લખાણ પર જાઓ

શિવનેરી કિલ્લો

વિકિપીડિયામાંથી
શિવનેરી
mr
જુન્નર, પુણે જિલ્લો, મહારાષ્ટ્ર
મુખ્ય પ્રવેશદ્વાર, શિવનેરી કિલ્લો
શિવનેરી is located in India
શિવનેરી
શિવનેરી
મહારાષ્ટ્રમાં શિવનેરી કિલ્લો
શિવનેરી is located in મહારાષ્ટ્ર
શિવનેરી
શિવનેરી
શિવનેરી (મહારાષ્ટ્ર)
અક્ષાંશ-રેખાંશ19°11′56″N 73°51′34″E / 19.1990°N 73.8595°E / 19.1990; 73.8595
પ્રકારસ્મારક
સ્થળની માહિતી
આધિપત્યભારત ભારત સરકાર
નિયંત્રણ મરાઠા સામ્રાજ્ય (૧૭૧૬-૧૮૨૦)
બ્રિટિશ શાસન (૧૮૨૦-૧૯૪૭)
ભારત ભારત સરકાર (૧૯૪૭-)
જાહેરજનતા માટે ખૂલ્લુંહા

શિવનેરી કિલ્લો ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ મહારાષ્ટ્ર રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિવસે આ કિલ્લા ખાતે શિવાજી મહારાજનો જન્મ થયો હતો.

આ કિલ્લાની ચારે બાજુએ, મુશ્કેલ ચઢાણ હોવાથી, તેના પર જીત મેળવવી અત્યંત કઠીન છે. કિલ્લા પર શિવાઈ દેવીનું નાનું મંદિર તેમ જ  બાળ-શિવાજી અને માતા જીજાબાઈની પ્રતિમાઓ છે. આ કિલ્લાનો આકાર ભગવાન શિવજીની પિંડી જેવો છે.

શિવનેરી કિલ્લો જુન્નર ગામમાં આવેલ છે. જુન્નર ગામમાંથી આ કિલ્લો જોઈ શકાય છે. આ ગઢ ખૂબ જ વિશાળ નથી. ઈ. સ. ૧૬૭૩ના વર્ષમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડૉ. જ્હોન ફ્રાયરે આ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પોતાની નોંધમાં, આ કિલ્લો હજાર પરિવારો માટે સાત વર્ષ ચાલી શકે, એટલી સિધા-સામગ્રી છે એમ ઉલ્લેખ કર્યો છે.

૨૦૨૧માં તે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોના નામાંકન યાદીમાં મહારાષ્ટ્રના લશ્કરી કિલ્લાઓના સ્થાપત્યના ભાગરૂપે નામાંકિત કરવામાં આવ્યો હતો.[]

રસપ્રદ સ્થળો

[ફેરફાર કરો]
  • શિવાઈ માતા મંદિર: સાત દરવાજાઓ ધરાવતા આ ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ છોડી, જમણી બાજુ આગળ જતાં શિવાઈ દેવીનું મંદિર આવેલ છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી.
  • અંબરખાના
  • પાણીની ટાંકી: આ કિલ્લાના વિસ્તારમાં ગંગા, યમુના અને અન્ય નામની પાણી માટે ઘણી ટાંકીઓ છે.
  • શિવકુંજ
  • શિવ જન્મસ્થાન ઈમારત
  • કડેલોટ કડા
  • મુંબઈ થી માલશેજ માર્ગ દ્વારા: જુન્નર આવતા માલશેજ ઘાટ પાર કર્યા બાદ ૮ થી ૯ કિલોમીટર પર 'શિવનેરી ૧૯ કિ.મી.' નિર્દેશ આપતું બોર્ડ રસ્તાની એક તરફ દેખાય છે. આ માર્ગ ગણેશખીંડી થઈ શિવનેરી કિલ્લા સુધી જાય છે. ગઢ પર પહોંચવા માટે મુંબઇથી એક દિવસ લાગે છે.

પુસ્તકો

[ફેરફાર કરો]
  • ડૉ. લહુ કચરુ ગાયકવાડ. शिवनेरीची जीवनगाथा [શિવનેરીચી જીવનગાથા] (મરાઠીમાં). - શિવનેરીનો ઇતિહાસ વર્ણવતું પુસ્તક.
શિવનેરી કિલ્લા તરફ દોરી જતાં પગથિયાં
શિવનેરી કિલ્લા ખાતે મંદિર
શિવનેરી કિલ્લાનું એક દૃશ્ય

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Centre, UNESCO World Heritage. "Serial Nomination of Maratha Military Architecture in Maharashtra". UNESCO World Heritage Centre (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-26.