હિમાચલ પ્રદેશ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
હિમાચલ પ્રદેશ
—  ભારતીય રાજ્ય  —
કુલુખીણમાંથી હિમાલય દર્શન


ભારતમાં હિમાચલ પ્રદેશનું સ્થાન (લાલ રંગમાં)
અક્ષાંશ-રેખાંશ ૩૧°૬′૧૨″N ૭૭°૧૦′૨૦″E / Expression error: Unrecognized punctuation character "�". Expression error: Unrecognized punctuation character "�". / ૩૧.૧૦૩૩૩; ૭૭.૧૭૨૨૨
દેશ ભારત
જિલ્લા(ઓ) ૧૨
સ્થાપના ૨૫ જાન્યુઆરી, ૧૯૭૧
રાજધાની શિમલા
સૌથી મોટું શહેર શિમલા
રાજ્યપાલ ઉર્મિલા સિંઘ
મુખ્યમંત્રી વિરભદ્ર સિંહ[૧] (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)
વિધાનમંડળ (બેઠકો) એકગૃહી (૬૮[૨])
લોકસભા મતવિસ્તાર
ઉચ્ચ ન્યાયાલય હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય
વસ્તી

• ગીચતા

૬૮,૫૬,૫૦૯ (૨૦મો) (૨૦૧૧)

• ૧૨૩ /km2 (૩૧૯ /sq mi)

માનવ વિકાસ દર  Increase 0.652 (medium) (૩જો (૨૦૧૧))
સાક્ષરતા ૮૩.૭૮% 
અધિકૃત ભાષા(ઓ) હિંદી
સ્થાનીય ભાષા(ઓ) પહાડી (કાંગડી, લાહૌલી, કિન્નોરી, ચંબ્યાલી, સિરમૌરી, બિલાસપુરી)
અન્ય ભાષા(ઓ) હિમાચલી, પહાડી
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

૫૫,૬૭૩ ચોરસ કિલોમીટર (૨૧,૪૯૫ ચો માઈલ) (૧૭મો)

• ૨,૩૧૯ મીટર (૭,૬૦૮ ફુ)

ISO 3166-2 IN-HP
જાળસ્થળ himachal.nic.in
હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ (હિંદી: हिमाचल प्रदेश [ɦɪmaːtʃəl prəd̪eːʃ] ( સાંભળો)) એ ભારત નું એક રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે. આ પર્વતોમાં બાકીના ભારતીયોને ઉનાળાના તાપથી બચાવતા વિવિધ પર્યટન સ્થળો આવેલાં છે. આ રાજ્યનું ક્ષેત્રફળ ૨૧,૪૯૫ ચો માઈલ (૫૫,૬૭૦ કિ.મી),[૩] જેટલું છે અને તેની સીમા ઉત્તરે જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ અને વાયવ્યે પંજાબ અગ્નિ દિશાએ હરિયાણા અને ઉત્તરાખંડ અને પૂર્વે તિબેટને સ્પર્શે છે.

હિમાચલ પ્રદેશ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. [૪] ૧૮૧૪-૧૮૧૬ના ગોરખા યુદ્ધ પછી બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર સત્તા પર આવી અને ત્યાં અંગ્રેજ શાસન સ્થપાયું. ભારતને સ્વાતંત્ર મળ્યા બાદ ૧૯૫૦માં હિમાચલ પ્રદેશને કેંદ્રશાસિત પ્રદેશ બનાવાયું. ૧૯૭૧ના હિમાચલ પ્રદેશ કાયદા હેઠળ તેને રાજ્યનો દરજ્જો અપાયો અને તે ભારતનું ૧૮મું રાજ્ય બન્યું. આ રાજ્યના નામનો અર્થ "હિમાલયના ખોળામાં વસેલ રાજ્ય" એવો થાય છે. આ રાજ્યનું નામ કરણ આ રાજ્યના સંસ્કૃત પંડિત આચાર્ય દિવાકર દત્ત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. [૫]

માથાદીઠ આવકમાં હિમાચલ ભારતના રાજ્યોમાં ચોથા ક્રમાંકે આવે છે. મોટા પ્રમાણમાં વહેતી બારમાસી નદીઓને કારાણે હિમાચલ પ્રદેશમાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં જળવિદ્યુત ઉત્પન્ન થાય છે, આ વિદ્યુત શક્તિને દિલ્હી, પંજાબ અને રાજસ્થાનને વેચવામાં આવે છે. હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થા જળવિદ્યુત, પ્રવાસન અને ખેતી આધારીત છે.

હિમાચલ પ્રદેશ એ સૌથી ઓછું શહેરી કરણ પામેલું રાજ્ય છે, અહીંની ૯૦% વસ્તી ગામડામાં રહે છે. જો કે શિમલા જિલ્લામાં ૨૫% વસ્તી શહેરી ક્ષેત્રમાં રહે છે. ૨૦૦૫ના ટ્રાન્સપરેન્સી ઈંટરનેશનલન સર્વેક્ષણ પ્રમાણે સૌથી ઓછું ભ્રષ્ટાચાર ધરાવતું કેરળ પછી હિમાચલ પ્રદેશ બીજી ક્રમાંકે આવતું રાજ્ય છે.[૬]

ઈતિહાસ[ફેરફાર કરો]

હિમાચલ પ્રદેશ ક્ષેત્રનો ઇતિહાસ ઈ.પૂ. ૨૨૫૦ થી ૧૭૫૦ સુધીના સિંધુ ખીણ સંસ્કૃતિ કાળ જેટલો પુરાતન છે.[૭] પ્રાગૈતિહાસિક કાળથી અહીં કોઈલી, હાલી, ડાગી, ધૌગ્રી, દસા ખાસસ અને કિરાત જેવી જાતિઓ વસવાટ કરતી હતી. વેદિક કાળમાં જનપદ તરીકે ઓળખાતા નાના રાજ્યો અહીં અસ્તિત્વમાં હતાં જેને પાછળથી ગુપ્ત રાજાઓએ જીતી લીધા. રાજ હર્ષવર્ધન હેઠળના અલ્પ શાસન પછી ફરીથી આ ક્ષેત્ર નાના રજવાડામાં વહેંચાયું જેમાં અમુક રજપૂતી રાજ્ય પણ હતાં. આ નાના રાજ્યો ઘણી હદ સુધી સ્વાતંત્ર ભોગવતાં અને દીલ્હીના સુલતાન દ્વારા તેમની પર ઘણી ચડાઈઓ કરવામાં આવી હતી.[૭] ૧૦મી સદીની શરૂઆતમાં મહંમદ ગઝની એ કાંગડા જીતી લીધું હતું. તૈમુર અને સિકંદર લોધીએ પણ આ ક્ષેત્રના તળેટી ભાગ પર ચડાઈ કરી ઘણાં કિલ્લા જીત્યા હતા. .[૭] અમુક રાજ્યોએ મોગલોનું આધિપત્ય સ્વીકારી તેમનું ખંડીયાપણું માન્ય કર્યું હતું.[૮]

સંસારચંદ (૧૭૬૫-૧૮૨૩)

૧૭૬૮માં નેપાળની સત્તા લડાયક ટોળી - ગોરખાઓના હાથમાં આવી.[૭] તેમણે પોતાનું સૈન્ય પ્રબળ કર્યું અને તેમના રાજ્યનો વિસ્તાર શરૂ કર્યો.[૭] ધીરે ધીરે તેમણે શિરમોર અને શિમલા જીતી લીધાં. અમરસિંહ થાપાના નેતૃત્વ હેઠળ ગોરખાઓએ કાંગડાને ઘેરો ઘાલ્યો. સ્થાનીય સરદારોની સહાયતા વડે તેમણે ૧૮૦૬માં સંસારચંદ કટોચને હરાવ્યો. પરંતુ ૧૮૦૯માં મહારાજ રણજીત સિંહની સત્તા હેઠળ કાંગડા કિલ્લાને તેઓ જીતી ન શક્યા. આ હાર પછી ગોરખાઓએ રાજ્યના દક્ષિણી ભાગ પર સામ્રાજ્ય વિસ્તાર શરૂ કર્યો. આને કારણે તરાઈ ક્ષેત્રમાં તેઓ બ્રિટિશ સત્તા સામે સીધા સંઘર્ષમાં ઉતર્યા. ત્યાં બ્રિટિશ સૈન્યએ તેમને સતલજ ક્ષેત્રમાંથી ખદેડી કાઢ્યા.[૭] સમય જતાં બ્રિટિશ સત્તા સર્વોપરી સત્તા તરીકે ઉભરાઈ આવી.[૭]

૧૮૪૬ના [૭]સમયના પ્રથમ શીખ-અંગ્રેજ યુદ્ધ દરમ્યાન લાહોર દરબાર હેઠળના બચેલ ક્ષેત્રમાંથી રાજા રામ સિંહે સીબાનો કિલ્લો પાછો જીતી લીધો.

બ્રિટિશ સત્તા સામે ના અસંતોષાને કારણે થયેલા ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વાતંત્ય સંગ્રામ સમયે હિમાચલ પ્રદેશના લોકો રાજનૈતિક રીતે અન્ય રાજ્યોના લોકો જેટલા સક્રીય ન હતા. [૭]બુશરના રાજા ના અપવાદ સિવાય આ ક્ષેત્રના સર્વ રાજ રજવાડાં નિષ્ક્રિય રહ્યાં હતાં.[૭] ચંબા, બિલાશપુર, ભાગલ અને ધામી જેવા રજવાડાઓએ તો આ સંગ્રામમાં બ્રિટિશ સત્તાને મદદ કરી હતી.

પથ્થરમાંથી કોતરી કાઢેલું મંદિર, મસરૂર

૧૮૫૮ના રાણીના ઢંઢેરા પછી બ્રિટિશ વસાહતો હવે બ્રિટિશ રાજસત્તાના આધિપત્ય હેઠળ આવી. બ્રિટિશ સાશન દરમ્યાન ચમ્બા, વિલાશપુર અને મંડીના રાજ્યો એ ઘણો વિકાસ કર્યો. [૭] પ્રથમ વિશ્વ વિગ્રહ સમયે આ પર્વતીય રાજના દરેક રજવાડાઓ બ્રિટિશ સત્તાને વફાદાર રહ્યા અને તેમણે બ્રિટિશ રાજ ને માનવ અને વસ્તુઓ જેવી જરૂરિયાતો પૂરી પાડી.[૭]

સ્વતંત્રતા પછી ૧૯૪૮માં હિમાચલ પ્રદેશ ( વ્યવસ્થાપન) કાયદો, ૧૯૪૮ ના અનુચ્છેદ ૩ અને ૪ હેઠળ પશ્ચિમી હિમાલયના ૨૮ રજવાડા જમીનદારો અને દક્ષિણ પંજાબ હિલ સ્ટેટના ૪ રાજ્યો ભેળવીને ૧૫ એપ્રિલ ૧૯૪૮ના દિવસે ચીફ કમીશનર હિમાચલ પ્રદેશ પ્રાંતની રચના કરવામાં આવી. ૧ એપ્રિલ ૧૯૫૪ના દિવસે બિલાસપુર રાજ્યને હિમાચલ પ્રદેશ સાથે ભેળવી દેવામાં આવ્યું. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે હિમાચલ પ્રદેશને ક્લાસ સી સ્ટેટનો દરજ્જો મળ્યો. અહીંની વિધાન સભાની ચૂંટણી ૧૯૫૨માં થઈ. ૧ નવેંબર ૧૯૫૬ના દિવસે હિમાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો.[૭] ૧૯૬૬માં ભારતીય સંસદે પંજાબ પુનઃગોઠવણી ના કાયદો પારિત કર્યો આને કારણે સિમલા, કાંગડા, લાહુલ જેવા પૂર્ન ક્ષેત્રો અને અંબાલા જીલ્લાનો નાલગઢ ક્ષેત્ર, અંબ, લોહરા, ઉનાકાનુંગો જીલ્લો, સંતોખગઢકાનુંગોનો અમુક ક્ષેત્ર હોશિયાર પુર જીલ્લાનો અમુક ક્ષેત્ર, ધાર કાલન કાનુંગો આદિને હિમાચલ પ્રદેશ સાથે ભેળવી દેવામાં આવ્યા. ૧૮ ડિસેંબર ૧૯૭૦ના દિવસે હિમાચલ પ્રદેશ કાયદો પારિત કરી ૨૫ જાન્યુઆરી ૧૯૭૧ ના દિવસે હિમચલ પ્રદેશ ભારતનું ૧૮મું રાજ્ય બન્યું.[૭]

ભૂગોળ અને આબોહવા[ફેરફાર કરો]

કી ગોમ્પા અને પૃસ્ઠભૂમીમાં વહેતી સ્પીતી નદી.
ખજીઆરનું દ્રશ્ય - ઉનાળો
Climate
તાપમાન  (સંદર્ભ આપો)
• સરાસરી શિયાળુ ૭ °સે (૪૫ °ફૅ)
• સરાસરી ઉનાળુ ૨૮ °સે (૮૨ °ફૅ)
વરસાદ ૧,૪૬૯ મિ.મી (૫૭.૮ ઇં)
એશિયાઈ પેરેડાઈસ ફ્લાયકેચર - કુલુ
શિમલના પક્ષી ઉદ્યાનમાં હિમાલયન મોનલ

હિમાચલ પ્રદેશ એ પશ્ચિમિ હિમાલયમાં વસેલું એક પર્વતીય રાજ્ય છે. તેનું ક્ષેત્રફળ ૫૫,૬૭૩ કિલોમીટર (૩૪,૫૯૪ મા)[૩] જેટલું છે.

હિમ નદીઓ અને નદીઓ હિમાચલ પ્રદેશની પ્રાકૃતિક નિતારણ વ્યવસ્થા બનાવે છે. અહીંની નદીઓ સમગ્ર પર્વત માળાઓમાંથી તાણાવાણ સ્વરૂપે વહે છે. ગંગા અને સિંધુ આ બન્ને નદીના ખીણ પ્રદેશને પાણી પુરવઠો આપે છે.[૯] ચંદ્રભાગા કે ચિનાબ, રાવી, બીયાસ સતલજ અને યમુના નદી મળીને અહીંની જલનિતારણ બનાવે છે. આ નદીઓમાં આખું વરસ પાણી રહે છે અને વરસાદ તથા બરફ પીગળવાથી તેમાં પાણીની પુરવઠો કાયમ રહે છે.[૯] હિમાચલ પ્રદેશમાં ભૂપૃષ્ઠની ઊંચાઈમાં ઘણો મોટો તફાવત હોવાથી અહીં વિવિધ સ્થળોની આબોહવા પણ વિવિધ પ્રકારની છે. દક્ષિણ તરફના પ્રદેશમાં સમષીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય વાતાવરણ હોય છે. ઉત્તર અને પૂર્વ તરફના ક્ષેત્રો વધુ ઉંચાઈએ આવેલા હોવાથી અહીં ઠંડુ, શંકુદ્રુમ અને બરફીલું હવામાન જોવા મળે છે.[૧૦] આ પ્રદેશમાં ધર્મશાલા જેવા ક્ષેત્રો છે જે ખૂબ વર્ષા ધરાવે છે અને તેથી વિપરિત લાહૌલ અને સ્પીતી જેવા ક્ષેત્રો પણ છે કે જે અત્યંત ઠંડા અને વર્ષા રહિત છે. મોટાભાગે હિમાચલ પ્રદેશમાં ત્રણ ઋતુઓ જોવા મળે છે: ઉનાળો, શિયાળો અને ચોમાસું. ઉનાળો મધ્ય એપ્રિલ થી શરૂ થઈ જૂનના અંત સુધી રહે છે. શંકુદ્રુમ ક્ષેત્રો સિવાયના દરેક ક્ષેત્રો ખૂબ ગરમી અનુભવે છે. ઉનાળામાં અહીંનું સરાસરી તાપમાન ૨૮ થી ૩૨ °સે (૮૨ થી ૯૦ °ફૅ) જેટલું હોય છે. નવેંબરથી માર્ચ મહિના દરમ્યાન અહીં શિયાળો હોય છે. શંકુદ્રુમ ક્ષેત્રોમાં (સામાન્ય રીતે ૨,૨૦૦ મીટર (૭,૨૧૮ ફુ) થી વધુ ઉંચાઈ ધરાવતા ક્ષેત્રોમાં, એટલેકે ઉચ્ચ અને ટ્રાંસ-હિમાયલયન ક્ષેત્રોમાં). હિમવર્ષા પણ થાય છે.

હિમાચલ પ્રદેશ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

આ રાજ્યમાં કુલ ૧૨ જિલ્લાઓ આવેલા છે.

શિમલા એ હિમાચલ પ્રદેશની રાજધાની છે. શિમલા એ પહેલાં ભારતના બ્રિટિશ રાજની ઉનાળુ રાજધાની હતી.

જિલ્લોએ રાજ્યનું એક પ્રશાસનિક ક્ષેત્ર છે. જિલ્લાના પ્રમુખ અધિકારી ડૅપ્યુટી કમિશનર કે જિલ્લા મેજીસ્ટ્રેટ હોય છે. આ અધિકારી ભારતીય પ્રશાસનિક સેવા (IAS)નો અધિકારી હોય છે. ડૅપ્યુટી કમિશનર કે જિલ્લા મેજીસ્ટ્રેટના હાથ નીચે હિમાચલ પ્રશાસનિક સેવા કે હિમાચલની અન્ય રાજ સેવાના અન્ય અધિકારીઓ કાર્યરત્ હોય છે. દરેક જિલ્લાને પેટા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે જેના વડા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હોય છે. સબ ડિવિઝનને બ્લોકમાં વિભાજીત કરાય છે. બ્લોકમાં વિવિધ પંચાયતો અને નગર પાલિકાઓ હોય છે. કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી ભારતીય પોલીસ સેવાના અધિકારી સંભાળે છે. તેમની નીચે હિમાચલ પોલીસ સેવાના અધિકારીઓ હોય છે.

પ્રાણી અને વન્ય સંપત્તિ[ફેરફાર કરો]

૨૦૦૩ના ભારતીય વન સર્વેક્ષણ અનુસાર હિમાચલ પ્રદેશની ૬૬.૫૨% જમીન પર કાયદાકિય રીતે વ્યાખ્યાયીત જંગલો છે. જો કે વૃક્ષાચ્છાદિત ક્ષેત્ર માત્ર ૨૫.૭૮% છે.[૧૧] જમીનની ઉંચાઈ અને વરસાદને આધારે અહીં હરિયાળીની વિવિધતા જોવા મળે છે.

હિમાચલ પ્રદેશનો દક્ષીણી ભાગ ઓછી ઉંચાઈએ આવેલો છે. અહીં ઉષ્ણ કટિબંધના અને સમષીતોષ્ણ કટિબંધના શુષ્ક તેમજ આર્દ્ર પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોના વનો જોવા મળે છે[૧૧]. હરિયાણાની ઉત્તર પ્રદેશ સાથેની સીમાના ક્ષેત્રોમાં વાયવ્યના કાંટાળા છોડવાનાં જંગલો છે જે શુષ્ક પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોના વનના ઉદાહરણ છે જ્યારે અગ્નિ દિશામાં ગંગાના ઉપરવાસના મેદાનોમાં આર્દ્ર પાનખરના જંગલો આવેલાં છે. અહીં સાલ અને સીસમનાં વૃક્ષો જોવા મળે છે.

જેમ જેમ ભૂપૃષ્ઠની ઉંચાઈ વધતી જાય છે તેમ તેમ વિવિધ પ્રકારના જંગલો જોવા મળે છે જેમ કે પશ્ચિમ હિમાલયન પહોળા પાન ધરાવતા વૃક્ષોના જંગલો, હિમાલયન સમશિતોષ્ણ શંકુદ્રુમ જંગલો વગેરે. પહોળા પાંદડાવાળા વૃક્ષો ધરાવતા જંગલોમાં સદાહરિત ઓકના વૃક્ષો જોવા મળે છે જ્યારે પાઈનના જંગલોમાં ચીર પાઈન પ્રમુખ પણે જોવા મળે છે. વૃક્ષાંત-રેખાની બાજુએ પશ્ચિમ હિમાલયન ઉપ-અલ્પાઈન શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. જેમાં પૂર્વી હિમાલયન ફર, પશ્ચિમી હિમાલયન સ્પ્રુસ, દેવદાર અને ભૂરા પાઈનના વૃક્ષો જોવા મળે છે

મહત્તમ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં ઈશાન દિશામાં પશ્ચિમ હિમાલયન આલ્પાઈન ઝાંખરા અને ઘાસના મેદાનો અને વાયવ્ય ક્ષેત્રોમાં વાયવ્યી હિમાલયન આલ્પાઈન ઝાંખરા અને ઘાસના મેદાનો જોવામળે છે.

અહીંના વૃક્ષો ખૂજ મજબૂત હોય છે. તેમના મૂળનો વિસ્તાર ઘણો મોટો હોય છે. એલ્ડર, બર્ચ, ર્‌હોડેનડ્રોન અને આર્દ્ર આલ્પાઅન ઝાંખરા અહીંની સ્થાનીય વનસ્પતિ છે. માર્ચથી મેના કાળ દરમ્યાન શિમલા તરફ ટેકરીઓના ઢોળાવ પર ર્‌હોડેનડ્રોન જોવા મળે છે. ઝાંખર ભૂમિ અને ઘાસના મેદાનો બાદ વધુ ઉંચાઈએ ખડકાળ અને હિમ્ચ્છાદિત ટેકરીઓ શરૂ થાય છે.

હિમાચલ ક્ષેત્રને દેશની ફળોની ટોપલી કહેવામાં આવે છે. અહીં ઘણા મોટા પ્રમાણમાં ફળોના બગીચા આવેલાં છે. ટૅકરીના ઢોળાવ પર ઘાસના મેદાનો અને ગોચર જમીન જોવા મળે છે. શિયાળા પછી ફળોના બગીચા અને ટેકરીઓના ઢોળાવ પરના વૃક્ષો પર ફુલો ખીલી નીકળે છે. અહીં ગુલાબ, ચ્રીસેન્થેમમ, તુલીપ અને લીલીની ખેતી પણ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશને વિશ્વની ફુલછાબ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે.

હિમાચલ પ્રદેશમાં પક્ષીઓની ૧૨૦૦ અને પ્રાણીઓની ૩૫૯ પ્રજાતિઓ મળી આવે છે. તેમાં દીપડો, હિમ દીપડો (રાજ પ્રાણી), ઘોરલ, કસ્તુરી મૃગ અને પશ્ચિમી ટ્રગોપન નો સમાવેશ થાય છે. અહીં ૨ મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયાર્ણ્યો આવેલા છે. કુલુ જિલ્લામાં ધ ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જેની રચના હિમાલયની મુખ્ય વન્ય અને પ્રાણી સંપત્તિના સંવર્ધન માટે કરવમાં આવી હતી. હિમ ક્ષેત્રની વન્ય અને પ્રાની સૃષ્ટીના સંવર્ધન માટે પીન વેલી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી છે.

સરકાર[ફેરફાર કરો]

શિમલામાં ટાઉન હોલ

હિમાચલ પ્રદેશની વિધાન સભાનો કોઈ સંવિધાનની રચના પહેલાનો કોઈ ઇતિહાસ નથી. આ રાજ્યની સ્થાપના જ સ્વાતંત્રય પ્રાપ્તિ પછી થઈ છે. આની સ્થાપના ૧૫ એપ્રિલ ૧૯૪૮ના દિવસે ૩૦ રજવાડાઓનું એકીકરણ કરીને, કેન્દ્રીય પ્રશાશનિક ક્ષેત્ર તરીકે કરવામાં આવી. [૧૨]

હિમાચલ પ્રદેશમાં ભારતના અન્ય રાજ્યોની જેમ પ્રતિનિધિક સંસદીય લોકશાહી છે. અહીં સર્વ નાગરિકોને મતાધિકાર નો હક્ક હોય છે. લોકોદ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિની વિધાન સભા હોય છે. આ સભ્યો પોતાનામાંથી એક સ્પીકર અને એક ડેપ્યુટી સ્પીકર ચૂંટી કાઢે છે જેઓ વિધાન સભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે.


હિમાચલ પ્રદેશનું ન્યાયતંત્ર હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય અને નીચલા ન્યાયાલયો મળીને બનેલું છે. રાજ્યના સંવૈધાનિક વડા રાજ્યપાલ હોય છે તેમના હક્કો નામ માત્રના હોય છે. ખરા કાર્યકારી અધિકાર મુખ્ય મંત્રી અને મંત્રી મંડળ ધરાવે છે. રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.

The leader of the party or coalition with a majority in the Legislative Assembly is appointed as the Chief Minister by the Governor, and the Council of Ministers are appointed by the Governor on the advice of the Chief Minister. The Council of Ministers reports to the Legislative Assembly. The Assembly is unicameral with 68 Members of the Legislative Assembly (MLA).[૧૩] Terms of office run for 5 years, unless the Assembly is dissolved prior to the completion of the term. Auxiliary authorities known as panchayats, for which local body elections are regularly held, govern local affairs.

Governments have seen alternates between Bharatiya Janata Party (BJP) and Indian National Congress (INC), no third front ever has become significant. In 2003, the state legislative assembly was won by the Indian National Congress and Virbhadra Singh was elected as the chief minister of the state. In the assembly elections held in December 2007, the BJP secured a landslide victory. The BJP won 41 of the 68 seats while the Congress won only 23 of the 68 seats. BJP's Prem Kumar Dhumal was sworn in as Chief Minister of Himachal Pradesh on 30 December 2007.

In the assembly elections held in November 2012, the Congress secured an absolute majority.[૧૪] The Congress won 36 of the 68 seats while the BJP won only 26 of the 68 seats. Virbhadra Singh was sworn-in as Himachal Pradesh's Chief Minister for a record sixth term in Shimla on 25 December 2012. Virbhadra Singh who has held the top office in Himachal five times in the past, was administered the oath of office and secrecy by Governor Urmila Singh at an open ceremony at the historic Ridge Maidan in Shimla.[૧૫]


 1. [૧][dead link]
 2. "Himachal Pradesh Vidhan Sabha". Hpvidhansabha.nic.in. 18 April 2011. Retrieved 15 June 2011. 
 3. ૩.૦ ૩.૧ "Statistical Facts about India". indianmirror.com. Retrieved 26 October 2006. 
 4. Singh 2000, p. 1.
 5. http://www.princeton.edu/~achaney/tmve/wiki100k/docs/Himachal_Pradesh.html.  Missing or empty |title= (help)
 6. "India Corruption Study". Transparency International. 2005. p. 11. Retrieved 29 May 2007. 
 7. ૭.૦૦ ૭.૦૧ ૭.૦૨ ૭.૦૩ ૭.૦૪ ૭.૦૫ ૭.૦૬ ૭.૦૭ ૭.૦૮ ૭.૦૯ ૭.૧૦ ૭.૧૧ ૭.૧૨ ૭.૧૩ "History of Himachal Pradesh". National informatics center, Himachal Pradesh. Retrieved 31 March 2008. [dead link]
 8. Verma 1995, pp. 28–35, Historical Perspective.
 9. ૯.૦ ૯.૧ "Rivers in Himachal Pradesh". Suni Systems (P). Retrieved 28 April 2006. 
 10. "Climate of Himachal Pradesh". himachalpradesh.us. Retrieved 26 October 2006. 
 11. ૧૧.૦ ૧૧.૧ Himachal Pradesh Forest Department. "The Forests". National Informatics Center, Himachal Pradesh. Retrieved 3 April 2008. [dead link]
 12. "Himachal Pradesh (gov) Introduction". National informatics center. Computer Centre, Lok Sabha Secretariat. Retrieved 3 May 2007. 
 13. "Legislative Assembly". Legislative Bodies in India. National Informatics Centre. Retrieved 28 October 2006. 
 14. "Congress gets absolute majority in Himachal". The Statesman. Retrieved 20 December 2012. [dead link]
 15. . http://www.indianexpress.com/news/virbhadra-singh-to-take-oath-as-himachal-pradesh-cm/1049981/.