ગોંદલીયાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનાઉમરપાડા તાલુકાનું ગામ છે. જેનું અંતર તાલુકા મથકથી ૯ કીમી અને જિલ્લા મથકથી આશરે ૧૦૦ કીમી જેટલું થાય છે. જે ઝંખવાવ - કેવડી રોડ ઉપર આવેલ છે. ગોંદલીયા ગામના લોકોના મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. કેટલાક લોકો સરકારી નોકરી કરે છે. જયારે કેટલાક યુવાનો રત્નકલાકાર તરીકે કામ કરે છે. ગામની વસ્તી આશરે ૮૦૦ જેટલી છે. આ ગામ જંગલ વિસ્તારમાં આવેલું ડુંગરાળ ભૂપૃષ્ઠ ધરાવતું ગામ છે. ગામના લોકો ડાંગર, જુવાર, વરાઇ, નાગલી વગેરે ધાન્યોની ખેતી કરે છે. ગામના કેટલાક લોકો જંગલમાંથી પ્રાપ્ત થતી લાકડા સિવાયની વસ્તુઓ(ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) મેળવી તેના વડે પણ જીવન ગુજારે છે. અહીં ઘોરણ્ - ૫ સુઘીની પ્રાથમકિ શાળા, આંગણવાડી આવેલી છે. વઘુ અભ્યાસ માટે કેવડી, વાડી, ઉમરપાડા, અંકલેશ્વર જેવા મથકે જવાનું હોય છે. કોલેજ ઉચ્ચ અભ્યાસ માટે માંડવી, રાજપીપલા, સુરત મથકે જવાનું થાય છે. બસ વ્યવસ્થા એકંદરે સારી છે. જે જિલ્લા / તાલુકા મથકે પહોંચવામાં સરળતા રહે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.