ભાકડીયાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાનામહેસાણા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાયખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજી ના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં બેચરાજી,અંબાજી,ડોસલીયાપીર,મહાકાળી માતાજી ના ધાર્મિક મંદિરો આવેલા છે. આ ગામનું નજીકનું રેલ્વે સ્ટેશન જગુદણ તથા આંબલીયાસણ છે. આ ગામથી અમદાવાદ શહેર ૭૦ કી.મી. તથા મહેસાણા શહેર ૨૦ કીમી.ના અંતરે આવેલા છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.