અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Andaman and Nicobar Islands in India (disputed hatched).svg

આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ ભારત નો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ દ્વિપસમૂહ બંગાળની ખાડી ની દક્ષિણમાં હિંદ મહાસાગર માં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લૅર છે.

આંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓ છે આંદામાન અને નિકોબાર. ૧૯૭૪ માં નિકોબાર જિલ્લાની સ્થાપના થઇ. ૨૦૦૧ માં અંદામાનની વસ્તી ૩૧૪,૦૮૪ હતી. ભારત દેશનો સૌથી દક્ષીણે આવેલું સ્થળ ઇન્દિરા પોઇન્ટ આ દ્વિપસમૂહમાં આવેલું છે.

આંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આમાનાં ૨૬ ટાપુપર માનવ વસવાટ છે. હુગલી નદી ના મુખથી ૯૫૦ કિ.મી. ના અંતરે આવેલા છે. મ્યાનમાર ના કેપ નેગ્રેસ થી ૧૯૩ કિ.મી. દુર છે. અંદામાનથી સૌથી નજીકનું મુખ્ય ભુમિ (મેઇન લેંન્ડ)નું સ્થળ કેપ નેગ્રેસ છે.સુમાત્રા થી ૫૪૭ કિ.મી. દુર છે. ટાપુઓની હારમાળાની લંબાઇ ૩૫૨ કિ.મી. છે અને મહત્તમ પહોળાઇ ૫૧ કિ.મી. છે. આંદામાનની કુલ જમીનનું ક્ષેત્રફળ ૬૪૦૮ કિ.મી. ² છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]


ભારતનાં રાજ્યો ભારતનો રાષ્ટ્રધ્વજ
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાખંડ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડુ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ