સિંધુ ખીણની સંસ્કૃતિ

વિકિપીડિયામાંથી
સિંધુ ખીણની સંસ્કૃતિ
મુખ્ય સ્થળો
ભૌગોલિક ક્ષેત્રદક્ષિણ એશિયા
કાળકાંસ્ય યુગ
સમયગાળોc. ૩૩૦૦ ઇ.સ. પૂર્વે – c. ૧૩૦૦ ઇ.સ. પૂર્વે
મોહેં-જો-દડોના ખંડેરો, સિંધ પ્રાંત, પાકિસ્તાન, પાશ્વભાગમાં સ્નાનાગાર દર્શાવેલ છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.સ. પૂર્વે ૩૨૫૦ થી ઈ.સ. પૂર્વે ૧૭૫૦)[૧] વિશ્વની સૌથી પ્રાચીન નદીકાંઠાની સંસ્કૄતિઓ પૈકીની એક છે. પત્રિકા નેચરમાં પ્રકાશિત શોધ અનુસાર આ સભ્યતા ઓછામાં ઓછા ૮૦૦૦ વર્ષ જૂની છે. તે હડપ્પીય સંસ્કૃતિ અને અને સિંધુ-સરસ્વતી સભ્યતાના નામે પણ ઓળખાય છે. તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો.[૨] મોહેં-જો-દડો, કાલીબંગા, લોથલ, ધોળાવીરા, રાખીગઢી અને હડપ્પા તેના પ્રમુખ કેન્દ્રો હતા. ડિસેમ્બર ૨૦૧૪માં ભિર્દાનાને અત્યાર સુધીમાં શોધાયેલા પ્રાચીન નગરોમાં સૌથી જૂનું નગર માનવામાં આવે છે. બ્રિટીશકાળમાં થયેલા ખોદકામના આધારે પુરાતત્વવિદ્દોનો એવો મત છે કે આ અત્યંત વિકસિત સભ્યતા હતી અને તેના શહેરો અનેક વખત વસ્યા અને ઉજડ્યા છે.

સિંધુ ખીણની સંસ્કૃતિને હડપ્પીય નામથી પણ ઓળખવામાં આવે છે. ચાર્લ્સ મેસને સૌ પ્રથમ ઇ.સ. ૧૮૨૬માં આ સંસ્કૃતિની ભાળ મેળવી. તેમણે તેના પર પુસ્તક પણ લખ્યું નેરેટિવ સ્ટડી. સિંધુ ખીણની સંસ્કૃતિ ઉતરથી દક્ષિણ ૧૧૦૦ કિલોમીટરમાં અને પૂર્વથી પશ્ચિમ ૧૬૦૦ કિલોમીટરમાં ફેલાયેલી છે. તેમજ ઉતરમાં જમ્મુ કશ્મીરનું માંદા - દક્ષિણમાં મહારાષ્ટ્રનું દાઈમાબાદ, પૂર્વમાં ઉતર પ્રદેશનું આલમગીરપુર - પશ્ચિમમાં બલૂચિસ્તાનનું સૂત્કાગેંડોર સુધી કુલ ૧૨,૯૯,૦૦૦ ચો.કિમી. ફેલાયેલી છે. ભારત સિવાય અન્ય ૨ દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ફેલાયેલી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના મળેલા નગરો: હડપ્પા, મોહેં-જો-દારો, ચંહૂડદો, કાલીબંગા, બનાવલી, રંગપુર, લોથલ, ધોળાવીરા, સુરકોટડા, રોઝડી, દેસલપર, મરૂડા ટક્કર ટેકરી વગેરે. સિંધુ ખીણની સંસ્કૃતિને બીજા કાંસ્યયુગની સંસ્કૃતિથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ યુગમાં કાંસાનો ઉપયોગ હતો - લોખંડથી તેઓ અજાણ હતા. ભારતમાં મળેલા નગરોમાં સૌથી વધુ મળેલા નગરોથી સૌથી ઓછા મળેલા નગરો ઉતરતા ક્રમમાં - ગુજરાત, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉતરપ્રદેશ, જમ્મુ કાશ્મીર. આ સંસ્કૃતિમાં ૨ જ નગરો એવા છે જે દરિયા કિનારે મળ્યા છે - પાકિસ્તાનમાં બાલાકોટ અને ગુજરાતમાં ધોળાવીરા, બાકીના બધા નગરો નદી કિનારે મળ્યા છે. સિંધુ લિપિ - ૬૪ ચિહ્નો, પંખા આકારની મહોર અને તાંબાની ગોળી, પૂરે પૂરી લિપિ ૧૯૨૩માં શોધાઈ ગઈ પરંતુ હજુ સુધી ઉકેલી શકાઈ નથી. આ લિપિ જમણીથી ડાબી બાજુ લખાતી હતી.

આ સંસ્કૃતિમાં માતૃદેવી ની પુજા થતી. સ્ત્રી-પુરુષ અલંકારો ધારણ કરતાં, સુતરાઉ અને ઉન્ન નું કાપડ પણ હતું, ચોપાટ અને પાસા રમતા, તોલમાપના સાંધનો મળી આવ્યા જેમાં એકમ ૧૬ નો હતો. આ સંસ્કૃતિમાં લોકો વેપાર ને વધુ પ્રાધાન્ય આપતા, રાજકીય સંગઠનનો ઉલ્લેખ નથી, એક મોહેં-જો-દારોમાં લોકશાહી શાસન હતું. ઘઉં-જવ-રાઈ-વટાણા-કપાસ ની ખેતી કરતાં, કપાસની સૌ પ્રથમ ખેતી કરનાર આ સંસ્કૃતિના લોકો હતા, જે યુનાનીઓ કપાસ ને સિંડન કેહતા હતા, પશુપતિ નાથની મુર્તિ પણ પ્રાપ્ત થઈ છે. આ સંસ્કૃતિ મિસર અને મેસોપોટેમિયા કરતાં ૧૨ ગણી મોટી સંસ્કૃતિ હતી. એ સમયમાં આ સંસ્કૃતિમાં પાકી ઈંટોના મકાન, પાકા રસ્તા, ગટર લાઇન અસ્તિત્વમાં હતી, તેમજ વિશાળ સ્નાનગૃહ, મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે.

એક કાલીબંગા અને રંગપુર બે જ એવા નગર છે જ્યાં કાચી ઈંટોના મકાન હતા, આ સંસ્કૃતિના લોકો પકવેલી માટી ને ટેરાકોટા તરીકે ઓળખતા, ચંહૂડદો એક માત્ર નગર જ્યાં ચક્રાકાર ઈંટો મળી આવી, અગ્નિ સંસ્કાર અને દફન વિધિ પણ પ્રચલિત હતા, આ સંસ્કૃતિમાં આઝાદી પહેલા ૪૦ થી ૬૦ નગરો મળ્યા પણ ૧૯૪૭ પછી ૨૮૦૦ જેટલા નગરો મળ્યા જેમાં સૌથી વધુ ગુજરાતમાંથી મળ્યા. ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ સૌથી મોટું નગર રાખીગઢી હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "सिंधु घाटी सभ्यता". aajtak.intoday.in (હિન્દીમાં). મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૭.
  2. Ching, Francis D; Jarzombek, Mark; Prakash, Vikramaditya (૨૦૦૬). A Global History of Architecture. Hoboken, NJ: Wiley & Sons. પૃષ્ઠ ૨૮–૩૨. ISBN 0471268925.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]