હલદરવાસ (તા. મહેમદાવાદ)
Appearance
હલદરવાસ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°49′10″N 72°44′54″E / 22.81954°N 72.748444°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
તાલુકો | મહેમદાવાદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, |
હલદરવાસ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક તથા મોગલકાળમાં મહેમુદાબાદ તરીકે ઐતિહાસિક મહત્વ ધરાવતા એવા મહેમદાવાદ તાલુકામાં આવેલું એક ગામ છે. હલદરવાસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
હલદરવાસ ગામથી લગભગ પોણો કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે પરાશર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંથી બાર મુવાડા જતા રસ્તામાં બામણોલી કોટ નામના કિલ્લાના અવશેષ જોવા મળે છે જે મહમદ બેગડાએ તેના શાસનકાળ દરમ્યાન બનાવ્યો હોવાનું માનવામાં આવે છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૩૪.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |