એસ્થર ડેવિડ

વિકિપીડિયામાંથી
એસ્થર ડેવિડ
જન્મ (1945-03-17) 17 March 1945 (ઉંમર 79)
અમદાવાદ, ગુજરાત, ભારત
વ્યવસાયલેખક, કલાકાર, શિલ્પકાર
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થામહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
નોંધપાત્ર સર્જનોધ બૂક ઓફ રેચલ
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર ૨૦૧૦
વેબસાઇટ
estherdavid.com

એસ્થર ડેવિડ (આખું નામ: એસ્થર રુબિન ડેવિડ) એ અમદાવાદના જાણીતા શિલ્પ કલાકાર, કળા સમીક્ષક, પ્રાધ્યાપક તથા સાહિત્યકાર છે.

એમનો જન્મ ૧૭ માર્ચ, ૧૯૪૫ના રોજ થયો હતો. એમણે પારંભિક અભ્યાસ શ્રેયસ શાળા તેમ જ કોન્વેન્ટ હાઇસ્કૂલ ખાતે પૂર્ણ કરી, ફાઇન આર્ટ્સ કોલેજ, વડોદરા ખાતેથી સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. એમના પિતા રૂબિન ડેવિડ અમદાવાદ કાંકરિયા તળાવ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયના દૃષ્ટા, સ્થાપક તેમ જ સર્જક હતા. એમના માતા સારાહ ડેવિડ શિક્ષિકા હતાં. તેઓએ ૪૬ વર્ષની વયે લેખિકા તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓને ફ્રાન્સના સાહિત્ય જગતમાં પણ સ્થાન મળ્યું. તેમની પહેલી નવલકથા 'ધ વોલ્ડ સિટી' હતી. 'બૂક ઓફ રેચલ' માટે ઈ સ ૨૦૧૦માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો[૧].

સર્જન[ફેરફાર કરો]

  • ધ વોલ્ડ સીટી ૧૯૯૭[૧]
  • બાય ધ સાબરમતી[૨]
  • ધ બૂક ઓફ એસ્થર [૨]
  • ધ બૂક ઓફ રેચલ[૨]
  • માય ફાધર્સ ઝૂ (૨૦૦૭)[૩]
  • શલોમ ઇન્ડિયા હાઉસિંગ સોસાયટી (૨૦૦૭)[૨][૪]
  • વન ચર્ચ, વન ઓલ જ્યૂઇશ ફેઇથ, વન ગોડ (૨૦૦૮)[૫]
  • ધ મેન વિથ ઇનરોમોયસ વિંગ્સ (૨૦૧૦) પેંગ્વિન બુક્સ[૬]

સહલેખક[ફેરફાર કરો]

  • સારી સુત્ર, બેને ઇઝરાયલ પરનું પ્રકરણ.[૭]
  • સીટી સ્ટોરીસ "ધ વરી બોક્સ એન્ડ ધ લાફિંગ લેડી" સ્કૂલોસ્ટિક ઇન્ડિયા.[૨]
  • ગ્રોઇંગ અપ એઝ અ વુમન રાઇટર "નાનકી ચિરાઇ" સાહિત્ય અકાદમી નવી દિલ્હી.[૨]
  • ગટ્ટુસ વાઇલ્ડલાઇફ એડવેન્ચર્સ[૨]

સંપાદન[ફેરફાર કરો]

  • અને ધરા ધ્રુજી[૨]

સન્માન[ફેરફાર કરો]

  • સાહિત્ય અકાદમી પુરસ્કાર ૨૦૧૦ ધ બૂક ઓફ રેચલ.[૧][૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "City-based author wins Sahitya Akademi award". www.ndtv.com. ૨૨ ડિસેમ્બર ૨૦૧૦. મેળવેલ ૬ ઓક્ટોબર ૨૦૧૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ "Esther David Books". મૂળ માંથી 2013-09-02 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓક્ટોબર ૨૦૧૨. For a review, please refer to: Weil, Shalva. 2003 The Book of Esther by Esther David, reviewed in Biblio: A Review of Books, New Delhi: Manohar, p. 26.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-17.
  4. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  5. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  6. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  7. Weil, Shalva. 2009 'The Heritage and Legacy of Indian Jews' in Shalva Weil (ed.) India's Jewish Heritage: Ritual, Art and Life-Cycle, Mumbai: Marg Publications [first published in 2002; 3rd edn.], pp. 8–21.
  8. "They are not on facebook". India Today. ૧૪ જાન્યુઆરી ૨૦૧૧. મેળવેલ ૬ ઓક્ટોબર ૨૦૧૨.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]