લખાણ પર જાઓ

વિશ્વ અદાલત

વિકિપીડિયામાંથી
શાંતિ મહેલ, ધ હેગ, નેધરલેન્ડ્સ, આઇસીજેનું કાર્યાલય

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ સામાન્ય રીતે વિશ્વ અદાલત કે આઇસીજે તરીકે ઓળખાય છે એ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) ની પ્રાથમિક ન્યાયિક શાખા છે. તેનું કાર્યાલય શાંતિ મહેલ, ધ હેગ, નેધરલેન્ડ્સમાં આવેલું છે. આ કોર્ટ રાજ્યો દ્વારા રજૂ થયેલ દેશો વચ્ચેના કાનૂની વિવાદો સ્થિર કરવાની, યોગ્ય અધિકૃત આંતરરાષ્ટ્રીય શાખાઓ, એજન્સીઓ અને યુએન જનરલ એસેમ્બલી દ્વારા રજૂ થયેલા કાનૂની પ્રશ્નો પર સલાહ અને અભિપ્રાયો પૂરા પાડે છે.

સ્થાપના[ફેરફાર કરો]

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઇસ ૧૯૪૫ માં તેની સ્થાપના થઇ હતી અને ૧૯૪૬માં કાર્યરત થઇ.