શાયોના

વિકિપીડિયામાંથી

શાયોનાસ્વામિનારાયણ સંપ્રદાયની શાખા 'બોચાસણવાસી અક્ષરપુરુષેત્તમ સ્વામિનારયણ સંસ્થા'નું એક બ્રાન્ડ નામ છે. આ નામ સંપ્રદાયના શ્રી શાસ્‍ત્રીજી મહારાજ, યોગીજીમહારાજ તેમજ નારાયણસ્‍વરુપ સ્‍વામી (પ્રમુખ સ્‍વામી)ના નામના પ્રથમ અક્ષરો શા,યો,ના લઈને બનાવવામાં આવ્યું છે.

બ્રિટનમાં (ખાસ કરીને લંડનમાં) બી.એ.પી.એસ. દ્વારા ચલાવાતા મંદિરમાં શાયોના રેસ્ટોરન્ટ ચલાવવામાં આવે છે તે ઉપરાંત આ બ્રાન્ડ નામ હેઠળ વિવિધ ખાદ્ય સામગ્રીઓ બજારમાં વેચાઆર્થે મુકવામાં આવી છે.

શાયોના વિધ્‍યાલય નામે એક શાળા પણ ભાવનગર જીલ્‍લાના બોટાદ તાલુકામાં શહેરથી થોડે દુર બોટાદ-ભાવનગર રોડ પર શરૂ કરવામાં આવી છે. હાલમાં આ શૈક્ષણીક શંકુલમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતી શાળા બોટાદમાં કાર્યરત છે. જે હાલ બાલ મંદિર, પ્રાથમિક શાળા તેમજ માધ્‍યમિક શાળા ધરાવે છે.