબત્ત આ મોટા ભાગે હિબ્રૂ ‘કેરેન’નું ખોટું ભાષાંતર છે, ‘કેરેન’નો અર્થ ભાવનાત્મક સંદર્ભમાં (પ્સાલ્મ 75:5) ‘અહંકાર/અવજ્ઞા’ પણ વુલગેટમાં ‘પ્રાણીનું શિગડું’ થાય છે.[૧૪] સંભવતઃ આ ભૂલનાં સૌથી પ્રખ્યાત ઉદાહરણોમાંથી એકથી પ્રેરાઈથી જ માઈકલ એન્જલોએ મોસીસના પોતાના પૂતળામાં શિંગડું ઉમેર્યું હશે. એકંદરે, "શિંગડા" માટેનો હિબ્રૂ શબ્દ ભાવનાત્મક અને રાજકીય શકિતની વિભાવનાને રજૂ કરે છે એ ભાવમાં સમજી શકાય. બાઈબલના જૂનો કરાર અને નવા કરારમાં શાણપણ શબ્દનો ઉલ્લેખ 222 વખત કરવામાં આવ્યો છે. કહેણીઓ અને ધર્મગીતો એમ બંને પુસ્તકો તેના વાચકોને શાણપણ ધરવા અને વધારવાની અરજ કરે છે. બાઈબલના કહ્યા અનુસાર જે કેટલીક બાબતો માટે શાણપણ જરૂરી છે તેઃ ઘર બાંધવા અને બનાવવા માટે (ઉકિતઓ 24:3-4). જીવન બચાવવા/જાળવવા માટે (ઉકિતઓ 3:21-23). સલામતી અને સ્પષ્ટ માર્ગ માટે (ઉકિતઓ 3:21-23). સોના અથવા ચાંદી કરતાં જે મેળવવું વધુ સારું છે (ઉકિતઓ 16:16). ધીરજ અને કીર્તિને આપનાર (ઉકિતઓ 19:11).

નવો કરાર[ફેરફાર કરો]

વધુમાં, ખ્રિસ્તી વિચારમાં ધર્મનિરપેક્ષ શાણપણ અને પ્રભુવાદી શાણપણ વચ્ચે વિરોધી તત્ત્વ રહેલું છે. ઍપોસલ પૉલ કહે છે કે દુન્યવી શાણપણને ખ્રિસ્તના દાવોઓ મુર્ખાઈભર્યા લાગે છે. જો કે, જેમને ખ્રિસ્ત બચાવી લે છે તે પ્રભુનું શાણપણ વ્યકત કરે છે. (1 કૉરિન્થિયન 1:17-31) એન્જેલીકન, કૅથોલિક અને લુથેરન માન્યતા પ્રમાણે શાણપણ એ પવિત્ર આત્માએ બક્ષેલી સાત ભેટોમાંથી એક પણ છે. 1 કૉરિન્થિયન 12:8-10 વૈકલ્પિક નવ ગુણોની યાદી આપે છે, જેમાંનો એક શાણપણ છે.

કુરાન[ફેરફાર કરો]

ઈસ્લામમાં, કુરાન અનુસાર, શાણપણ એ માણસજાત માણી શકે તેવી શ્રેષ્ઠતમ ભેટ છે, તેની ઘણી આયાતોમાં લખેલું છે તેમઃ "તેની ઇચ્છાનુસાર તે માણસને શાણપણ આપે છે, અને જેને તેનું શાણપણ મળે છે, તે ખરેખર અઢળક સારી બાબતો મેળવે છે. સમજણા માણસો સિવાય બીજા કોઈને યાદ કરવામાં આવતા નથી." [2:269] અને સુરાહમાં "પ્રકરણ" 31ને ઈશ્વરે જેને શાણપણની દેણગી આપી હતી તે શાણા માણસનું નામ "લુકમૅન" આપવામાં આવ્યું હતું. આ શાણા માણસનું ઉદાહરણ, સુરાહના "પ્રકરણ"ની શરૂઆતમાં દર્શાવેલાં બીજા પ્રકારના માણસોના પ્રતિભાવમાં બનાવવામાં આવ્યું છે, એવા માણસો જે જ્ઞાન વિના બોલે છે અને પોતાની ભ્રષ્ટ વાતચીતથી લોકોને ગેરમાર્ગે દોરે છે. કુરાનની અનેક આયાતોમાં, ઘણા પેગંબરોનું શાણા માનવીઓ તરીકે અથવા જેમને ઈશ્વરની કૃપાથી શાણપણ પ્રાપ્ત થયું હોય તેવા મનુષ્યો તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, સુરાહ 3 "આલ-ઈમરાન"(ઈમરાનનો પરિવાર)-માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૅરીના પુત્ર જિજસ ખ્રિસ્તને પુસ્તક તથા શાણપણ તથા તોરાહ અને સુવાર્તા શીખવવામાં આવશે (આયાત 48)

પૂર્વના ધર્મો અને ફિલસૂફી[ફેરફાર કરો]

કન્ફયુશિયસે કહ્યું હતું કે શાણપણને ત્રણ રીતે શીખી શકાયઃ ચિંતન કરીને (સૌથી ઉમદા પદ્ધતિ), નકલ કરીને (સૌથી આસાન પદ્ધતિ) અને અનુભવથી (સૌથી કડવી પદ્ધતિ). શાણપણ જાતે પ્રગટ થતું નથી સિવાય કે બીજા કોઈ દ્વારા પૂછવામાં આવે. તેનો અર્થ એમ થયો કે એક શાણો માણસ કયારેય તેનું શાણપણ દેખાડતો નથી, સિવાય કે વ્યકિતગત રીતે કોઈ તેને પૂછવા માટે આવે. "ડૉકટેરાઈન ઓફ ધ મિન" અનુસાર, કન્ફયુશિયસે એવું પણ કહ્યું છે, "શીખવા માટે પ્રેમ હોવો તે શાણપણ સમાન છે. ઉત્સાહપૂર્વક વ્યવહારમાં મૂકવું તે માનવતા સમાન છે. શરમનો ભાવ જાણવો એ હિંમત સમાન છે (ઝી, રેન, યી... એ મેંગ્ઝીના સદ્ગુણના ત્રણ ફણગાઓ છે)." કન્ફયુશિયસના કલાસિક "ગ્રેટ લર્નિંગ"ની શરૂઆત સાથે આને સરખાવો - "મહાન બનતાં શીખવાનો રસ્તો પારદર્શક-સાફ ચરિત્ર, લોકો પ્રત્યે પ્રેમ અને શ્રેષ્ઠતમ કલ્યાણને સમર્પિત હોવામાં વ્યકત થાય છે." ખાસ કરીને જો પારદર્શક-સાફ ચરિત્રને સાફ અંતરાત્મા તરીકે લિપ્યંતર કરવામાં આવે તો રોમન ગુણ "ડહાપણ" સાથેનો તેનો સંબંધ સ્પષ્ટપણે જોઈ શકાય છે. (ચાઈનીઝ ફિલસૂફીના ચાનના સ્રોતોમાંથી ઉકિતઓ લેવામાં આવી છે.)

બૌદ્વ સ્થાપત્યો શીખવે છે કે એક શાણો માણસ સારો આચાર, સારી વાણી અને સારા વિચારથી સંપન્ન હોય છે (AN 3:2 ) અને પ્રિય લાગતાં પગલાં લેતાં રહીને ખરાબ પરિણામો મેળવવા કરતાં, સારાં પરિણામો માટે જરૂર પડ્યે એક શાણો માણસ અપ્રિય પગલાં લેતાં પણ અચકાતો નથી (AN 4:115 ). શાણપણ એ જાતે પસંદ કરેલા અજ્ઞાનના વિષનું મારણ છે. બુદ્ધે શાણપણ અંગે ઘણું કહ્યું છે, જેમાં નીચેની બાબતો પણ સામેલ છેઃ

  • બળના જોરે ચુકાદો આપનાર ન્યાયી હોતો નથી (ધમ્મમાં સ્થાપિત). પણ શાણો માણસ એ જે છે કાળજીપૂર્વક સાચા અને ખોટાને જુદા પાડી જાણે.[૧૫]
  • જે અન્યોને અહિંસાથી, સચ્ચાઈપૂર્વક અને ન્યાયપૂર્ણ રીતે દોરે છે, તે ખરેખર ન્યાયનો રક્ષક, શાણો અને પ્રામાણિક છે.[૧૬]
  • બહુ વાતો કરવા માત્રથી માણસ શાણો બનતો નથી. પણ જે માણસ શાંત છે, દ્વેષ અને ભયથી મુકત છે, તેને બેશક એક શાણો માણસ કહેવો જોઈએ.[૧૭]
  • જો તે મૂર્ખ અને અજ્ઞાની જ રહ્યો હોય તો માત્ર શાંત વાતાવરણમાં રહેવાથી માણસ ૠષિ/સાધુ (મુનિ) બનતો નથી. પણ એ માણસ, જે હાથમાં માપી માપીને, સારાને લે છે અને ખરાબને પડતું મૂકે છે, તે એક શાણો માણસ છે; અને તે જ કારણોસર તે ખરેખરો મુનિ છે. જે સારા અને ખરાબ, બંનેને તે ખરેખર જેવા છે તેવા છે તેવા સમજે છે તે ખરેખરો ૠષિ છે.[૧૮] તાઓઈઝમમાં વ્યવહારુ શાણપણને કદાચ શું કહેવું અને કયારે કહેવું તે જાણવાને કહી શકાય.

અન્ય ધર્મો[ફેરફાર કરો]

મેસોપોટામિયન ધર્મ અને પુરાણોમાં, એઆ (Ea) તરીકે પણ જાણીતા એન્કીને શાણપણ અને બુદ્ધિશકિતનો દેવ માનવામાં આવતો હતો. સંતુલન પાછું જાળવીને શાણપણ પ્રાપ્ત કરી શકાતું હતું. નોર્સ પુરાણોમાં, ઓડિન દેવ વિશેષરૂપે પોતાના શાણપણ માટે જાણીતા છે, જે મોટા ભાગે વિવિધ મુશ્કેલીઓ અને પીડા અને સ્વ-બલિદાન જેવી કસોટીઓમાંથી પસાર થયા પછી તેમણે મેળવ્યું હતું. એક પ્રસંગે, જ્ઞાન અને શાણપણના કૂવામાંથી એક પ્યાલો પાણીના બદલામાં તેઓ તે કૂવાના રક્ષક મિમિર(Mímir)ને પોતાની આંખ ખેંચી કાઢીને આપે છે.[૧૯] બીજા એક પ્રખ્યાત વૃત્તાન્તમાં, તમામ અસ્તિત્વોનાં ક્ષેત્રોને એક કરનારા વિશ્વ વૃક્ષ, યગદ્રાસિલ પર ઓડિન પોતાની જાતને નવ રાતો સુધી લટકાવી રાખે છે, ભૂખ અને તરસ સહે છે અને એક ભાલાથી ઘાયલ થાય છે; તે જયાં સુધી રુણ શકિતશાળી જાદુને ચલાવવાનું જ્ઞાન મેળવતો નથી ત્યાં સુધી તેણે આ તકલીફો સહેવી પડે છે.[૨૦] તે દૈત્યો પાસેથી કાવ્યના મદ્ય (એક પ્રકારનો મધ અને પાણીનો દારૂ) મેળવવામાં પણ સફળ થાય છે, આ એક એવું પીણું હોય છે જે દેવતાઓ તેમ જ નાશવંતોના ફાયદા અર્થે તમને એક વિદ્વાન અથવા કવિની શકિત આપે છે.[૧૯]

નોંધ[ફેરફાર કરો]

  1. જેમ્સ 1:5
  2. પ્લેટો. "એપોલૉજી." ધ રિપબ્લિક એન્ડ અધર વકર્સ ન્યૂ યોર્કઃ એન્કર, 1989. પૃ. 450. ISBN 0-907061-05-0
  3. જહોની મોર્ગન, ઈનઉઈત એલ્ડરઃ સિલાટુનિર્મુત, 1991
  4. મૅકસવેલ, નિકોલસ સંગ્રહિત ૨૦૧૨-૧૨-૦૯ ના રોજ વેબેક મશિન.
  5. વેબસ્ટ્રની શાણપણની વ્યાખ્યા (રિલિવન્ટ સેન્સ 1)
  6. જેસ્ટે ઈટ અલ (et al). (2010). શાણપણની લાક્ષણિકતાઓ અંગે નિષ્ણાતોનો સર્વસંમત અભિપ્રાયઃ ડેલ્ફી મેથડ સ્ટડી. ધ જેરન્ટોલોજિસ્ટ . અમૂર્ત.
  7. સ્ટર્નબર્ગ, આર. જે. (1985). બુદ્ધિમત્તા, સર્જનાત્મકતા અને શાણપણની અભિપ્રેત થિયરીઓ. જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલૉજી, 49, 607–62.
  8. બ્રાઉન, એસ. સી., અને ગ્રીને, જે. એ. (2006).હું અંગત રીતે શાણપણને ખરાબ માનું છું.ધ વિઝડમ ડેવલપમેન્ટ સ્કેલઃ ટ્રાન્સલેટિંગ ધ કન્સેપ્ટુઅલ ટુ ધ કૉંક્રીટ. જર્નલ ઓફ કૉલેજ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ, 47, 1–19.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ Harter, Andrew C. (2004). "8". માં Peterson, Christopher and Seligman, Martin E. P. (સંપાદક). Character strengths and virtues: A handbook and classification. Oxford: Oxford University Press. પૃષ્ઠ 181–196. ISBN 0-19-516701-5.CS1 maint: multiple names: editors list (link)
  10. ૧૦.૦ ૧૦.૧ Orwoll, L. (1990). R. J. Sternberg (સંપાદક). Wisdom: Its nature, origins, and development. New York: Cambridge University Press. પૃષ્ઠ 160–177. ISBN 0521367182. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  11. ન્યુરોબાયોલૉજી ઓફ વિઝડમઃ અ લિટરેચર ઓવરવ્યૂ (શાણપણનું ચેતા-જીવવિજ્ઞાનઃ સાહિત્યનું વિહંગાવલોકન).
  12. Peterson, Christopher (2004). Character strengths and virtues: A handbook and classification. Oxford: Oxford University Press. પૃષ્ઠ 106. ISBN 0-19-516701-5. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  13. મૅથેર્સ, સેમ્યુઅલ લિડેલ મૅકગ્રેગોર; રોસનરોથ, ક્રિશ્ચિયન કનોર વોન (ફ્રેઈહેર). કૅબ્બાલા ડેનુડેટા, ધ કૅબ્બાલાહ અનવેઈલ્ડ, ઝોહરનાં નીચેનાં પુસ્તકો ધરાવે છે. ન્યૂ યોર્કઃ ધ થિયોસોફિકલ પબ્લિશિંગ કંપની, 1912. પૃ. 107.
  14. [૧] હોર્ન, હિબ્રૂ
  15. ધમંપાદા વિ.256
  16. ધમંપાદા વિ.257
  17. ધમંપાદા વિ.258
  18. ધમંપાદા વિ.268-9
  19. ૧૯.૦ ૧૯.૧ ફોલ્કેસ, એન્થોની (અનુવાદ અને આવૃત્તિ) (1987). એડ્ડા (સ્નોર્રી સ્ટુર્લુસન). એવ્રિમૅન. ISBN 0-907061-05-0
  20. લૅરિંગ્ટન, કારોલિન (અનુવાદ અને આવૃત્તિ) (1996). પોએટિક એડ્ડા . ઓકસફર્ડ વર્લ્ડ્ઝ કલાસિકસ.. ISBN 0-907061-05-0

ફ્રેદુસી ફિલોમૅથિસ, "શાણપણ કહેવાય છે તે વસ્તુ શું છે?", જર્નલ બિહાઈન્ડ ધ સ્ટેટ ઓફ ધ આર્ટ, મૅયબેલ, કોલોરાડો, 2006, પૃ. 1.

નોંધ[ફેરફાર કરો]

<સંદર્ભો/ ઈ. એફ. શુમાખરે વ્યકત કર્યું છે તેમ માનવજાતના કાયમીપણા માટે શાણપણ બહુ અગત્યનું છેઃ શાણપણ વિના ટકી રહેવાની ક્ષમતા ધરાવવા માટે માણસ ઘણો વધુ હોશિયાર છે. "સ્મોલ ઈઝ બ્યુટીફુલ"માંથી, હાર્પર અને રૉ, ન્યૂ યોર્ક, 1989, પૃ. 33.

વધુ વાંચન[ફેરફાર કરો]

  • ઍલેન, જેમ્સ સ્લોન, વર્લ્ડલી વિઝ્ડમઃ ગ્રેટ બુકસ એન્ડ ધ મિનિંગ્સ ઓફ લાઈફ , ફ્રેડેરીક સી. બેઈલ, 2008. ISBN 978-1-929490-35-6
  • મિલર, જેમ્સ, એલ., "મેઝર્સ ઓફ વિઝ્ડમઃ ધ કોસ્મિક ડાન્સ ઈન કલાસિકલ એન્ડ ક્રિશ્ચિયન એન્ટીકવીટી", યુનિવર્સિટી ઓફ ટોરન્ટો પ્રેસ, 1986. ISBN 0-06-054017-6
  • વેલાસ્કવીઝ, સુસાન મૅકનીલ, "બિયોન્ડ ઈન્ટલેકટઃ જર્ની ઈનટુ ધ વિઝ્ડમ ઓફ યોર ઈન્ટ્યુટીવ માઈન્ટ", રૉ યોર બોટ પ્રેસ, 2007. ISBN 978-0-226-77142-7


તત્ત્વમીમાંસાની ધાર્મિક વિભાવનાઓ[ફેરફાર કરો]

પુસ્તકો[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

સ્રોતો[ફેરફાર કરો]