ઓગ્લા, ઉત્તરાખંડ
ઓગ્લા
ओगला | |
---|---|
ગામ | |
અક્ષાંશ-રેખાંશ: 29°43′N 80°23′E / 29.72°N 80.39°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
જિલ્લો | પિથોરાગઢ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય પ્રમાણ સમય (IST)) |
વાહન નોંધણી | UK |
વેબસાઇટ | uk |
ઓગ્લા (અંગ્રેજી: Ogla) એક નાનકડું રમણીય સ્થળ છે, જે પિથોરાગઢ જિલ્લો, ઉત્તરાખંડ રાજ્ય, ભારત ખાતે દીડીહાટ તાલુકામાં આવેલ છે. આ સ્થળ હિંદુઓની પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રાના માર્ગ પર આવેલ છે.
અહીંથી નજીક આવેલાં સ્થળોમાં અસ્કોટ કસ્તુરી હરણ અભયારણ્ય, ચરામા લશ્કરી છાવણી અને નારાયણ નગરનો સમાવેશ થાય છે. એક સમયે ઓગ્લા આસપાસનાં ઘણા ગામો માટેનું સડક માર્ગ માટેનું મથક તેમ જ પગપાળા મુસાફરી માટેનું શરૂઆતનું મથક હતું. ગાઢ શંકુદ્રમ જંગલો તરફ આવેલા દીંડીહાટ, ધારચુલા, દારમા ખીણ, બાગીચૌરા, જોલ્જિબી અને કનાલીછીના અહીંથી જવાય છે અને ગરખાના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે.
ભારત અને નેપાળમાં આવેલ હિમાલયનાં શિખરો જેમ કે પંચચુલી અને અન્નપૂર્ણા અહીંથી દેખાય છે. ઓગ્લા પાઇનસ રોક્ષ્બુર્ઘી (roxburghii), ર્હોન્ડ્રોન, માય્રીકા અને ક્વેર્કસ (Quercus)નાં જંગલોથી સમૃદ્ધ બ્રાયોફાઈટ (Bryophyte) અને પેરિડોફાયટ (Pteridophyte) જેવી પુષ્પીય વનસ્પતિઓથી ભરપુર છે.
આ લેખ ભારતના ઉત્તરાખંડ રાજ્ય સંબંધિત છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |