હાટકેશ્વર
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સમસ્ત નાગર બ્રહ્મણોના ઇષ્ટદેવ ભગવાન હાટકેશ્વર છે. સ્કન્દપુરાણના નાગરખંડમાં એની કથા આલેખાયેલી છે. બ્રહ્માજીએ સતીના મૃતદેહ સાથે સમસ્ત બ્રહ્માંડમાં હાહાકાર સર્જી રહેલા ભગવાન શંકરના લિંગને પાતાળમાં સોનાથી જડીને સ્થાપના કરી. ત્યારથી એ હાટકેશ્વર ગણાયા. આ હાટકેશ્વરના દર્શન માત્રથી મોક્ષપ્રાપ્ત થાય છે. તેથી વડનગરમાં રહેતા ચિત્રગુપ્ત નામના એક નાગરે ઘોર તપશ્ચર્યા આદરી. શંકરદાદાને પ્રસન્ન કરી અને ભોળાશંભુને પૃથ્વી પર વડનગરમાં પ્રતિષ્ઠિત થવા પ્રાર્થના કરી.
ભગવાને ભકતને સૂચવ્યું કે તું વડનગરમાં હાટકેશ્વરનું મંદિર બંધાવી તેમાં સોનાનાં લિંગની સ્થાપના કર, તે લિંગમાં હું પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપીશ. અને આમ નાગરોએ ચિત્રગુપ્તની આગેવાની હેઠળ મંદિર સ્થાપી સોનાના લિંગની સ્થાપના કરી અને વચન આપ્યા મુજબ દેવાધિદેવ હાટકેશ્વર પ્રગટ થયા. આ દિવસ હતો ચૈત્રસુદ ચૌદસનો, ત્યારથી આ દિવસ હાટકેશ્વર જયંતી તરીકે ધામધૂમથી જવાય છે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]શુકલ યજુર્વેદના ૧૬ થી ૧૮ અઘ્યાયોમાં શતરુદ્રીય, કે જે રુદ્રી તરીકે પ્રસિદ્ધ છે, તેમાં એક શ્લોકમાં આવે છે નમો હિરણ્ય બાહવે. નાગરબ્રાહ્મણોને બાહવે શબ્દ ઉપલક્ષણયુકત લાગ્યો અને તેમણે અર્થ કર્યો, હિરણ્ય બાહુવાળા એટલે હિરણ્યમય શરીરવાળા. તેઓએ તારવેલા આ અર્થને મુંડક ઉપનિષદ (૩-૩)નો પણ આધાર મળ્યો. ભગવાન શંકરને નાટકેશ્વર કહ્યા છે કેમકે તેઓ નાટ્યવિદ્યાના આદ્યગુરુ છે. નાગરો કહે છે અમે આ નાટ્યસ્વરૂપને જરૂર નમીએ છીએ પરંતુ તેઓના હાટક-સ્વરૂપની જ અમો ઉપાસના કરીએ છીએ.