સભ્ય:Piyu96/R Vaishali

વિકિપીડિયામાંથી
આર. વૈશાલી
વ્યક્તિગત માહિતી
Citizenshipભારત
જન્મ21 જૂન 2001
ચેન્નાઈ, ભારત
Sport
રમતચેસ

આર. વૈશાલી (જન્મ 21 જૂન 2001; ચેન્નાઇ, ભારત) ભારતીય ચેસ ખેલાડી અને ભારતીય મહિલા ગ્રાન્ડમાસ્ટર છે. તેમણે વય જૂથ ભારતીય નેશનલ ચૅમ્પિયનશિપ અને વર્લ્ડ અંડર-14 ગર્લ્સ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તેઓ પ્રતિષ્ઠિત ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદાનાં મોટાં બહેન છે.

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

વૈશાલીનો જન્મ ભારતનાં ચેન્નાઇમાં 21 જૂન 2001ના રોજ થયો હતો. તેઓ આકસ્મિક રીતે ચેસ સાથે જોડાયાં હતાં. જ્યારે તેઓ આશરે છ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતાપિતાએ તેમને ટીવી જોવાથી દૂર કરવા માટે ચિત્રકામ અને ચેસ રમતમાં વ્યસ્ત રાખવાના પ્રયાસો કર્યા. [૧] ત્યાર બાદ વૈશાલી ચેસ રમવા લાગ્યાં.

તેમણે 2012 અંડર-11 ગર્લ્સ નેશનલ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સફળતાથી તેમને વર્લ્ડ યૂથ ચેસ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મદદ મળી.[સંદર્ભ આપો]

ચેસ સૉફ્ટવેર સાથે પદ્ધતિસર તાલીમ માટે તેમની પાસે લૅપટૉપ અથવા કમ્પ્યુટર ન હોવાથી શરૂઆતમાં તેમણે ચેસની રમતમાં આગળ વધવા માટે ચેસ વિશેના પુસ્તકોની સામગ્રી પર આધાર રાખ્યો હતો. વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે કોચિંગ અને પરિવહન ખર્ચ પરિવાર માટે એક સંઘર્ષ હતો.[૨]

2012 માં સ્લોવેનિયા માં અંડર-12 ગર્લ્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સફળતા હાંસલ કરી હતી. ત્યારબાદ તેમણે ભારતીય વિમેન્સ ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યો. [૩]

વ્યવસાયિક સિદ્ધિઓ[ફેરફાર કરો]

વૈશાલીએ અંડર-11નેશનલ ચેસ ચૅમ્પિયનશિપ અને અંડર-13 ગર્લ્સ નેશનલ ચેસ ચૅમ્પિયનશિપ 2012માં ગોલ્ડ મેડલ જીત્યાં હતાં. તે જ વર્ષે તેમણે અંડર-12 ગર્લ્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે 2014માં અંડર-15 ગર્લ્સ નેશનલ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.[૪] તેમણે 2015 અને 2016બંને વર્ષમાં નેશનલ જુનિયર ગર્લ્સ ચેસ ચૅમ્પિયનશિપમાં સતત ગોલ્ડ મેડલ જીત્યાં.[૫] તેમના સારાં પ્રદર્શનને કારણે ત્યાર પછીના વર્ષોમાં તેમને એશિયન ચેસ ચૅમ્પિયનશિપ અને વર્લ્ડ યૂથ ચેસ ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. તેમણે 2015માં ગ્રીસ ખાતે અંડર-14 ગર્લ્સ વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વૈશાલીએ જૂન 2020માં ફિડે ચેસ.કૉમ વિમેન્સ સ્પીડ ચેસ ચૅમ્પિયનશિપ ઑનલાઇન ઇવેન્ટમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન એન્ટાઓનેટા સ્ટેફાનોવાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.[૬]

વૈશાલીએ 2017માં એશિયન વ્યક્તિગત બ્લિટ્ઝ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ2018માં ભારતીય વુમન ગ્રાન્ડમાસ્ટર [ડબ્લ્યુજીએમ] બન્યાં હતાં. 2020માં ફિડેઑનલાઇન ચેસ ઑલિમ્પિયાડમાં રશિયાની સાથે સંયુક્ત ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમમાં પણ વૈશાલી રમ્યાં હતાં.[૭]

મેડલ[ફેરફાર કરો]

  • 2012માં અંડર 11 નેશનલ ચેસ ચૅમ્પિયનશિપ ગોલ્ડ મેડલ
  • 2012માં અંડર-13 ગર્લ્સ નેશનલ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ
  • 2017માં એશિયન વ્યક્તિગત બ્લિટ્ઝ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ
  • 2014માં અંડર-15 ગર્લ્સ નેશનલ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ
  • 2015-2016માં નેશનલ જુનિયર ગર્લ્સ ચેસ ચૅમ્પિયનશિપ ગોલ્ડ મેડલ

સંદર્ભ[ફેરફાર કરો]