લખાણ પર જાઓ

શ્રીધર

વિકિપીડિયામાંથી

શ્રીધર (ઇ.સ. ૭૫૦ - ઇ.સ.૯૩૦) અથવા શ્રીધારાચાર્ય એ ભારતીય ગણિતશાસ્ત્રી, સંસ્કૃતના પંડિત અને ફિલસૂફ હતા. તેઓ દક્ષિણ રાધા (હાલ નું હુગલી) ના ભુરીશતીષ્ટી (ભુરિસ્રીતી અથવા ભુરશુટ) ગામમાં ૮ મી સદીમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ બલદેવ આચાર્ય હતું અને તેમની માતાનું નામ અછોકા બાઈ હતું. તેમના પિતા સંસ્કૃત ના પંડિત અને ફિલસૂફ હતા. શ્રીધરે આર્યભટ્ટ દ્વારા શોધાયેલ શૂન્ય નું વિસ્તૃત વર્ણન તથા તેની સમીકરણીય ઉપયોગીતાઓ દર્શાવી અને ગણિત શાસ્ત્ર માં યોગદાન આપ્યું.

તેમણે લખ્યું હતું કે, "જો કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો, રકમ એ જ સંખ્યા હશે; જો કોઈ પણ સંખ્યા માંથી શૂન્યની બાદબાકી કરવામાં આવે, તો રકમ બદલાશે નહી; જો કોઈ પણ સંખ્યા નો શૂન્ય દ્વારા ગુણાકાર કરવામાં આવે, તો જવાબ શૂન્ય થાય".

અપૂર્ણાંકના ભાગાકારના કિસ્સામાં તેમણે વિભાજકના પારસ્પરિક દ્વારા અપૂર્ણાંકને ગુણાકાર કરવાની રીત શોધી કાઢી.

તેમણે બીજગણિતના વ્યવહારુ કાર્યક્રમો પર લખ્યું તથા તેમણે અંકગણિતથી બીજગણિતને અલગ તારવ્યો. તેઓ ક્વોડરેટિક સમીકરણો ઉકેલવા માટે સૂત્ર આપનારા પહેલા ગણિતશાસ્ત્રીઓ માંથી એક હતા.