મધ્ય પ્રદેશ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગ્વાલિયરનો કિલ્લો
મધ્ય પ્રદેશ
Madhya Pradesh in India (disputed hatched).svg
લઘુ રૂપ MP
દેશ ભારત
રાજધાની ભોપાલ

મધ્ય પ્રદેશ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર ભોપાલ છે. છત્તીસગઢ રાજયની સ્થાપના પહેલાં મધ્ય પ્રદેશ ભારત દેશનું સૌથી મોટું રાજ્ય હતું. નવેમ્બર ૧, ૨૦૦૦ના દિવસે મધ્ય પ્રદેશના રાજ્યમાંથી કેટલોક ભાગ અલગ કરી છત્તીસગઢ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશ રાજ્યની સીમાઓ પર મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ રાજસ્થાન રાજ્યો આવેલાં છે.

આ રાજ્યનું સૌથી મોટું શહેર ઇન્દૌર છે. રાજ્યની કુલ વસ્તી (વસ્તીગણતરી ૨૦૦૧ મુજબ) ૬૦,૩૮૫,૯૯૮ જેટલી છે. આ રાજ્યની મુખ્ય ભાષા હિન્દી છે.

મધ્ય પ્રદેશની લોકસંસ્કૃતિઓ[ફેરફાર કરો]

મધ્ય પ્રદેશ રાજ્યમાં પાંચ લોકસંસ્કૃતિઓનો સમાવેશ થયેલો છે. આ પાંચ સાંસ્કૃતિક ક્ષેત્રો છે-

  1. નિમાડ
  2. માલવા
  3. બુંદેલખંડ
  4. બધેલખંડ
  5. ગ્વાલિયર

મધ્ય પ્રદેશ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

મધ્ય પ્રદેશ રાજ્યમાં કુલ 50 જિલ્લાઓ આવેલા છે.