લખાણ પર જાઓ

સુમિત્રા મહાજન

વિકિપીડિયામાંથી
સુમિત્રા મહાજન
લોકસભા અધ્યક્ષ
ડેપ્યુટીએમ થમ્બિદુરાઈ
પુરોગામીમીરા કુમાર
માનવ સંશાધન, સંચાર અને પેટ્રોલિયમ કેન્દ્રિય રાજ્ય મંત્રી
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
અંગત વિગતો
જન્મ (1943-04-12) 12 April 1943 (ઉંમર 81)
ચિપલુણ, મહારાષ્ટ્ર
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીજયંત મહાજન
સંતાનોબે પુત્રો
માતૃ શિક્ષણસંસ્થાઇંદોર વિશ્વવિદ્યાલય

સુમિત્રા મહાજન (જન્મ ૧૨ એપ્રિલ ૧૯૪૩)[] એ એક ભારતીય રાજકારણી છે જે ૧૬મી લોકસભાના અધ્યક્ષ છે.[] તેઓ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે. તેણી ૧૬મી લોકસભાના ત્રણ સભ્યોમાંના એક હતા જેઓ ૨૦૧૪માં આઠમી વખત લોકસભામાં ચુંટાઈ આવ્યા.[] તેઓ હાલના સૌથી લાંબા સમયગાળાથી ફરજ બજાવતા મહિલા સભ્ય છે.[] તેઓ ૧૯૮૯થી મધ્ય પ્રદેશની ઈંદોર લોકસભા બેઠક પરથી સભ્ય તરીકે ચૂંટાતા હતા.

તેઓએ કેન્દ્રિય મંત્રીપદે પણ સેવા આપી. તેઓ ૨૦૦૨ થી ૨૦૦૪ વચ્ચે માનવ સંશાધન, સંચાર અને પ્રેટ્રોલિયમ મંત્રી હતા.[] તેઓ મહિલા સદસ્યોમાં સદસ્યતા અને વય અનુસાર ૧૬મી લોકસભામાં સૌથી જ્યેષ્ઠ છે. તેઓ મીરા કુમાર બાદ લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાનાર દ્વિતીય મહિલા સદસ્ય છે. સક્રિય લોકસભા સભ્ય તરીકે મહત્ત્વની સમિતિઓના અધ્યક્ષપદે રહ્યા, ચર્ચામાં અને પ્રશ્નો પૂછવામાં પણ આગળ રહ્યા.

શરૂઆતનું જીવન અને અભ્યાસ

[ફેરફાર કરો]

તેણીનો જન્મ ચિતપાવન પરિવારમાં ઉષા અને પુરુષોત્તમ સાઠેના ઘરમાં ચિપલુણ, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમણે અનુસ્નાતક અને કાયદાના સ્નાતક ઇન્દોર વિશ્વવિદ્યાલય ખાતે મેળવી. તેમના લજ્ઞ ઇંદોરના રહેવાશી જયંત મહાજન સાથે થયા. તેમના શોખમાં વાંચન, સંગીત, નાટક અને સિનેમા સામેલ હતા. તેમને ગાયનનો પણ શોખ હતો. તેમણે જીવનમાં ૧૮મી સદીના સમાજ સુધારક અહિલ્યાબાઇ હોલ્કરને આદર્શ માન્યા છે.

રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]

૧૯૮૯માં તેમણે પ્રથમ વખત વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ ચંદ્ર શેઠી વિરુદ્ધ ચૂંટણી લડી અને જીતી ગયા. તેમણે ઇંદોર માટે ઘણી પરિયોજનાની શરૂઆત કરી જેમાં રેલવે, હવાઈ અને શહેરી વિકાશ મુખ્ય હતો. તેઓ સાદગી, પ્રમાણિકતા અને સાફ રાજકારણ માટે જાણીતા છે. તેમની કારકિર્દી સ્વચ્છ છે અને તેમણે ખાસ હિતો ધરાવતા જૂથોથી અંતર જાળવ્યું છે. તેઓ તેમના મતદાર વિસ્તારમાં તાઈ તરીકે લોકપ્રિય છે.[]

પદો સંભાળ્યા

[ફેરફાર કરો]

૧૯૮૪/૮૫: નાયબ મેયર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇંદોર

૧૯૮૯: ૯મી લોકસભામાં ચૂંટાયા

૧૯૯૦/૯૧: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સલાહકાર સમિતીના સદસ્ય, મહિલા મોરચો, ભાજપના સદસ્ય

૧૯૯૧: ૧૦મી લોકસભામાં ચૂંટાયા

૧૯૯૧/૯૨: ૭૩માં સંવિધાન સંશોધન ખરડાની સંયુક્ત સમિતિના સદસ્ય

૧૯૯૧/૯૩: સદસ્ય, બાળ કલ્યાણ મંત્રાલય સમિતિ

૧૯૯૧/૯૬: સદસ્ય, સંચાર મંત્રાલયની સલાહકાર સમિતિ

૧૯૯૨/૯૪: મધ્ય પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ

૧૯૯૫/૯૬: ભાજપ સંસદીય સમિતિના મંત્રી

૧૯૯૬: ૧૧મી લોકસભા સદસ્ય

૧૯૯૬/૯૮: ભાજપના મંત્રી, નાણાંકીય સમિતિ સદસ્ય

૧૯૯૮: ૧૨મી લોકસભા સદસ્ય

૧૯૯૮ બાદ: ભાજપના મહામંત્રી, નશાકારી દવા નિયંત્રણ સમિતિ, માનવ સંશાધન સમિતિ, શિક્ષણ સમિતિ, મહિલા સશક્તિકરણ સમિતિ, મહિલાઓને લગતા કાયદાઓની સમિતિ, સંસદ સદસ્યો વિસ્તાર વિકાશ સમિતિના સદસ્ય

૧૯૯૯: ૧૩મી લોકસભાના સદસ્ય

૧૯૯૯/૨૦૦૪: માનવ સંશાધન મંત્રાલયના રાજ્ય મંત્રી, સંચાર અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી

૨૦૦૪: ૧૪મી લોકસભાના સદસ્ય

૨૦૦૪/૦૯: સામાન્ય બાબતોની સમિતિના સદસ્ય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ સમિતિના પ્રમુખ

૨૦૦૫: ભાજપ મહિલા મોર્ચાના પ્રભારી, નાગરિક ઉડ્ડયન મંત્રાલય સલાહકાર સમિતિના સદસ્ય

૨૦૦૭/૨૦૦૯: સામાજિક ન્યાય અને સશક્તિકરણ સમિતિના પ્રમુખ

૨૦૦૯: ૧૫મી લોકસભાના સદસ્ય

૨૦૦૯/૨૦૧૪: ગ્રામ્ય વિસ્તાર વિકાસ સમિતિના પ્રમુખ, મહિલા સશક્તિકરણ સમિતિના સદસ્ય

૨૦૧૪: ૧૬મી લોકસભાના સદસ્ય

ફેબ્રુઆરી ૨૦૧૪માં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં એક જ સંસદીય ક્ષેત્રથી એક જ રાજકીય પક્ષ માટે સૌથી વધુ વખત ચૂંટણી લડનાર મહિલા તરીકે સ્થાન મળ્યું.

લોકસભા અધ્યક્ષ

[ફેરફાર કરો]

૬ જૂન ૨૦૧૪ ના રોજ સુમિત્રા મહાજન ૧૬મી લોકસભાના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયા.[] તેમણે અગાઉ અધ્યક્ષની સમિતિના સદસ્ય તરીકે લોક્સભામાં સેવા આપી.[][][૧૦] તેમણે ઓગષ્ટ ૨૦૧૫માં પાંચ દિવસ માટે ૨૫ કોંગ્રેસ સભ્યોને નિલંબિત કરવાનું કડક પગલું લીધું.[૧૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. https://india.gov.in/my-government/indian-parliament/sumitra-mahajan-tai
  2. http://timesofindia.indiatimes.com/India/Sumitra-Mahajan-elected-Lok-Sabha-Speaker/articleshow/36136781.cms
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-05-22 પર સંગ્રહિત. મેળવેલ 2018-02-27. સંગ્રહિત ૨૦૧૪-૦૫-૨૨ ના રોજ વેબેક મશિન
  4. http://daily.bhaskar.com/article/NAT-TOP-sumitra-mahajan-is-the-lady-who-scripted-history-got-her-name-recorded-in-guinne-4616589-PHO.html
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-02-27.
  6. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-02-27.
  7. http://timesofindia.indiatimes.com/India/Sumitra-Mahajan-elected-Lok-Sabha-Speaker/articleshow/36136781.cms
  8. http://www.ndtv.com/article/india/bjp-leader-sumitra-mahajan-elected-speaker-of-lok-sabha-536977
  9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2018-02-27. સંગ્રહિત ૨૦૧૪-૦૬-૦૭ ના રોજ વેબેક મશિન
  10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-17.
  11. http://www.moneycontrol.com/news/politics/speaker-sumitra-mahajan-suspends-25-congress-mps-for-5-days_2305581.html

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Political offices
પુરોગામી લોકસભાના અધ્યક્ષ
૨૦૧૪–૨૦૧૯
અનુગામી
ઓમ બિરલા