શેખર: એક જીવની

વિકિપીડિયામાંથી
શેખરː એક જીવની
લેખકસચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન
દેશભારત
ભાષાહિંદી
પ્રકારનવલકથા
પ્રકાશકરાજકમલ પ્રકાશન

શેખર: એક જીવનીસચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન 'અજ્ઞેય' દ્વારા લિખિત હિંદી સાહિત્યની એક મનોવિશ્લેષણાત્મક નવલકથા છે. બે ભાગમાં વિભાજીત આ નવલકથાનો પ્રથમ ભાગ ઇ.સ. ૧૯૪૦માં અને બીજો ભાગ ઇ.સ. ૧૯૪૪માં પ્રકાશિત થયો હતો. હિન્દી સાહિત્યની સીમાચિહ્નરૂપ ગણાતી આ નવલકથામાં એક વ્યક્તિત્વના નિર્માણની પ્રક્રિયા આલેખવામાં આવી છે.[૧] આ નવલકથાને હિન્દી સાહિત્યની પ્રથમ મનોવિષ્લેષ્ણાત્મક નવલકથા ગણવામાં આવે છે.[૨]

પાશ્વભૂમિકા[ફેરફાર કરો]

'શેખર: એક જીવની' હિન્દી નવલકથા સાહિત્યમાં સીમાચિહ્નરૂપ ગણાતી આ નવલકથા જ્યારે પ્રકાશિત થઈ ત્યારે વાચકો, વિવેચકો અને સાહિત્યના ઈતિહાસકારોમાં ખાસ્સો ઊહાપોહ થયો હતો.[૧]

આ નવલકથા એક રાત્રી દરમિયાન અનુભવાયેલી ઘનીભૂત વેદનાની તીવ્ર કલ્પનાને શબ્દોમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. અજ્ઞેય જ્યારે એક સ્વતંત્ર સેનાની અને બળવાખોર હોવાના કારણે જેલમાં હતા અને જ્યારે એમને લાગ્યું હતું કે ટૂંક સમયમાં એમને ફાંસી આપવામાં આવશે ત્યારે આ નવલકથા એમને લખી હતી.[૧]

નવલકથામાં કાળ અને ચેતનના સબંધને શરૂઆતથી અંત સુધી ચીવટતાપૂર્વક સાચવ્યો છે. જે ખૂબ અગત્યની બાબત છે. ચિત્તની વિવિધ અવસ્થાઓ દર્શાવવા માટે પ્રકૃતિક પરિવેશનો ઉપયોગ થયો છે.[૩]

નવલકથામાં રહેલી લાગણીઓ તેમનામાં પોતાના ભૂતકાળને ચિત્રવાની ઇચ્છા અને તેમની પ્રેરણાઓનું તપાસ કરવાનું કાર્ય હતું. નવલકથા તેમની બૌધિક અને અધ્યાત્મિક શોધની તીવ્ર ઈચ્છાને આભારી છે.જેમાં તેમની આંતરિક લાગણીઓ અને તેમની વ્યક્તિત્વને આકાર આપતી પ્રેરણા દ્વારા પ્રેરિત છે.[૧]

લેખક પરંપરાગત લેખન શૈલીનો અંત કરે છે. નવલકથામાં નવી લેખન શૈલીને આકાર આપવામાં આવ્યો છે.[૧]

પ્રવેશ[ફેરફાર કરો]

‘શેખર એક જીવની’ માં અજ્ઞેય માનવીય સબંધો, વ્યક્તિ અને સમાજ, કુટુંબમાં વર્તન-વ્યવહાર, બાળક પર લાદવામાં આવતી યાંત્રિક શિક્ષણ પધ્ધતિ, વ્યક્તિગત રીતભાત જે વ્યક્તિની સ્વરચનાત્મકને સૂકવી મૂકે છે. અને સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેનું વલણ વગેરે જેવી સમાજની અવ્યવસ્થિત નવલકથા માનવમાં આવે છે.[૧]

નવલકથાની પ્રસ્તાવનામાં અજ્ઞેય કહે છે, “જો આજ જીવનનો અંત છે તો આ જીવનનો શું અર્થ છે, એની સિદ્ધિ શું છે, વ્યકતી, સમાજ અને અને માનવ માટે ? ‘શેખર: એક જીવની’ નો નાયક ક્રાંતિકારી છે. તે પોતાના જીવનમાં ‘ જીવનની વિજ્ઞાનસંગત કાર્ય-કારણ પરંપરાના સૂત્રને કેન્દ્ર્માં રાખીને ચાલે છે.[૩]

પ્રસ્તાવનામાં તેમણે એલિયટની એક ઉક્તિ લખી છે “ભોગવનાર પ્રાણી અને રચનાર કલાકાર વચ્ચે સદાય અંતર રહે છે. અને કલાકાર જેટલો મોટો હશે એટલુ જ અંતર વધારે હશે.”[૩]

તેમણે નવલકથામાં કરેલ આત્મવિશ્લેષણમાં શેખર અહંતા, ભય અને સેક્સની રજૂઆત કરે છે. તેમના બાળપણમાં બનેલી બનેલી વિવિધ ઘટનાઓને તેઓ ઓળખવા માટે માથે છે. અને તેમને લાગતું હતું કે કદાચ તેમની માતાએ તેમની વ્યક્તિગત ઓળખનો અસ્વીકાર કરીને તેમના અહમને દુખ પહોચડ્યું હતું. પરંતુ તેમને પોતાની મોટી બહેન સરસ્વતી પ્રત્યે માન હતું. તેમની દૂરની પિતરાઇ બહેન શશિએ તેમને પ્રેમની તક આપી હતી. જે ક્ષણોએ તેમના જીવનને ધન્ય બનાવ્યું.[૧]

બંને ભાગમાં ચાર ચાર ખંડ આવેલ છે.[૩]

  • ભાગ એક

૧) ઉષા ઔર ઈશ્વર

૨) બીજ ઔર અંકુર

૩) પ્રકૃતિ ઔર પુરુષ

૪) પુરુષ ઔર પરિસ્થિતી

  • ભાગ બીજો

૫) પુરુષ અને પરિસ્થિતી

૬) બંધન ઓર જિજ્ઞાસા

૭) શશિ ઔર શેખર

૮) ધાગે, રસ્સિયા,ગુંઝર

ભાગ એક[ફેરફાર કરો]

નવલકથાની શરૂઆત “ફાંસી” શબ્દથી થાય છે.[૩]

પ્રથમ ભાગમાં શેખરની શૈશવાવસ્થાથી વિદ્યાર્થી કાળ અને રાજનૈતિક કેદી બનવા સુધીની પ્રવૃતિઓનું નિરૂપણ કરે છે. નવલકથામાં શેખરના બાળપણને રોચક અને જીવંત રીતે નિરૂપણ કર્યું છે.[૩]

પ્રેમની અનુભૂતિ’ એ નવલકથાની મુખ્ય વિષયવસ્તુ છે. જે જીવનના મૂલ્ય અને અર્થ વિશેના ઘણા સારા મૂક મુદ્દાઓને બહાર લાવે છે. પિતા પ્રત્યેની તેમની લાગણીઓ અને જીવનનો વિરોધ શેખરને સ્વતંત્ર રહેવાની ઈચ્છા ઉત્પન્ન કરે છે. તે સ્વતંત્રા માટે સભાન અને અસભાન સાથે સમંત થાય છે. મહાનાયકની સ્વતંત્રા માટેની ચિંતા અને અવરોધક બળ અંદરના અને બહારના તેમનો વિરુદ્ધ કાર્ય કરે છે. જેના કારણે નવલકથાના કેન્દ્રિય ફેબ્રીકનું નિર્માણ થાય છે.[૧]

વ્યક્તિના નિયંત્રણની બહારના પરિબળોના ફાળાને અજ્ઞેય અવગણના નથી. તેમની માન્યતા હતી કે સર્જનાત્મક માણસ પોતાના ભાગ્યને નિયત મર્યાદામાં મર્યાદિત કરી શકે છે.સંપૂર્ણપણે તો ક્યારેય નહિ. મૂલ્યો માટેની આ ચિંતા ક્યાથી આવે છે? [૧]

નવલકથા જેટલું ધ્યાન સર્જનાત્મક મગજની એકલતા પર કરે છે તેટલુ જ પૂર્ણતાના આનંદદાયક મૂડ પર.[૧]

નવલકથાનો બીજો ભાગ યુવાન શેખરની સામાજિક જીવન અને તેના શશી સાથેના સબંધને પ્રસ્તુત કરે છે. પ્રથમ ભાગની શરૂઆત શેખરની સામાજિક- રાજનૈતિક પ્રવૃતિઓ અને તેમનું અસ્યપુશ્ય લોકોના ઉત્થાનમાં રહેલા યોગદાનની વાત કરે છે.[૧]

ભાગ બીજો[ફેરફાર કરો]

બીજા ભાગમાં તેમની પ્રવૃતિઓની શ્રેણી અને પરિણામસ્વરૂપ ભ્રમણનું વર્ણન કરવામાં આવ્યું છે. શેખર વિશ્વની વાસ્તવિકતાનો સામનો કરે છે. જે તેમના માનવજીવનમાં વિશ્વાસને મજબૂત કરે છે. જેનું ચિત્રણ પણ કરવામાં આવ્યું છે. જ્યારે શશી તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરે છે. ત્યારે તેને ખૂબ તકલીફ પડે છે, તેને લાગે છે શશી પોતાનું બલિદાન આપી રહી છે. જ્યારે તેઓ જેલમાથી છૂટે તેઓ કવિ જીવનને પસંદ કરે છે. આ નવલકથા યુવાન લેખકના દુખની સમજ આપે છે.[૧]

શેખરનું જીવન ધીરે ધીરે બદતર થવા લાગે છે અને તે આત્મહત્યા કરવાનું પ્રયત્ન કરે છે પરંતુ જે રાત્રે તે પોતાને મારી નાખવાનો હોય છે તે રાત્રે શશિ તેના રૂમમાં રોકાય છે અને તેને પુનઃજીવન અર્પે છે. શશિ અને શેખર સાથે રહેવાનુ નક્કી કરે છે અને લેખક તેમના પ્રેમને ઉન્નત સ્તરે પ્રસ્તુત કરે છે. નવલકથાનો બીજો ભાગ શશિના મૃત્યુ સાથે સમાપ્ત થાય છે.[૧]

બીજા ભાગમાં શેખર લાહોર કોંગ્રેસમાં સ્વયંસેવક તરીકે જોવા મળે છે તે દરમિયાન તેને જેલવાસ પણ ભોગવવો પડે છે.[૩]

પશ્ચિમની અસર[ફેરફાર કરો]

શેખર: એક જીવની એક મનોવિશ્લેષણાત્મક નવલકથા છે. નવલકથામાં પશ્ચિમની અસર જટિલ અને કેટલીક જગ્યાએ સ્વ-વિરોધાભાસી જોવા મળે છે. પ્રસ્તાવનામાં લેખકે ટી.એસ.ઇલિઅટ અને પિરાન્દેલો અને અન્ય પશ્ચિમના આધુનિકતવાદી લેખકો જેવા કે જેમ્સ જોયસ, લોરેન્સ, હેન્રી જેમ્સ અને ડોર્થી રિચાર્ડસનને વિશિષ્ટ સંદર્ભ આપેલ છે. અજ્ઞેય પોતે રોમાઈન રોનાલ્ડની જીન ક્રિસ્ટોફની શેખર એક જીવની પરની અસર વિષે લખે છે.[૪]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • રાય, રામ કમલ (સંપાદક). शेखर: एक जीवनी: विविध आयाम [શેખર: એક જીવની: વિવિધ આયામો] (હિન્દીમાં). ઈલાહાબાદ: અભિવ્યક્તિ પ્રકાશન.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ Lal, Mohan, સંપાદક (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4007–4008. ISBN 978-81-260-1221-3.
  2. Shingavi, Snehal (2016). "Agyeya's Unfinished Revolution: Sexual and Social Freedom in Shekhar: Ek Jivani". Journal of South Asian Studies. 39 (3): 577–591. doi:10.1080/00856401.2016.1197421 – Taylor & Francis વડે.(લવાજમ જરૂરી)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ શાહ, રમેશચંદ્ર (૨૦૦૨). અજ્ઞેય. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૪-૨૦.
  4. Singh, Prem (21 July 2018). "Western Influences in Agyeya's Shekhar Ek Jeevani". Econmic & Political Weekly. Mumbai. 53 (29): 59–62. ISSN 0012-9976Economic and Political Weekly વડે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]