લખાણ પર જાઓ

દુર્ગા કુંડ, વારાણસી

વિકિપીડિયામાંથી
દુર્ગા કુંડ, વારાણસી

બનારસ ખાતે અસ્સી રોડથી થોડા અંતરે આનંદ બાગ નજીક દુર્ગા કુંડ નામનું સ્થળ છે. અહીં આદ્ય શક્તિ દુર્ગાજીનું મંદિર પણ છે. આ મંદિર અને કુંડનું નિર્માણ ૧૮મી સદીમાં બંગાળની મહારાણીએ કરાવ્યું હતું. આ કુંડ પહેલાં ગંગા નદી ના પ્રવાહ સાથે જોડાયેલ હતો. માનવામાં આવે છે કે અહીં દેવી માતાની મૂર્તિ સ્વયંભૂ પગટ થઈ હતી.[૧]

નવરાત્રી, શ્રાવણ અને મંગળવાર અને શનિવારના દિવસોમાં આ મંદિરમાં ભક્તોની ખૂબ ભીડ રહે છે. આ કુંડ નજીક રામ ચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજી દ્વારા સ્થાપિત હનુમાનનું સંકટમોચન મંદિર છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "દુર્ગા મંદિર". વારાણસી શહેર જાળસ્થળ. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૫. no-break space character in |access-date= at position 35 (મદદ); Check date values in: |access-date= (મદદ)