કાઠમંડુ
Appearance
કાઠમંડુ શહેર ખાતે નેપાળ દેશ કે જે ભારત દેશનો પડોશી દેશ છે, તેની રાજધાની આવેલી છે. દરિયાઈ સપાટીથી ૧૩૫૦ મીટરની ઊંચાઈ પર આવેલ આ રોમાંટિક શહેર નાઈટલાઈફ માટે જગતમાં પ્રસિદ્ધ છે. અહીંની મુલાકાતે આવતા સહેલાણીઓની સંખ્યા નેપાળના કોઈપણ શહેર કરતાં ઘણી વધારે હોય છે. પહાડીઓથી ઘેરાયેલા આ રમણિય શહેરને યૂનેસ્કો તરફથી પ્રસિદ્ધ થતી વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સ્થાન આપવામાં આવેલ છે. અહિંયાની રંગબેરંગી સંસ્કૃતિ અને પરંપરાઓ ઉપરાંત વિશિષ્ટ શૈલીમાં બનેલા શાનદાર ઘરો સહેલાણીઓને અનાયાસે પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંના શાનદાર મંદિરો જગતભરમાં પોતાની અલગ ઓળખાણ બનાવે છે. શહેરનાં પ્રાચીન બજારોની રોનક પણ જોવાલાયક હોય છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર કાઠમંડુ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- કાઠમંડુ શહેરને નકશામાં વિસ્તૃત કરી જુઓ અને શોધો : ડીજીટલ મેપ સંગ્રહિત ૨૦૧૪-૦૨-૦૮ ના રોજ વેબેક મશિન
- કાઠમંડુની સાંસ્કૃતિક ધરોહર વિશે સચિત્ર માહિતી
- ફ્લિકર ડોટ કોમ પર કાઠમંડુનાં સ્થળો અને દ્રશ્યો
- હયાત રિજન્સી, કાઠમંડુનું ચિત્ર દર્શન સંગ્રહિત ૨૦૦૮-૧૨-૧૦ ના રોજ વેબેક મશિન
- કાઠમંડુના વાતાવરણ અંગે તેમજ અન્ય માહિતી
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |