લખાણ પર જાઓ

મોલ્દોવાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
મોલ્દોવા
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોએપ્રિલ ૨૭, ૧૯૯૦
રચનાભૂરો, પીળો અને લાલ રંગના ત્રણ ઉભા પટ્ટા અને કેન્દ્રમાં રાજચિહ્ન

મોલ્દોવાનો રાષ્ટ્રધ્વજ ભૂરા, પીળા અને લાલ રંગના ઉભા પટ્ટા ધરાવતો ત્રિરંગો છે. તેમા કેન્દ્રમાં મોલ્દોવાનું રાજચિહ્ન છે. રાજચિહ્નમાં ગરુડના પંજામાં ઢાલ છે. ધ્વજની પાછળની બાજુ આગળના ભાગની અરીસાની છબી જેવી હોય છે.[૧][૨]

આ ધ્વજ રોમાનિયાનો રાષ્ટ્રધ્વજ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. તે બંને દેશોની રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક સામ્યતા દર્શાવે છે. ચૅડનો રાષ્ટ્રધ્વજ અને એન્ડોરાનો રાષ્ટ્રધ્વજ પણ ઘણી સામ્યતા આ બંને ધ્વજો સાથે ધરાવે છે. આ સિવાય પરાગ્વેનો રાષ્ટ્રધ્વજ આ ધ્વજની જેમ ધ્વજની બંને બાજુઓને અરીસાના બિંબની જેમ ધરાવે છે.

ધ્વજ દિવસ[ફેરફાર કરો]

એપ્રિલ ૨૦૧૦થી દર વર્ષે ૨૭ એપ્રિલને ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.[૩] ૧૯૯૦માં આ દિવસે સોવિયેત યુનિયન દ્વારા મોલ્દોવાના ધ્વજ તરીકે હાલના ધ્વજ ને સ્વીકૃતિ આપી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Law no. 217 from 17 September 2010 regarding the State Flag of the Republic of Moldova". મૂળ માંથી 20 સપ્ટેમ્બર 2020 પર સંગ્રહિત. મેળવેલ 12 જાન્યુઆરી 2016.
  2. flags.net, Flag of Republic of Moldova
  3. "Parliamentary Decision regarding the establishment of the Flag Day". મૂળ માંથી 2021-05-17 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-12.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]