લખાણ પર જાઓ

ઇસ્લામિક આક્રમણો

વિકિપીડિયામાંથી
ઈરાન પરનું ઇસ્લામિક આક્રમણ
ઇસ્લામિક આક્રમણોની શ્રુંખલા નો ભાગ
IslamicConquestsIroon.png
મુસલમાનોના આક્રમણ વખતના સામ્રાજ્યોનો નકશો
તિથિ 633–654[]
સ્થાન Mesopotamia, Caucasus, Persia, and Greater Khorasan
પરિણામ રાશિદૂન ખિલાફતનો વિજય
ક્ષેત્રીય
બદલાવ
ફારસી સામ્રાજ્યનું પતન
યોદ્ધા
Sasanian Empire
Caucasian Albania (633–636)
Arab Christians (633–637)
Kanārangīyāns (633–651)
Ispahbudhans (633–651)
Hephthalites (651–654)
House of Mihran (633–651)
House of Karen (633–654)
Dabuyids (642–651)
Rashidun Caliphate
Kanārangīyāns (after 651)
સેનાનાયક
See list

સાસનીદ/ફારસી સામ્રાજય પરનું આક્રમણ

[ફેરફાર કરો]

"ફારસી" એ મૂળ પારસી શબ્દનો ગુજરાતી અપભ્રંશ છે. ફારસી સામ્રાજય (હાલનું ઈરાન)નો અંત ઇસ પૂર્વે ૬૫૧માં આવ્યો હતો અને ત્યારબાદ ક્રમશ: તેમના જરથોસ્તી ધર્મનો પ્રભાવ અને પહોંચ ઘટી ગઈ.

એક સમયનું શક્તિશાળી ગણાતું પારસી સામ્રાજ્ય પૂર્વી રોમન સામ્રાજ્ય સાથે સદીઓ સુધી લડીને પોતાના માનવીય તેમ જ ભૌતિક સંપદા ગુમાવી ચૂક્યું હતું. તે સમયે અરાજકતા, સામાજિક, આર્થિક અને લશ્કરી નબળાઈઓ વગેરેએ પારસી સામ્રાજ્યને ઘેરી લીધા હતા અને સંજોગવશાત એજ કાળ દરમ્યાન ઇસ્લામની શરૂઆત થયેલ હતી.

અરબસ્તાનના મુસલમાનોએ ખાલીદ બિન વાલીદની આગેવાનીમાં મેસોપોટેમીયા (હાલનું ઈરાક) ઉપર ઇસ પૂર્વે ૬૩૩માં પહેલીવાર પારસીઓ પર હુમલો કર્યો. મેસોપોટેમીયા પારસીઓનું આર્થિક તેમ જ રાજકીય દ્રષ્ટિએ મુખ્ય કેન્દ્ર હતું. ખાલીદને અધવચ્ચે પૂર્વી રોમન સામ્રાજ્ય તરફ યુધ્ધમાં મોકલવામાં આવ્યો અને જેથી કરીને પારસીઓ સાથેના આ પહેલા યુધ્ધમાં આરબોને ખાસ સફળતા મળી નહીં.

ઇસ. ૬૩૬માં સાદ બિન અબી વકાસની આગેવાનીમાં બીજો હુમલો થયો અને કાદીસીયાહના યુધ્ધમાં પારસીઓએ પશ્ચિમ ઈરાન ઉપરનો કબજો ગુમાવ્યો. જાગ્રોસ પર્વતમાળા એ પારસી અને રાશીદુન ખિલાફત વચ્ચે એક કુદરતી દીવાલ બની. પારસીઓને સતત ચાલુ રહેલા છૂટાછવાયાં હુમલાઓને ધ્યાનમાં લઈને ખલીફા ઉમરે ઇસ. ૬૪૨માં તેમના ઉપર મોટું આક્રમણ કરવાનો આદેશ આપ્યો. અને લગભગ ૯ વર્ષના પ્રયાસો બાદ ૬૫૧માં પારસી સામ્રાજ્યનો અંત આવ્યો. મદીનામાં બેઠા-બેઠા, રણમેદાનથી આશરે ૧૬૦૦ કિમી દૂરથી, ઉમરની યુદ્ધ વ્યૂહરચના અને યુદ્ધ કૌશલ્યના લીધે ઈરાનનું પતન થયું. આ વિજયે ઉમરને ઇતિહાસમાં મહાન લશ્કરી અને રાજકીય કુનેહ ધરાવતા વડા તરીકે સ્થાન અપાવ્યું.

ભારતીય મહાખંડ પરનું આક્રમણ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Pourshariati (2008), pp. 469