લખાણ પર જાઓ

રમણ સોની

વિકિપીડિયામાંથી
રમણ સોની
જન્મ (1946-07-07) 7 July 1946 (ઉંમર 78)
ચિત્રોડા, ઇડર, સાબરકાંઠા
વ્યવસાયસાહિત્યિક વિવેચક, સંપાદક અને અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારત
શિક્ષણપીએચડી
માતૃ શિક્ષણ સંસ્થાએલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
સહી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધઉશનસનું સર્જન અને વિવેચન (૧૯૮૦)
માર્ગદર્શકચીમનલાલ ત્રિવેદી

રમણ કાન્તિલાલ સોની (જન્મ ૭ જુલાઈ ૧૯૪૬) વિવેચક, સંપાદક. જન્મ ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચિત્રોડામાં. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૬૭માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. ૧૯૭૦-૭૧માં પેટલાદની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૧થી ઈડરની આર્ટ્સ-કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ. ૧૯૮૦-૮૪ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં સંપાદકની કામગીરી.[]

‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૮) કવિતાનાં આંતરબાહ્ય તત્વો વિશે સમજ આપતું પુસ્તક છે. પુસ્તિકા ‘ખબરદાર’ (૧૯૮૧)માં ખબરદાર વિશેનો સંક્ષિપ્ત પણ સમગ્રદર્શી અભ્યાસ તેમ જ તેમની કવિતા વિશે ફેરતપાસ કરતું સ્વતંત્ર મૂલ્યાંકન છે. મહાનિબંધ ‘ઉશનસ્-સર્જક અને વિવેચક’ (૧૯૮૪)માં એક અભ્યાસી વિવેચક તરીકેની એમની સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદનપટુતાનો પરિચય મળે છે. આ ઉપરાંત ‘ગુજરાતી વ્યાકરણવિચાર’ (અન્ય સાથે, ૧૯૮૪) પુસ્તક પણ પ્રગટ કર્યું છે. એમનાં સંપાદનોમાં સ્વ. ભૂપેશ અધ્વર્યુની વાર્તાઓનું ‘હનુમાન લવકુશ મિલન’ (૧૯૮૨) નામે અન્ય સાથે કરેલું સંપાદન તેમ જ ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’નાં વાર્ષિકો ‘અધીત’ -૭ (૧૯૮૩) અને ‘અધીત’ -૮ (૧૯૮૪)નાં અન્ય સાથેનાં સંપાદનો મુખ્ય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. દેસાઈ, પારૂલ કંદર્પ (નવેમ્બર ૨૦૧૮). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૬થી ૧૯૫૦): સ્વાતંત્ર્યોત્તર યુગ-૨. 8 (ખંડ ૨). અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૩૦૬–૩૧૩. ISBN 978-81-939074-1-2.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]