લખાણ પર જાઓ

એસ.ડી. બર્મન

વિકિપીડિયામાંથી
એસ.ડી. બર્મન
જન્મ૧ ઓક્ટોબર ૧૯૦૬ Edit this on Wikidata
કોમિલા Edit this on Wikidata
મૃત્યુ૩૧ ઓક્ટોબર ૧૯૭૫ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Comilla Zilla School
  • Comilla Victoria Government College Edit this on Wikidata
જીવન સાથીMeera Dev Burman Edit this on Wikidata

સચિન દેવ બર્મન (બંગાળી: শচীন দেব বর্মন}}; ૧ ઓક્ટોબર ૧૯૦૬ - ૩૧ ઓક્ટોબર ૧૯૭૫) કે જેઓ બર્મન દા, કુમાર સચિન્દ્ર દેવ બર્મન, સચિન કર્તા કે એસ. ડી. બર્મનના નામે પણ જાણીતા છે તેઓ હિન્દી સિનેમાના એક સૌથી પ્રસિદ્ધ સંગીતકારોમાંથી એક અને બંગાળી ગાયક અને સંગીતકાર હતાં. તેમના પુત્ર રાહુલ દેવ બર્મને પણ બોલીવુડમાં સંગીત નિર્દેશક તરીકે સફળતા મેળવી હતી. એસ ડી બર્મને ૧૦૦ જેટલા ફિલ્મો માટે સંગીત પ્રદાન કર્યું છે, જેમાં બંગાળી ફિલ્મો પણ સમાવિષ્ટ છે.

એસ. ડી. બર્મનની રચનાઓ મોટા ભાગે લતા મંગેશકર, મહમદ રફી, ગીતા દત્ત, મન્ના ડે, કિશોર કુમાર, આશા ભોંસલે અને શમશાદ બેગમ દ્વારા ગાવામાં આવ્યા હતા. મુકેશ અને તલત મહેમુદે પણ તેમના રચેલા ગીતો ગાયા હતા. તેમણે પોતે ૨૦ જેટલી ફિલ્મો (બંગાળી ફિલ્મો પણ સમાવિષ્ટ છે)ના ગીતો ગાયા છે, અને તે ફિલ્મો માટે સંગીત રચ્યું છે, જોકે તે દર વખતે આ ફિલ્મોના સંગીત નિર્દેશક હોય તેમ ન હતું.

જીવનકથા

[ફેરફાર કરો]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

એસ. ડી. બર્મનનો જન્મ ૧ ઓક્ટોબર ૧૯૦૬માં બ્રિટીશ ભારતના કોમીલ્લામાં થયો હતો, જે હાલ બાંગ્લાદેશમાં આવેલું છે, તે મણિપુરની રાજકુમારી, રાજકુમારી નિર્મલા દેવી અને ત્રિપુરાના રાજા ઇશાનચંદ્ર દેવ બર્મનના બીજા પુત્ર નવાદ્વીપચંદ્રા દેવ બર્મનના પુત્ર હતા, (રે. ૧૮૪૯-૧૮૬૨). સચિન તેમના પાંચ ભાઈઓમાં સૌથી નાના હતા, તેમને કુલ 9 ભાઈ બહેનો હતા.

તેમણે કોલકાતા વિદ્યાપીઠ[]માંથી બી.એ. (B.A.) કર્યું હતું. તેમણે ૧૯૨૫ થી ૧૯૩૦ સુધીમાં તેમની પ્રારંભિક સંગીત શિક્ષણની તાલીમ જાણીતા સંગીતકાર કે.સી.ડે દ્વારા લીધી હતી, ત્યારબાદ ૧૯૩૨માં ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય, કે જે તેમનાથી ત્રણ વર્ષ મોટા હતા, તેમની હેઠળ તાલીમ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેમને સારંગી વાદક કહીફા બાદલ ખાન અને ઉસ્તાદ અલ્લાઉદ્દી ખાન[]થી પણ તાલીમ મેળવી. જોકે તે કે.સી.ડે, ઉસ્તાદ બાદલ ખાન અને અલ્લાઉદ્દી ખાનને અગરતલામાં મળ્યા હતા. અગરતલામાં આવેલા તેમના પારિવારિક કોમીલ્લા ઘરમાં તેમણે જાણીતા પુરસ્કૃત બંગાળી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામ સાથે પણ થોડો સમય પસાર કર્યો હતો.

૧૯૩૦નો દસકો

[ફેરફાર કરો]

તેમણે ૧૯૩૨માં કોલકાતા રેડિયો સ્ટેશન પર રેડિયો ગાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેમનું પ્રારંભિક સંગીત બંગાળી લોક સંગીતને આધારીત હતું, અને જલ્દી જ તેમણે હળવું શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત માટે પ્રતિષ્ઠા મેળવી, માટે જ તેમની ફિલ્મોની રચનાઓમાં પણ તેમની બંગાળી લોકધૂનના વિશાળ ભંડાર, બાંગ્લાદેશની ભટીઅલી, સારી અને ઘમાવી લોક પરંપરાઓની છાપ હંમેશા જોવા મળે છે. આ જ વર્ષે, હિન્દુસ્તાન રેકોર્ડ માટે 78 rpm (આરપીએમ) પર તેમનો પ્રથમ રેકોર્ડ બહાર પડ્યો (હિન્દુસ્તાન મ્યુઝિકલ પ્રોડક્ટ), જેની એક તરફ અર્ધ શાસ્ત્રીય ખમાજ, ઇ પાથેરી આજ ઇસો પ્રિયો અને બીજી તરફ વિરુદ્ધ બાજુએ લોક સંગીત દકલે કોકિલ રોજ બિહાને ને રેકોર્ડ કરવામાં આવ્યું હતું[]. તે પછીના દાયકામાં એક ગાયક તરીકે તે ટોચ પર પહોંચી ચૂક્યા હતા, અને બંગાળી ભાષામાં તેમણે ૧૩૧થી વધુ ગીતો, હિમાંગસુ દત્ત, આરસી બોરલ, નાઝરુલ ઇસ્લામ અને શૈલેષ દાસ ગુપ્તા જેવા સંગીતકારો માટે ગાયા હતા[].

૧૯૩૪માં, તેમણે અલ્હાબાદ વિદ્યાપીઠના આમંત્રણથી અખિલ ભારતીય સંગીત સંમેલનમાં ભાગ લીધો, જ્યાં તેમણે બંગાળી ઠુમરી પ્રેક્ષકો સામે રજૂ કરી, આ સંમેલનમાં પ્રેક્ષક તરીકે વિજયા લક્ષ્મી પંડિત જેવા જાણીતા વ્યક્તિઓ અને અદ્વિતીય તેવા કીરાના ઘરાનાના અબ્દુલ કરીમ ખાન પણ હાજર રહ્યા હતા. પછીના વર્ષે તેમને કોલકાતામાં બંગાળી સંગીત સંમેલનમાં આમંત્રિત કરવામાં આવ્યા, જેનું ઉદ્ધાટન રવિન્દ્રનાથ ટાગોરે કર્યું હતું, આ સંમેલનમાં તેમણે ફરીથી ઠુમરી ગાયું, અને તેમને સુવર્ણ પદકથી પુરસ્કૃત કરવામાં આવ્યા[].

૧૯૩૭માં કોલકાતાના બાલીગંજ સાઉથ પાર્કમાં તેમણે એક ઘર બનાવ્યું, અલ્હાબાદની અખિલ ભારતીય સંગીત સંમેલનમાં તે રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની એક વિદ્યાર્થી મીરા દાસગુપ્તા ()ને મળ્યા, જેણી ઢાકાના ન્યાયાધીશ રાયબહાદુર કમલનાથ દાસગુપ્તાની પૌત્રી હતી, મીરા ત્યારબાદ તેમની વિદ્યાર્થી બની અને તેઓએ ૧૦ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ કોલકાતામાં લગ્ન કરી લીધા[][], જોકે તેમના લગ્ન રાજકુંટુંબના ના થવાથી, રાજકુંટુંબના બધા તેમની પર ક્રોધે ભરાયા, ત્યારબાદના તેમના પરિવાર સાથે તેમના સંબંધો ખરાબ રહ્યા, તેમણે તેમનો વારસો ગુમાવો પડ્યો.[][] તેમને એક માત્ર પુત્ર રાહુલ દેવ બર્મનનો જન્મ ૧૯૩૯માં થયો, ત્યારબાદ મીરા દેવી અને રાહુલે એસ.ડી.બર્મનની કેટલીક સંગીત રચનાઓમાં ભાગ લીધો હતો.[][૧૦] એસ ડી બર્મને ઉર્દૂ ફિલ્મ સેલીમા (૧૯૩૪)માં એક ગાયક તરીકેની ભૂમિકા પણ ભજવી હતી અને ઘીરેન ગાંગુલીની ફિલ્મ બોડરોહી (૧૯૩૫)માં પણ તેમણે ભૂમિકા ભજવી હતી.[]


સતી ત્રિથા અને જનની જેવા બંગાળી નાટકોમાં એક સંગીતકાર તરીકે તેમણે શરૂઆત કરી, 1937માં રાજગી તેમની પ્રથમ ફિલ્મ હતી, જ્યારે તેમની બીજી ફિલ્મ રાજકુમારેર નીરબાશન ને ખૂબ જ સફળતા પ્રાપ્ત થઇ અને ત્યાર બાદ તેમણે પાછી ફરવાની જરૂર ના પડી. તેમણે જીવન સંગીની , પ્રતિશોધ (૧૯૪૧), અભોયેર બિયા (૧૯૪૨), અને ચદ્દોબેશી (૧૯૪૪) જેવી સફળ બંગાળી ફિલ્મોમાં સંગીત આપ્યું છે, ૧૯૪૪માં મુંબઇ આવ્યા બાદ પણ તેમણે બંગાળી સિનેમામાં સંગીત આપવાનું ચાલુ રાખ્યું, અને તેમણે તેમની સંગીત કારકીર્દીની બીજી પાળી પણ ત્યાંથી શરૂ કરી, તેમણે કુલ ૧૭ બંગાળી ફિલ્મોમાં સંગીત આપ્યું છે[].

યહુદી કી લડકી (૧૯૩૩)થી તેમણે ગાયક તરીકે ફિલ્મોમાં પદાર્પણ કર્યું પણ તે ગીતને છોડી દેવામાં આવ્યું અને તે ગીતને ફરીથી પહાહી સન્યાલ દ્વારા ગાવામાં આવ્યું. આખરે, સાંજહેર પીડીમ (૧૯૩૫)નામની ફિલ્મ, ગાયક તરીકે તેમની પ્રથમ ફિલ્મ બની.

૧૯૪૦નો દાયકો

[ફેરફાર કરો]

તે ફિલ્મીસ્તાનના સાસાઘર મુખર્જીની વિનંતીથી બોમ્બે આવ્યા, જેમણે તેમની અશોક કુમારને રજૂ કરતી ફિલ્મ શિકારી (૧૯૪૬) અને આઠ દિન [૧૧]માં કામ કરવા માટે કહ્યું હતું, પણ તેમની પ્રથમ મુખ્ય ફિલ્મ ત્યારબાદના વર્ષમાં આવેલી દો ભાઈ (૧૯૪૭) રહી હતી. ગીતા દત્ત દ્વારા ગાવામાં આવેલું ગીત મેરા સુંદર સપના બીત ગયા તે તેણીની ફિલ્મ ઉદ્યોગની મોટી સફળતા હતી. ૧૯૪૯માં, શબનમ ફિલ્મસ્તાન તેમની પ્રથમ સૌથી મોટી સફળ ફિલ્મ હતી પણ તેમને શમશાદ બેગમ દ્વારા ગાવામાં આવેલું યે દુનિયા રૂપ કી ચોર આ ગીત તે વખતે ખૂબ જ લોકપ્રિય થયું હતું[૧૨]

૧૯૫૦નો દાયકો

[ફેરફાર કરો]

બોમ્બના ભૌતિકવાદથી નિરાશ થઇ એસ ડી બર્મને અશોક કુમારને રજૂ કરતી ફિલ્મ મશાલ (૧૯૫૦)ને અઘૂરી છોડીને પહેલી ટ્રેન પકડીને કોલકાતા પાછા જવાનું વિચાર્યું હતું. નસીબજોગે, તેમને આમ ન કરવા સમજાવવામાં આવ્યા.

૧૯૫૦માં દેવ આનંદની નવ કેતન નિર્માણની સાથે એસ ડી બર્મને જોડાણ કરીને સંગીતની રીતે સફળ રહેલી ફિલ્મો જેવી કે ટેક્સી ડ્રાઇવર (૧૯૫૪), મુનીમજી (૧૯૫૫), પેઇંગ ગેસ્ટ (૧૯૫૭), નૌ દો ગ્યારાહ (૧૯૫૭) અને કાલાપાની (૧૯૫૮) માટે સંગીત રચ્યું. મહોમ્મદ રફી અને કિશોક કુમાર દ્વારા ગાવામાં આવેલા ગીતો લોકપ્રિય બન્યા બર્મન દાએ દેવ આનંદની નિર્માણ કંપની નવકેતનની પ્રથમ ફિલ્મ અફસાર (૧૯૫૦) માટે સંગીત રચ્યું. તેમની બીજી ફિલ્મ બાજી (૧૯૫૧)ની સફળતાએ તેમને ઊંચાઇ પર પહોંચાડી દીધા અને બીજી રીતે તેનાથી દેવ આનંદ અને નવકેતન સાથે તેમનું લાંબુ જોડાણ પણ બંધાયું. બાજીનું ઝેજી સંગીતે ગીતા દત્ત નામની ગાયકની બીજી બાજુ છતી કરી જે પહેલા તેના ઉદાસ ગીતો અને ભજનો માટે મુખ્યત્વે ઓળખાતી હતી. જ્યારે તેમની ફિલ્મનું દરેક ગીત સફળ રહેતું હતું, ત્યારે એક ગીતે એક ખાસ આકર્ષણ ઊભું કર્યું હતું અને તે ગીત હતું તદબીર સે બિગડી હુવી તકદીર, આ એક ગઝલ હતી જેને પાશ્ચાત્ય માદક ગીત ગાવામાં આવ્યું હતું.જાલનું હેમંત કુમાર દ્વારા ગવાયેલું ગીત 'યે રાતે યે ચાંદની' તેમનું હંમેશા માટેનું શ્રેષ્ઠ સંગીત બની ગયું છે.

તેમણે ગુરુ દત્તની શ્રેષ્ઠ ફિલ્મો પ્યાસા (૧૯૫૭) અને કાગાઝ કે ફૂલ (૧૯૫૯)માટે પણ સંગીત લખ્યું હતું. દેવદાસ (૧૯૫૫)નો સાઉન્ડટ્રેક (ધ્વનિ) પણ તેમણે જ રચ્યો હતો. હાઉસ નં. 44 (૧૯૫૫), ફનટૂસ (૧૯૫૬) અને સોલવા સાલ (૧૯૫૮) પણ એસ ડી બર્મનની અન્ય સફળ ફિલ્મો છે. ૧૯૫૯માં બિમલ રોયની ઉત્તમ રચના સુજાતા આવી, અને એસ ડી બર્મને તલત મમોદ દ્વારા ગવાયેલા ગીત જલચા હૈ જીસકે લિયે દ્વારા પોતાનો જાદુ સર્જ્યો. જ્યારે ગુરુ દત્ત સામાન્યપણે રીતે ઓછા વજનવાળી ફિલ્મો જેવી કે બાઝી અને જાલ (૧૯૫૨)માં બનાવી ત્યારે સુનો ગજર ક્યા ગાયે કે દે ભી ચુકે હમ જેવી રચનાઓ સાથે બર્મને તેમની મનોસ્થિતિને રજૂ કરી અને જ્યારે ગુરુ દત્ત પ્યાસા અને કાગજ કે ફૂલ જેવી ઉદાસીન શ્રેષ્ઠ રચના બનાવી ત્યારે તેમણે જીન્હે નાઝ હૈ હિંદ અને વક્ત ને કિયા ક્યા હસી સીતમ જેવા ચોક્કસ લક્ષને સાંધે તેવા ગીતોની રચના કરી. ૨૦૦૪માં, પ્યાસા ના સાઉન્ડટ્રેકને સાઇટ એન્ડ સાઉન્ડ દ્વારા શ્રેષ્ઠ સંગીતવાળી ફિલ્મ તરીકે બ્રિટીશ ફિલ્મ સંસ્થાના સામાયિકે પસંદ કરી હતી.[૧૩]

૧૯૫૭માં, એસ ડી બર્મને લતા મંગેશકરની સાથે કામ કરવાનું છોડીને તેમની નાની બહેન આશા ભોંસલેને તેમની મુખ્ય મહિલા ગાયક તરીકે લીધી. એસ ડી બર્મન, કિશોર કુમાર, આશા ભોંસલે અને ગીતકાર તરીકે મજરૂહ સુલ્તાનપુરીની ટીમ તેમના યુગલ ગીતો માટે ખૂબ જ લોકપ્રિય રહી. આશા ભોંસલેને એક પ્રતિષ્ઠિત ગાયિકા તરીકે તૈયાર કરવામાં ઓ.પી.નૈયર સાથે તેમનો પણ મોટો હાથ રહેલો છે, આશાએ રાહુલ દેવ બર્મન જોડે લગ્ન કરી તેમની પુત્રવધુ બની.

૧૯૫૮માં, એસ ડી બર્મને કિશોર કુમારની પોતે નિર્મિત કરેલી ફિલ્મ ચલતી કા નામ ગાડી માટે સંગીત આપ્યું, અને તેમને તે વર્ષે સંગીત નિર્દેશક તરીકે સંગીત નાટક એકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા અને ત્યાર બાદ તે એક માત્ર તેવા સંગીત નિર્દેશક છે જેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થયો છે[૧૪].

૧૯૬૦નો દાયકો

[ફેરફાર કરો]

તેમની કારકીર્દીની શરૂઆતમાં, તેમણે પોતાનો અવાજ ફિલ્મના અભિનેતા દ્વારા હોઠ હલાવીને ગવાય તે માટે નામંજૂરી આપી હતી[], જેના પરિણામે, પાછળથી તેમણે હિન્દી સિનેમામાં તેમના પતળા પણ શક્તિશાળી અવાજને ભાષ્ય રજૂ કરતા કવિના અવાજ તરીકે રજૂ કરવામાં આવ્યો, જેમ કે ઓરે માજી મેરા સાજન હૈ ઉસ પાર બંદિની (૧૯૬૩), ગાઇડ (૧૯૬૫)નું વહા કૌન હૈ તેરા અને છેલ્લે આરાધના (૧૯૬૯)[૧૫] સફલ હોગી તેરી આરાધના જેના માટે તેમને તે વર્ષે શ્રેષ્ઠ ગાયક તરીકે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પુરસ્કૃત કરવામાં આવ્યા.

૧૯૬૦ના દાયકામાં તેમની ખરાબ તબિયતના કારણે તેમની કારકીર્દીમાં ઉતાર આવ્યો પણ પાછળથી તેમને અનેક સફળ ફિલ્મો આપી. ૧૯૬૧માં, એસ ડી બર્મન અને લતા મંગેશકરે એકી સાથે આર ડી બર્મનના પ્રથમ ગીત છોટે નવાબ (૧૯૬૧) માટે રેકોર્ડીંગ કર્યું. ૧૯૬૨માં તેમણે તેમના મતભેદોની સાથે સમાધાન સાંધી ફરીથી કામ કરવાનું શરૂ કર્યું.

દેવ આનંદે એસ ડી બર્મનની ભાગીદારી હેઠળ નવકેતન બેનર હેઠળ બમ્બઇ કા બાબુ (૧૯૬૦), તેરે ઘર કે સામને (૧૯૬૩), તીન દેવીયા (૧૯૬૫), ગાઇડ (૧૯૬૫) અને જ્વેલ થીફ જેવી સફળ ફિલ્મો આપવાનું ચાલું રાખ્યું. ૧૯૬૩માં, મેરી સુરત તેરી આંખે માટે ગીત બનાવ્યું અને પુછોના કેસે મેને આ ગીત મન્ના ડે દ્વારા ગાવામાં આવ્યું. અહીર ભૈરવ રાગમાં આ ગીત હતું. આ ગીત કાઝી નઝરુલ ઇસ્લામેનું ગીત અરુનો-ક્રાંતિ કે જોગી જાના ભિખારી , જે ભૈરવી (પ્રભાત રાગ) પર ગવામાં આવ્યું હતું તેની આધારીત હતી[સંદર્ભ આપો].

આ સમયની એસ ડી બર્મનની અન્ય સફળતાઓમાં બંદિની (૧૯૬૩) અને જીદ્દી (૧૯૬૪)નો સમાવેશ થાય છે. બંદિની માં, સમપૂર્ણ સિંગે (જેને ગુલઝાર તરીકે પ્રસિદ્ધ છે) ગીતકાર તરીકે તેમની પ્રથમ ગીત "મેરા ગોરા અંગ લાઇ લે, મોહ શ્યામ રંગ દઇ દે"થી કરી હતી. દેવ આનંદને રજૂ કરતી ગાઇડ (૧૯૬૫), તેમની આ સમયમાં કરેલું તેમનું શ્રેષ્ઠ કામ હતું. અને તેમના તમામ ગીતો સફળ રહ્યા હતા અને આ ફિલ્મ પણ સફળ રહી હતી, પણ તેમને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકની શ્રેણી માટે ફિલ્મફેર પુરસ્કાર નહતો મળ્યો, જે બોલીવુડના ફિલ્મી પંડિતો માટે હંમેશા વિવાદનું કારણ રહ્યું હતું.

આરાધના (૧૯૬૯)ને બોલીવુડના ઇતિહાસમાં સીમાસ્થંભ તરીકે ગણવામાં આવે છે આ ફિલ્મના સંગીતે, ગાયક કિશોર કુમાર, ગીતકાર આનંદ બક્સી, અને ફિલ્મ નિર્માતા શક્તિ સમંત અને આર ડી બર્મન (સહ સંગીત નિર્દેશક)ની કારકીર્દીને આકાર આપ્યો. મેરે સપનો કી રાની ગીત માટે સચિન દેવે, આર ડી ને માઉથ આર્ગન વગાડાવ્યું હતું[સંદર્ભ આપો].દેવ આનંદ અને એસ ડી બર્મને તેમની સંગીતમય ભાગીદારી પ્રેમ પૂજારી (૧૯૬૯) સુધી ચાલુ રાખી હતી.

એસ ડી બર્મન એક નિખાલસ અને સ્પષ્ટવક્તા હતા જેમને સ્વ અભિમાનની સખત પરખ હતી. તેમને નગમતા લોકો કે જેમની ક્ષમતા પર તેમને શક હોય (મુકેશ જેવા ગાયક)માટે તે ખુલ્લેઆમ બોલતા. પણ તેમને ધૂની પ્રતિભા તરીકે મોટે પાયે ઉદ્યોગમાં આદર આપવામાં આવતો હતો.

૧૯૭૦નો દાયકો

[ફેરફાર કરો]

તેરે મેરે સપને (૧૯૭૧), શર્મિલી (૧૯૭૧), અભિમાન (૧૯૭૩), પ્રેમ નગર (૧૯૭૪), સાજના (૧૯૭૪), ચૂપકે ચૂપકે (૧૯૭૫), અને મિલી (૧૯૭૫) અને શ્રેષ્ઠ ફિલ્મો આ સમયે આપી.

મિલી ફિલ્મનું ગીત બડી સુની સુની (જેને કિશોર કુમારે ગાયું હતું) નું રેકોર્ડિંગ કર્યા બાદ એસ ડી બર્મન કોમમાં જતા રહ્યા. ૩૧ ઓક્ટોબર ૧૯૭૫ના રોજ મુંબઇ) ખાતે તેમનું મૃત્યુ થયું.

૧ ઓક્ટોબર ૨૦૦૭ના રોજ, તેમની ૧૦૧મી વર્ષગાંઠના પ્રચાર અર્થે ભારતીય ટપાલ વિભાગે અગરતાલા, કે જ્યાં તેમના જીવન અને તેમના કાર્યનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ત્યાં, તેમની આ સ્મારક ટપાલ ટીકિટ બહાર પાડી હતી, ત્રિપુરાની રાજ્ય સરકારે પણ સંગીત માટે વાર્ષિક સચિન દેવ બર્મન સ્મારક પુરસ્કાર અંગે પુષ્ટિ કરી હતી[૧૬][૧૭]

સાંસ્કૃતિક સંદર્ભો

[ફેરફાર કરો]

દક્ષિણ એશિયન વારસાના બ્રિટિશ ગાયક નજમા અખ્તરે, બર્મના કાર્યને, ફોરબિડન કીસ ધ મ્યુઝિક ઓફ એસ.ડી. બર્મન ના નામે શેનકી રેકોર્ડ સીડી દ્વારા રેકોર્ડ કરાવી હતી,આ આલ્બમમાં બર્મનના રચનાઓનીને સાંકળવામાં આવી છે.

ભારતના ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ સચિનના દાદા કે જે એસ. ડી. બર્મનના ઉત્કટ ચાહક હતો તેમણે સચિન બર્મનના નામ પરથી સચિન નામ પાડ્યું હતું.

સુદેશ ભોંસલે જે એક ગાયક અને મિમેક્રી કલાકાર છે વારંવાર વ્યંગ્યાત્મક રીતે તેમના નાકથી ઊંચી પીચ પર ગાવાની તેમની શૈલીને રજૂ કરે છે.

એસ. ડી. બર્મને તબલાના ઉસ્તાદ બ્રાજેન બિસ્વાસ સાથે તેમના બંગાળી ગીતો માટે જોડી બનાવી હતી.આ તાલો કે થેકાસને બ્રાજેન બાપુ દ્વારા આ ગીતો માટે રચવામાં આવ્યા હતા, અને વિશ્વમાં કોઇ પણ આ અનોખા મૂળભૂત થેકાસ સાથે આ ગીતોને ગાઇ નથી શકતું.આ તમામ થેકા ગીતોની મનોસ્થિતિને મુજબ છે.પણ હાલમાં, ચિત્રકાર, સ્થાપત્યકાર અને ગાયક રમીતા ભાધુરીએ બર્મનના આ મુશ્કેલ ગીતો જેવા કે અમી છીનુ અકા, રંગીલા, આંખી ડુતી જહારે જેવા ગીતોને તેમના મૂળ થેકાને બ્રિજેન બિસ્વાસની તાલીમ વડે ગયા હતા.આ સીડીને ૧૦ એપ્રિલ ૨૦૧૦ના રોજ કોલકાતાની પ્રેમ ક્લબમાં કોલકાતાના મેયર બિકેશ રંજન ભટ્ટાચાર્ય દ્વારા બહાર પાડવામાં આવી.

ફિલ્મોગ્રાફી

[ફેરફાર કરો]

* સુદૂરર પ્રિયે 1935

પુરસ્કાર અને સન્માન

[ફેરફાર કરો]
  • ૧૯૩૪: ગોલ્ડ મેડલ, બંગાલ ઓલ ઇન્ડિયા મ્યુઝિક કોન્ફરન્સ, કોલકાતા ૧૯૩૪
  • ૧૯૫૮: સંગીત નાટક એકાદમી એવોર્ડ
  • ૧૯૫૮: એશિયન ફિલ્મ સોસાયટી એવોર્ડ
  • રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
    • ૧૯૭૦: આરાઘનાના ગીત સફલ હોગી તેરી આરાધના માટે શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક માટે રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર
    • ૧૯૭૪: જીંદગી જીંદગી માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
  • ૧૯૬૯: પદ્મશ્રી
  • લોક સંગીતની આંતરાષ્ટ્રીય જ્યૂરી
  • ફિલ્મફેર પુરસ્કાર
    • ૧૯૫૪: ટેક્સી ડ્રાઇવર માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર પુરસ્કાર
    • ૧૯૭૩: અભિમાન માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર પુરસ્કાર
    • ૧૯૫૯: સુજાતા માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર પુરસ્કારનું નામાંકન
    • ૧૯૬૫: ગાઇડ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર પુરસ્કારનું નામાંકન
    • ૧૯૬૯: આરાધના માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર પુરસ્કારનું નામાંકન
    • ૧૯૭૦: તલાશ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર પુરસ્કાર
    • ૧૯૭૪: પ્રેમ નગર માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર પુરસ્કારમાં નામાંકન
  • બીએફજીએ (BFJA) પુરસ્કારો
    • ૧૯૬૫: શ્રેષ્ઠ સંગીત (હિન્દી ભાગ): તીન દેવીયાન
    • ૧૯૬૬: શ્રેષ્ઠ સંગીત (હિન્દી ભાગ): ગાઇડ
    • ૧૯૬૬: શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક (હિન્દી ભાગ): ગાઇડ
    • ૧૯૬૯: શ્રેષ્ઠ સંગીત (હિન્દી ભાગ): આરાધના
    • ૧૯૭૩: શ્રેષ્ઠ સંગીત (હિન્દી ભાગ): અભિમાન
  1. ક્લીવઆઇલેન્ડ વિદ્યાપીઠ ખાતે ત્રિપુરા વંશાવળી
  2. ૨.૦ ૨.૧ એસડી બર્મન "filmreference.com".
  3. સોલ કમ્પોઝર... ટાઇમ્સ ઓફ ઇન્ડિયા , ૧ ઓક્ટોબર 2006.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "સચિન કાર્તા". મૂળ માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-19.
  5. એસ.ડી. બર્મનની પત્નીની મૃત્યુ સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૭ ના રોજ વેબેક મશિન ધ હિન્દુ , ૧૭ ઓક્ટોબર ૨૦૦૭.
  6. એસ.ડી. બર્મનની પત્ની મીરાની મૃત્યુ સંગ્રહિત ૨૦૦૯-૦૮-૧૫ ના રોજ વેબેક મશિન ‘મ્યુઝિક ઇન્ડિયા ઓનલાઇન’.
  7. હાઉ ત્રિપુરા લોસ્ટ એન આઇકોન સંગ્રહિત ૨૦૧૧-૦૫-૨૬ ના રોજ વેબેક મશિન ટેલિગ્રાફ , ૨૪ ફેબ્રુઆરી ૨૦૦૫.
  8. સચિન કર્તા પન્નાલાલ રોય દ્વારા સંગ્રહિત ૨૦૧૦-૧૧-૧૮ ના રોજ વેબેક મશિન tripurainfo.com .
  9. બોન્ધુ રંગીલા રે -- એસ. ડી. બર્મનને એક શ્રદ્ધાંજલિ થીમ્યુઝિક સામાયિક , ૩૧ ઓક્ટોબર ૨૦૦૨.
  10. ધ મીનીમિલીસ્ટીક મેલેડી ઓફ સચિન દેવ બર્મન - જીવનચરિત્ર Rediff.com .
  11. એસડી બર્મન www.downmelodylane.com .
  12. એસડી બર્મન Upperstall.com .
  13. Olivier Assayas (September 2004). "The Best Music in Film". Sight & Sound. મૂળ માંથી 2009-05-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-26. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  14. સંગીત નિર્દેશક સંગ્રહિત ૨૦૦૭-૦૮-૧૬ ના રોજ વેબેક મશિન સંગીત નાટક એકાદમી એવાર્ડ અધિકૃત સૂચિ.
  15. અગરતાલા પેલેસ ઇઝ લીટ - સેન્ચ્યૂરી સેલિબ્રેશન્સ સંગ્રહિત ૨૦૦૮-૦૬-૨૨ ના રોજ વેબેક મશિન ધ હિન્દુ , ૨૮ જુલાઇ ૨૦૦૬.
  16. ૨૦૦૭ ટપાલો સંગ્રહિત ૨૦૧૧-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન ભારતીય ટપાલ સેવા અધિકૃત વેબસાઇટ .
  17. સચિન દેવના જન્મદીનની વર્ષગાંઠ પર બહાર પાડેલી, છપાયેલી, ટપાલો આઉટલુક , ૧ ઓક્ટોબર ૨૦૦૮.

[૧]

સંદર્ભો

[ફેરફાર કરો]
  • "સચિન કર્તા" , પન્નાલાલ રોય દ્વારા. પારુલ પ્રકાશની, અગરતાલા. ૨૦૦૫.
  • દિનેશ રહેજા, જિતેન્દ્ર કોઠારી દ્વારા હિન્દી સિનેમાની સો જાણીતી વ્યક્તિઓ . ઇન્ડિયા બુક હાઉસ પ્રકાશકો, ૧૯૯૬. ISBN 81-7508-007-8, પેજ ૧૯૧૯ .

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]