ગંગા નદી

વિકિપીડિયામાંથી
ગંગા
ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના નદીઓ સાથેનો નકશો
સ્થાન
દેશભારત, બાંગ્લાદેશ (પદ્મા તરીકે)
શહેરોઋષિકેશ, હરદ્વાર, ફારુખાબાદ, કનૌજ, બિથૂર, કાનપુર, જૈમાઉ, પ્રયાગરાજ, વારાણસી, બક્સર, પટના, ભાગલપુર, ફરાક્કા, મુર્સિદાબાદ, પ્લાસી, નબદ્વિપ, કોલકાતા, રાજશાહી, ચંદનપુર, બારાનગર
ભૌગોલિક લક્ષણો
સ્રોતગંગોત્રી હિમનદી, સતોપંથ હિમનદી, ખાટલિંગ હિમનદી, તેમજ નંદા દેવી, ત્રિશૂળ, કેદારનાથ, નંદ કોટ અને કામેતના શિખરોમાંથી વહેતા ઝરણાંઓ.
 ⁃ સ્થાનઉત્તરાખંડ, ભારત
 ⁃ અક્ષાંસ-રેખાંશ30°59′N 78°55′E / 30.983°N 78.917°E / 30.983; 78.917
 ⁃ ઊંચાઇ3,892 m (12,769 ft)
નદીનું મુખ 
 • સ્થાન
ગિરજા ખાતે પદ્મા અને હૂગલી નદીઓમાં વિભાજન
લંબાઇ2,525 km (1,569 mi)[૧]
વિસ્તાર1,080,000 km2 (420,000 sq mi)[૨]
સ્રાવ 
 ⁃ સ્થાનફરકા બેરેજ[૩]
 ⁃ સરેરાશ16,648 m3/s (587,900 cu ft/s)
 ⁃ ન્યૂનતમ2,000 m3/s (71,000 cu ft/s)
 ⁃ મહત્તમ70,000 m3/s (2,500,000 cu ft/s)
સ્રાવ 
 ⁃ સ્થાનબંગાળનો અખાત[૩]
 ⁃ સરેરાશ38,129 m3/s (1,346,500 cu ft/s)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેરામગંગા, ગર્રા, ગોમતી, ઘાઘરા, ગંડક, બુરહી ગંડક, કોસી, મહાનંદા
 • જમણેયમુના, તમસા, સોન, પુનપુન, કિઉલ, કર્મનાશા, ચંદન નદી

ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવ પ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.

ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે. યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે. દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે. વસતીને લીધે પર્યાવરણ અને વનચર પ્રાણીઓનો નાશ એક ચિંતાનો વિષય બની ગયો છે.

ગંગામાં બે પ્રકારની ડોલ્ફિન માછલી મળી આવે છે - ગંગા ડોલ્ફિન અને ઇરાવાડી ડોલ્ફિન. ગંગામાં શાર્ક માછલી - ગ્લીફીસ ગંગેટિકસ - પણ મળી આવે છે - નદીના પાણીમાં શાર્ક ભાગ્યે જ મળી આવતી હોય છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ગંગાનું મૂળ ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. ગંગા હિમાલયની ખીણોમાંથી પસાર થતી હરિદ્વાર પાસે બહાર નીકળે છે. સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન અહિ ખાસ્સુ રાફટીંગ થાય છે.

ઉત્તર પ્રદેશ અને બિહારના સપાટ પ્રદેશોમાંથી નીકળતી ગંગા ત્યાંની મુખ્ય નદી છે. તેમાં કોશી, ગોમતી, સોણે અને યમુના ભળે છે. યમુનાનું પોતાનું મહત્વ ઘણુ છે અને તે પ્રયાગ પાસે ગંગામાં ભળે છે આથી પ્રયાગ તીર્થધામ છે. ગંગાના કિનારા પર કાનપુર, અલ્હાબાદ, વારાણસી અને પટના એવા ઔદ્યોગિક શહેરો પણ આવેલા છે.

પૌરાણીક કથા[ફેરફાર કરો]

ગંગાનું પૃથ્વી પર અવતરણ, રવિવર્મા નું તૈલચિત્ર

રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે. તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્યારી પ્રજા હતી. જ્યારે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મુકી આવ્યો. સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિને અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ. ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા. સગરને આ વાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી. ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગા ને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુ્ત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદ્ગતિ મળશે. સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના પ્રયત્નો કર્યા. છેવટે ભગીરથ રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઇ. પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે. આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી. છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી. શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી. પછી ભગીરથ જ્યાં પણ ગયા ત્યાં ગંગા પાછળ આવતી ગઇ. રસ્તામાં જહ્નુ ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્નુ મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતિથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી. આમ તે જહ્નુની પુત્રી ગણાઇ અને તેનું નામ જ્હાનવી પણ પડયુ. ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઇ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા. આમ તેમને પણ સદગતિ પ્રાપ્ત થઇ.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Jain, Agarwal & Singh 2007.
  2. Suvedī 2005.
  3. ૩.૦ ૩.૧ Kumar, Singh & Sharma 2005.