હિમેશ રેશમિયા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
હિમેશ રેશમિયા

પૂર્વભૂમિકા
જન્મ નામ હિમેશ રેશમિયા
હુલામણું નામ હિમેશ
જન્મ ૨૩ જુલાઇ, ૧૯૭૩
ભાવનગર, ભારત
મૂળ ગુજરાત
સંગીત શૈલી ભારતીય ફીલ્મ, સુગમ સંગીત, સૂફી, રોક
વ્યવસાય સંગીતકાર, ગાયક, અભિનેતા, નિર્માતા
વાદ્ય ગિટાર, ડ્રમ, ઢોલક, બોન્ગો, તબલા
વર્ષ સક્રીય ૧૯૯૧ - હાલ
લેબલ ટી-સીરીઝ
સંબંધીત પ્રદર્શન સા રે ગ મ પ ચેલેન્જ ૨૦૦૫
સા રે ગ મ પ ચેલેન્જ ૨૦૦૭
સા રે ગ મ પ ચેલેન્જ ૨૦૦૯
(ઝી ટીવી)
મ્યુઝીક કા મહા મુકાબલા
(સ્ટાર પ્લસ)


હિમેશ રેશમિયા (હિન્દી-हिमेश रेशम्मिया), જન્મ: ૨૩ જુલાઇ, ૧૯૭૩ [૧][૨] એ ભારતીય સંગીત નિર્દેશક, સંયોજક, પાર્શ્વગાયક અને અભિનેતા છે.

સંગીત અને ફિલ્મ કારકિર્દી[ફેરફાર કરો]

હિમેશ રેશમિયા નો જન્મ ભારતનાં ગુજરાત રાજ્યનાં ભાવનગરમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયેલો. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીત નિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ તેરે નામથી તેને પ્રથમ સફળતા મળી. ત્યાર બાદ, રજુ થયેલ આશિક બનાયા આપને ફિલ્મથી તેને ગાયક તરીકે સફળતા મળી. તેના ગીતો જેવાં કે તેરા સુરૂર, ઝરા ઝૂમ ઝૂમ અને તનહાઇયાં ખુબ જ સફળ થયાં. ત્યાર બાદ તેણે અભિનયની શરૂઆત કરી. અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી સફળ થઇ, પણ ત્યાર પછી આવેલ બે ફિલ્મોએ સારો દેખાવ ન કર્યો.


ઑગસ્ટ ૨૦૧૦માં, ઘોષણા કરાઈ હતી કે હિમેશ રેશમિયાના અંગ્રેજી સંગીત આલ્બમનું ચિત્રીકરણ જાણીતા વિડીઓ ડારયરેક્ટર રોમન વ્હાઈટ કરશે અને તેમનું આલ્બમ માર્ચ ૨૦૧૧ માં ૧૨૨ દેશોમાં એકસાથે પ્રસિદ્ધ થશે. તેઓ વેમ્બલી અરિનાઅને એમ્સટરડેમના હેનીકેન સંગીત હોલમાં પ્રદર્શન કરનાર પ્રથમ ભારતીય ગાયક બન્યાં.[૩]

ટેલિવિઝન[ફેરફાર કરો]

સંગીત નિર્દેશક બનતાં પહેલા, હિમેશે ઝી ટીવી માટે 'અમર પ્રેમ અને અંદાઝ સહીત અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કર્યુ. આ બન્ને શ્રેણીઓનાં ટાઇટલ ગીતમાં પણ તેણે સંગીત આપ્યું. ઝી ટીવી ની સા રે ગ મ પ ચેલેન્જ રાઉન્ડમાં નિર્ણાયક અને સંવર્ધક તરીકે તેમણે કાર્ય કર્યું. ૨૦૦૭ની શ્રેણીમાં તેઓ વિજયી રહ્યાં.

આલોચના અને વિવાદો[ફેરફાર કરો]

અભિનેતા તરીકેની તેની પ્રથમ ફિલ્મ આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરીમાં હિમેશે બૉની કપૂરની સુચિત ફિલ્મ મિલેંગે મિલેંગેમાંથી એક ગીત તનહાઇયાં ઉમેર્યુ.[૪] પ્રારંભમાં હિમેશે તે ગીત બૉની કપૂરની ફિલ્મ માટે તૈયાર કર્યુ હતું, પરંતુ પછી તેણે તેને પોતાની ફિલ્મમાં વાપરવાનું નક્કી કર્યુ. આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરીનાં અધિકારો ટી-સિરિઝ પાસે જવાથી ટિપ્સ, કે જેની પાસે મિલેંગે મિલેંગેનાં સંગીત અધિકારો હતાં, હિમેશ રેશમિયા પર નકલ અધિકાર ભંગનો આરોપ મુક્યો.[૫] જોકે, હિમેશે એમ કહી પોતાનો બચાવ કર્યો કે આ ગીત તેણે બૉની કપુરને સંભળાવ્યું હતું, પણ તેનો મિલેંગે મિલેંગેમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તેણે એવો દાવો પણ કર્યો હતો કે આ બાબતમાં તે સાત મહિના સુધી બૉનીના સંપર્કમાં હતો, છતાં કોઇ પરિણામ ન આવવાને કારણે તેણે તે ગીત પોતાની ફિલ્મમાં લેવાનુ નક્કી કર્યુ હતું.[૬] આખરે, હિમેશે માફી માગ્યા બાદ જુન ૨૦૦૭માં તેઓ વચ્ચે સમાધાન થયું.[૭]

પૂરસ્કારો અને નામાંકનો[ફેરફાર કરો]

હિમેશે ૨૦૦૬માં આશિક બનાયા આપને માટે ફિલ્મફૅર શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક પુરસ્કાર જીત્યો. સંગીત નિર્દેશન માટે પણ તેણે ઘણાં નામાંકનો મેળવ્યા છે.[૮]

અંગત જીવન[ફેરફાર કરો]

૨૧ વર્ષની ઉંમરે હિમેશે કોમલ સાથે લગ્ન કર્યા. તેમને સ્વયમ નામે એક પુત્ર છે, જે ૧૯૯૬ અથવા ૧૯૯૭માં જન્મેલ છે.[૯] તેમનાં માતા-પિતા સહિત આખું કુટુંબ જાહેર માધ્યમોથી દુર રહે છે.[૯]

ડિસ્કોગ્રાફી[ફેરફાર કરો]

  • આપ કા સુરૂર (પોતાનું પ્રથમ આલ્બમ) - જાન્યુઆરી ૨૦૦૬
  • "ઍટ ધ એજ" 2007

ફિલ્મોની યાદી[ફેરફાર કરો]

સંગીતકાર તરીકે[ફેરફાર કરો]

  • અ ન્યુ લવ લિસ્ટરી (૨૦૧૧)
  • ઇશ્ક અનપ્લગ્ડ (મે ૨૦૧૧)
  • કજરારે (૧૫ નવેમ્બર ૨૦૧૦)
  • મિલેગેં મિલેગેં (૯ જુલાઇ ૨૦૧૦)
  • રેડિયો (૩ ડિસેમ્બર ૨૦૦૯)
  • દશાવતારમ્ (૧૭ એપ્રિલ ૨૦૦૯)
  • કર્ઝ (૧૭ ઑક્ટોબર ૨૦૦૮)
  • માય નેમ ઇઝ એન્થોની ગોન્સાલ્વિસ (૧૧ જાન્યુઆરી ૨૦૦૮) (એક ગીત)
  • દશાવતારમ્ (૧૩ જુન ૨૦૦૮) તમિલ
  • બોમ્માલત્તમ (૨૦૦૭) (તમિલ)
  • વેલકમ (૨૧ ડિસેમ્બર ૨૦૦૭) (બે ગીતો)
  • ફિઅર (૨૦૦૭)
  • નન્હે જૈસલમેર (૧૪ સપ્ટેમ્બર ૨૦૦૭)
  • ડાર્લિંગ (૭ સપ્ટેમ્બર ૨૦૦૭) (એક ગીત)
  • આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી (૨૯ જુન ૨૦૦૭)
  • અપને (૨૯ જુન ૨૦૦૭)
  • ફૂલ એન્ડ ફાઇનલ (૧ જુન ૨૦૦૭)
  • ગૂડ બૉય બૅડ બૉય (૧૧ મે ૨૦૦૭)
  • શાકાલાકા બૂમ બૂમ (૬ એપ્રિલ ૨૦૦૭)
  • નમસ્તે લંડન (૨૩ માર્ચ ૨૦૦૭)
  • રેડ: ધ ડાર્ક સાઇડ (૯ માર્ચ ૨૦૦૭)
  • નેહલે પે દેહલા (૨ માર્ચ ૨૦૦૭) (એક ગીત)
  • રૉકી - ધ રેબેલ (૨૨ સપ્ટેમ્બર ૨૦૦૬)
  • દિલ દિયા હૈ (૮ સપ્ટેમ્બર ૨૦૦૬)
  • આપ કી ખાતિર (૨૫ ઑગસ્ટ ૨૦૦૬)
  • આહિસ્તા આહિસ્તા (૧૮ ઑગસ્ટ ૨૦૦૬)
  • એન્થોની કૌન હૈ (૪ ઑગસ્ટ ૨૦૦૬)
  • ચુપ ચુપ કે (૯ જુન ૨૦૦૬)
  • ફિર હેરાફેરી (૯ જુન ૨૦૦૬)
  • ટૉમ ડીક એન્ડ હૅરી (૧૨ મે ૨૦૦૬)
  • ૩૬ ચાઇના ટાઉન (૫ મે ૨૦૦૬)
  • હમ કો દિવાના કર ગયે (૧૪ એપ્રિલ ૨૦૦૬)
  • બનારસ - અ મિસ્ટીક લવ સ્ટોરી (૬ એપ્રિલ ૨૦૦૬)
  • અક્સર (૩ ફેબ્રુઆરી ૨૦૦૬)
  • શાદી સે પેહલે (૬ એપ્રિલ ૨૦૦૬)
  • અન્જાને - ધ અનનોન (૩૦ ડિસેમ્બર ૨૦૦૫)
  • વાહ! લાઇફ હો તો ઐસી (૨૩ ડિસેમ્બર ૨૦૦૫)
  • ક્યોં કી (૨ નવેમ્બર ૨૦૦૫)
  • કોઇ આપ સા (૧૪ ઓક્ટોબર ૨૦૦૫)
  • આશિક બનાયા આપને (૨ સપ્ટેમ્બર ૨૦૦૫)
  • ઇકબાલ (૨૬ ઑગસ્ટ ૨૦૦૫) (એક ગીત)
  • મૈંને પ્યાર ક્યું કિયા (૧૫ જુલાઇ ૨૦૦૫)
  • સિલસિલે (૧૭ જુન ૨૦૦૫)
  • યકીન (૧ જુન ૨૦૦૫)
  • મૈં ઐસા હી હું (૭ મે ૨૦૦૫)
  • કુછ મીઠા હો જાયે (૧૫ એપ્રિલ ૨૦૦૫)
  • બ્લૅકમૈલ (૨૮ જાન્યુઆરી ૨૦૦૫)
  • ઇન્સાન (૧૪ જાન્યુઆરી ૨૦૦૫)
  • વાદા (૭ જાન્યુઆરી ૨૦૦૫)
  • દિલ માંગે મોર (૩૧ ડિસેમ્બર ૨૦૦૪)
  • આબરા કા ડાબરા (૨૪ ડિસેમ્બર ૨૦૦૪)
  • ઐતરાઝ (૧૨ નવેમ્બર ૨૦૦૪)
  • શુક્રિયા (૮ ઑક્ટોબર ૨૦૦૪)
  • દિલ ને જિસે અપના કહા (૧૦ સપ્ટેમ્બર ૨૦૦૪)
  • ટારઝન: ધ વન્ડર કાર (૬ ઓગસ્ટ ૨૦૦૪)
  • જુલી (૨૩ જુલાઇ ૨૦૦૪)
  • રન (૧૪ મે ૨૦૦૪)
  • બરદાશ્ત (૨૩ એપ્રિલ ૨૦૦૪)
  • તુમ – અ ડેન્જરસ ઓબ્સેશન (૨૦ ફેબ્રુઆરી ૨૦૦૪)
  • ઇશ્ક હૈ તુમસે (૨ જાન્યુઆરી ૨૦૦૪)
  • ઝમીન (૨૬ સપ્ટેમ્બર ૨૦૦૩)
  • તેરે નામ (૧૫ ઑગસ્ટ ૨૦૦૩)
  • ચુરા લિયા હૈ તુમને (૨૧ માર્ચ ૨૦૦૩)
  • ચલો ઇશ્ક લડાયે (૨૭ ડિસેમ્બર ૨૦૦૨)
  • યે હૈ જલવા (૨૬ જુલાઇ ૨૦૦૨)
  • હમરાઝ (૫ જુલાઇ ૨૦૦૨)
  • ક્યા દિલ ને કહા (૨૮ જુન ૨૦૦૨)
  • આમદની અઠન્ની ખર્ચા રુપૈયા (૨૧ ડિસેમ્બર ૨૦૦૧)
  • જોડી નં.૧ (૧૩ એપ્રિલ ૨૦૦૧)
  • કહીં પ્યાર ના હો જાયે (૧૭ નવેમ્બર ૨૦૦૦)
  • કુરુક્ષેત્ર (૧૦ નવેમ્બર ૨૦૦૦)
  • દુલ્હન હમ લે જાયેંગે (૧૫ જાન્યુઆરી ૨૦૦૦)
  • હેલો બ્રધર (૧૦ સપ્ટેમ્બર ૧૯૯૯)
  • બંધન (૨ ઓક્ટોબર ૧૯૯૮)
  • પ્યાર કિયા તો ડરના ક્યા (૨૭ માર્ચ ૧૯૯૮)

બૅકગ્રાઉન્ડ સંગીત સંયોજક તરીકે[ફેરફાર કરો]

  • કુરુક્ષેત્ર (૧૦ નવેમ્બર ૨૦૦૦)

ગાયક તરીકે[ફેરફાર કરો]

  • મી. ફ્રોડ (૨૦૧૧)
  • મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે (૨૦૧૧)
  • અ ન્યુ લવ લિસ્ટરી (૨૦૧૧)
  • ઇશ્ક અનપ્લગ્ડ (મે ૨૦૧૧)
  • કજરારે (૨૦૧૦)
  • મિલેગેં મિલેગેં (૯ જુલાઇ ૨૦૧૦)
  • રેડિયો (૩ ડિસેમ્બર ૨૦૦૯)
  • કર્ઝ (૧૭ ઑક્ટોબર ૨૦૦૮)
  • દશાવતારમ્ (૧૩ જુન ૨૦૦૮) તમિલ
  • વેલકમ (૨૧ ડિસેમ્બર ૨૦૦૭)
  • ફિઅર (૨૦૦૭)
  • નન્હે જૈસલમેર (૧૪ સપ્ટેમ્બર ૨૦૦૭)
  • ડાર્લિંગ (૭ સપ્ટેમ્બર ૨૦૦૭)
  • આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી (૨૯ જુન ૨૦૦૭)
  • અપને (૨૯ જુન ૨૦૦૭)
  • ફૂલ એન્ડ ફાઇનલ (૧ જુન ૨૦૦૭)
  • ગૂડ બૉય બૅડ બૉય (૧૧ મે ૨૦૦૭)
  • શાકાલાકા બૂમ બૂમ (૬ એપ્રિલ ૨૦૦૭)
  • નમસ્તે લંડન (૨૩ માર્ચ ૨૦૦૭)
  • રેડ: ધ ડાર્ક સાઇડ (૯ માર્ચ ૨૦૦૭)
  • નેહલે પે દેહલા (૨ માર્ચ ૨૦૦૭)
  • રૉકી - ધ રેબેલ (૨૨ સપ્ટેમ્બર ૨૦૦૬)
  • દિલ દિયા હૈ (૮ સપ્ટેમ્બર ૨૦૦૬)
  • આપ કી ખાતિર (૨૫ ઑગસ્ટ ૨૦૦૬)
  • આહિસ્તા આહિસ્તા (૧૮ ઑગસ્ટ ૨૦૦૬)
  • એન્થોની કૌન હૈ (૪ ઑગસ્ટ ૨૦૦૬)
  • ચુપ ચુપ કે (૯ જુન ૨૦૦૬)
  • ફિર હેરાફેરી (૯ જુન ૨૦૦૬)
  • ટૉમ ડીક એન્ડ હૅરી (૧૨ મે ૨૦૦૬)
  • ૩૬ ચાઇના ટાઉન (૫ મે ૨૦૦૬)
  • હમ કો દિવાના કર ગયે (૧૪ એપ્રિલ ૨૦૦૬)
  • બનારસ - અ મિસ્ટીક લવ સ્ટોરી (૬ એપ્રિલ ૨૦૦૬)
  • અક્સર (૩ ફેબ્રુઆરી ૨૦૦૬)
  • આશિક બનાયા આપને (૨ સપ્ટેમ્બર ૨૦૦૫)

અભિનેતા તરીકે[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મનું નામ ભૂમિકા નોંધ
૨૦૦૭ આપ કા સુરૂર - ધ રિયલ લવ સ્ટોરી એચ.આર.
૨૦૦૮ કર્ઝ મૉન્ટી ઑબેરોય
૨૦૦૯ રૅડિયો વિવાન શાહ
૨૦૧૦ કજરારે રાજીવ બહલ
૨૦૧૧ ઇશ્ક અનપ્લગ્ડ સમીર ફિલ્માંકન હેઠળ
અ ન્યુ લવ લિસ્ટરી ફિલ્માંકન હેઠળ
મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે ફિલ્માંકન હેઠળ
તેરે બિના જિયા નહીં જાયે કરસનલાલ ત્રિકમલાલ ગાંધી,
આકાશ પટેલ
મુલતવી

સંદર્ભ[ફેરફાર કરો]

  1. પ્રિયંકા દાસગુપ્તા અને રોક્તિમ રાજપાલ (૨૩ જુલાઇ ૨૦૦૭). "બર્થડે_બૉય_ હિમેશ". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. http://timesofindia.indiatimes.com/Pune_Times/Birthday_boy_Himesh/articleshow/2225157.cms. પુનર્પ્રાપ્ત ૨૦૦૭-૦૭-૧૨. "...જ્યારે દેશનો આધુનિક ગાયક સિતારો ૩૬ વર્ષનો થાય છે."
  2. બિગ ૯૨.૭ એફ. એમ દ્વારા હિમેશ રેશમિયા સાથે એક મુલાકાત.
  3. "હિમેશ રેશમિયાનું પ્રથમ અંગ્રેજી આલ્બમ". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૨૦૧૦-૦૮-૧૬. http://movies.indiatimes.com/news-gossip/news/Himesh-Reshammiyas-first-English-album/articleshow/6318206.cms. પુનર્પ્રાપ્ત ૨૦૧૦-૦૮-૧૬.
  4. "હિમેશ રેશમિયા, બૉની કપૂર વચ્ચે ગીતની તકરાર". Retrieved ૨૦૦૬-૧૧-૨૬. 
  5. "હિમેશ રેશમિયા દ્વારા નકલ અધિકાર કાયદાનો ભંગ". ૨૦૦૬-૧૧-૦૭. Retrieved ૨૦૦૬-૧૧-૨૬. 
  6. તિવારી, નિમિષા (૨૦૦૬-૧૧-૦૮). "'તનહાઇયાં મારી છે'". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. http://timesofindia.indiatimes.com/articleshow/373552.cms. પુનર્પ્રાપ્ત ૨૦૦૬-૧૧-૨૬.
  7. "હિમેશ રેશમિયા, બૉની કપૂર વચ્ચે સમાધાન". ૨૦૦૭-૦૬-૨૮. Retrieved ૨૦૦૭-૦૬-૨૮. 
  8. Report on= Golden Kela Awards
  9. ૯.૦ ૯.૧ Himesh hangs up his boots Oneindia.in, July 25, 2007

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ