લખાણ પર જાઓ

અન્નપૂર્ણા મંદિર, વારાણસી

વિકિપીડિયામાંથી
અન્નપૂર્ણા માતા

વારાણસી શહેરમાં કાશી વિશ્વનાથ મંદિરથી થોડાં જ અંતરે માતા અન્નપૂર્ણા મંદિર આવેલ છે. અન્નપૂર્ણા માતાને ત્રણ લોકની માતા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમણે સ્વયં ભગવાન શિવને ભોજન જમાડ્યું હતું. આ મંદિરની દિવાલ પર ચિત્રો બનાવવામાં આવ્યા છે, જે પૈકીનાં એક ચિત્રમાં દેવી માતાના હાથમાં ચમચી પકડેલી દેખાય છે. આ અન્નપૂર્ણા મંદિરનાં પ્રાંગણમાં કેટલીક મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં મહાકાળી માતા, શંકર-પાર્વતી અને નરસિંહ ભગવાનની મૂર્તિઓ છે. અન્નકૂટના તહેવાર પર એક દિવસ માટે ભક્તો માતા અન્નપૂર્ણાની સુવર્ણ પ્રતિમાના દર્શન કરી શકે છે.

આ મંદિરમાં આદિ શંકરાચાર્યએ અન્નપૂર્ણા સ્તોત્રની રચના કરી જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્તિની કામના કરી હતી, જેના પ્રખ્યાત છેલ્લા બે શ્લોકો નીચે આપેલા છે:

अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ।
ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वति ॥१४॥

माता च पार्वती देवी पिता देवो महेश्वरः ।
बान्धवाः शिवभक्ताश्च स्वेदेशो भुवनत्रयम् ॥१५॥