સ્નેહલતા

વિકિપીડિયામાંથી
સ્નેહલતા
જન્મમુંબઈ Edit this on Wikidata

સ્નેહલતા એ એક ભારતીય અભિનેત્રી છે.

જીવન[ફેરફાર કરો]

સ્નેહલતાનો જન્મ મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો. શરૂઆત મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનયથી કરી. સૌપ્રથમ ૧૯૬૭માં રામરાજ્ય નામની હિન્દી ફિલ્મમાં તક મળી હતી. પછી ગુજરાતી સિનેમામાં આવ્યા. ગુજરાતી ફિલ્મોમાં ૭૦ અને ૮૦ના દાયકામાં ખુબ જ સફળ અને લોકપ્રિય અભિનેત્રી રહ્યા હતા. એમની અને ઉપેન્દ્ર ત્રિવેદી તેમ જ નરેશ કનોડિયાની જોડીએ ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી.[૧][૨][૩][૪]

તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય તેમ જ મહેમાન કલાકાર તરીકે અભિનય કર્યા છે.[૨]

સ્નેહલતા હવે મુંબઈમાં એમના પેડર રોડ પર આવેલા નિવાસે નિવૃત્ત જીવન ગાળે છે. તેમની દીકરી તબીબ છે.[૫][૨]

ચલચિત્રો[ફેરફાર કરો]

વર્ષ ચલચિત્ર ભાષા નોંધ/સાથી કલાકાર
૧૯૬૭ રામરાજ્ય હિન્દી
નાટક [૩]
હોથલ પદમણિ ગુજરાતી
હરિશ્ચંદ્ર તારામતી
હિરણને કાંઠે નરેશ કનોડિયા
મેરૂ માલણ નરેશ કનોડિયા
ઢોલા મારૂ નરેશ કનોડિયા, જયશ્રી ટી
મોતી વેરાણા ચોકમાં નરેશ કનોડિયા
પાલવડે બાંધી પ્રીત નરેશ કનોડિયા, જયશ્રી ટી
તમે રે ચંપો ને અમે કેળ નરેશ કનોડિયા, રાગિણી
સાયબા મોરા નરેશ કનોડિયા, કિરણકુમાર સાથે
મારે ટોડલે બેઠો મોર નરેશ કનોડિયા
ઢોલી નરેશ કનોડિયા
ઝુલણ મોરલી નરેશ કનોડિયા અને શ્રીપ્રદા
પારસ પદમણી નરેશ કનોડિયા, રાજીવ સાથે
પંખીડા ઓ પંખીડા નરેશ કનોડિયા
ઉજળી મેરામણ નરેશ કનોડિયા
શેરને માથે સવાશેર નરેશ કનોડિયા, દિપક ઘીવાળા સાથે
મેરૂ મુળાંદે નરેશ કનોડિયા
સાજણ તારા સંભારણા નરેશ કનોડિયા
લખતરની લાડી ને વિલાયતનો વર નરેશ કનોડિયા, હિતુ કનોડિયા
ઢોલામારુ નરેશ કનોડિયા, રાજસ્થાની

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "નરેશ કનોડિયા ગુજરાતી હીરોઇનોની નજરે". BBC News ગુજરાતી. 2020-10-28. મેળવેલ 2021-12-29.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "સ્નેહલતાઃ ગુજરાતી ફિલ્મોનો સંમોહક ચહેરો". દિવ્ય ભાસ્કર. 2019-01-01.
  3. ૩.૦ ૩.૧ "Snehlata became his heroine in Subhash Ghais Hindi film Natak | સ્નેહલતા હિન્દી ફિલ્મ નાટકમાં સુભાષ ઘઈનાં હિરોઇન બન્યાં હતાં!". www.gujaratimidday.com. 2020-01-01. મેળવેલ 2024-03-02.
  4. "70થી 80ના દાયકામાં ગુજરાતી ફિલ્‍મોમાં ગામડાની ગોરીથી જાણીતી થયેલી અભિનેત્રી સ્‍નેહલતા મુળ મરાઠી". www.akilanews.com. મેળવેલ 2024-03-02.
  5. "તમને કહીએ કે આ લેડી સ્નેહલતા છે તો માનશો?". મિડ ડે ગુજરાતી. ૩૧ જાન્યુઆરી ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]