જાંબુઘોડા

વિકિપીડિયામાંથી
જાંબુઘોડા
—  નગર  —
જાંબુઘોડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°22′00″N 73°43′00″E / 22.3667000°N 73.7167000°E / 22.3667000; 73.7167000
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
તાલુકો જાંબુઘોડા
વસ્તી ૪૨,૪૭૬ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

જાંબુઘોડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું મુખ્ય મથક છે.

આ સ્થળ તાલુકામાં આવેલ જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય માટે જાણીતું છે [૧].

વસતી[ફેરફાર કરો]

ભારત દેશની વસતી ગણતરી (૨૦૧૧),[૨] મુજબ જાંબુઘોડાની વસતી ૪૨,૪૭૬ હતી. તેઓ કુલ ૭,૯૦૦ ઘરોમાં વસવાટ કરે છે. આ પૈકી અનુસૂચિત જનજાતિના લોકોની સંખ્યા ૧૫,૧૧૨ (૩૬%) છે.

રજવાડું[ફેરફાર કરો]

ભારત દેશની આઝાદી પહેલા, જાંબુઘોડા એક રજવાડું હતું, જેનું શાસન હિંદુ રાજપૂત પૈકીના પરમાર કુળ દ્વારા કરવામાં આવતું હતું. આ રજવાડું જૂન ૧૦, ૧૯૪૮ના દિવસે ભારત દેશમાં વિલીન કરવામાં આવ્યું હતું[૩].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય - વન વિભાગ, ગુજરાત". મૂળ માંથી 2014-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-17.
  2. "૨૦૦૧ અને ૨૦૧૧ - ગુજરાત સરકાર" (PDF). મૂળ (PDF) માંથી 2015-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-17. સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૧ ના રોજ વેબેક મશિન
  3. જાંબુઘોડા (રજવાડું)