કરસનભાઇ પટેલ

વિકિપીડિયામાંથી
કરસનભાઇ પટેલ

કરસનભાઈ ખોડીદાસ પટેલ ભારતના ઉદ્યોગપતિ છે, જેમણે ૨૫૦૦ કરોડના નિરમા ગ્રુપની સ્થાપના કરી હતી, જે કપડાં ધોવાનો પાવડર, સાબુ અને કોસ્મેટિક બનાવે છે. ઇસ ૨૦૧૭માં ફોર્બ્સ મેગેઝિને તેમની સંપતિ આશરે ૬૪૦ મિલિચન અમેરિકન ડોલર આંકી હતી.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ઇ.સ. ૧૯૪૫માં ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના રૂપપુર ગામમાં થયો હતો (હાલમાં: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં) તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. રસાયણશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયેલા કરસનભાઈએ નોકરી પછીના સમયમાં અમદાવાદ ખાતે કપડાં ધોવાનો પાવડર (ડીટરજન્ટ) બનાવી વેચવાની નાના પાયે શરુઆત કરી અને ગુજરાત રાજ્યના ટોચના ઉદ્યોગપતિ બન્યા.

સન્માન[ફેરફાર કરો]

એમને ભારત સરકાર તરફથી ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં એમણે ઉદ્યોગ અને વેપારના ક્ષેત્રમાં આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "This Year's Padma Awards announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs (India). ૨૫ જાન્યુઆરી ૨૦૧૦. http://www.pib.nic.in/release/release.asp?relid=57307. Retrieved ૨૫ જાન્યુઆરી ૨૦૧૦.