કી ગોમ્પા (બૌદ્ધ મઠ)
કી ગોમ્પા (બૌદ્ધ મઠ) | |
---|---|
કી ગોમ્પા | |
ધર્મ | |
જોડાણ | બૌદ્ધ |
જિલ્લો | લાહૌલ અને સ્પિતી |
દેવી-દેવતા | બુદ્ધ |
તહેવાર | ચામ ઉત્સવ |
સ્થાન | |
સ્થાન | કાજા થી ૧૨ કિલોમીટર અંતરે |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 32°17′51.84″N 78°00′43.17″E / 32.2977333°N 78.0119917°ECoordinates: 32°17′51.84″N 78°00′43.17″E / 32.2977333°N 78.0119917°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | બૌદ્ધ મઠ |
સ્થાપત્ય શૈલી | તિબેટિયન શૈલી |
પૂર્ણ તારીખ | ૧૩મી સદી |
કી ગોમ્પા (બૌદ્ધ મઠ) (અંગ્રેજી: KYE) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પિતી જિલ્લાના કાજાથી આશરે ૧૨ કિલોમીટર અંતરે આવેલ છે.[૧] આ મઠની સ્થાપના ૧૩મી સદી થઈ હતી. આ સ્પિતી વિસ્તારનો સૌથી મોટો મઠ છે. આ મઠ દૂરથી લેહ સ્થિત થિક્સે મઠ જેવો લાગે છે. આ મઠ દરિયાઈ સપાટીથી ૧૩,૫૦૪ ફીટ જેટલી ઉંચાઈ પર એક શંકુ આકારના વિશાળ ખડક પર બાંધવામાં આવેલ છે. સ્થાનિક લોકો માને છે કે આનું નિર્માણ રિંગછેન સંગપો દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મઠ મહાયાન બૌદ્ધના જેલૂપા સંપ્રદાય સાથે સંબંધિત છે. આ મઠ ખાતે ૧૯મી સદીમાં શીખ અને ડોગરા શાસકોએ આક્રમણ પણ કર્યું હતું. આ ઉપરાંત તે ઇ.સ. ૧૯૭૫ ના વર્ષમાં આવેલ ધરતીકંપ પછી પણ સલામત રહ્યો છે. આ મઠ ખાતે કેટલોક પ્રાચીન હસ્તપ્રતો અને થંગકાસનો સંગ્રહ છે. આ ઉપરાંત અહીં કેટલાક શસ્ત્રો પણ રાખવામાં આવેલ છે. અહીં દર વર્ષે જૂન-જુલાઈ મહિનામાં 'ચામ ઉત્સવ' ઉજવવામાં આવે છે.
ઈ. સ. ૨૦૦૦ના 'કાલચક્ર અભિષેક'નું આયોજન આ મઠ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયં દલાઈ લામા દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
-
કી ગોમ્પા
-
કી ગોમ્પા, સ્પિતી ખીણ, હિમાચલ પ્રદેશ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-18.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Key Monastery પ્રવાસન માહિતી વિકિવોયજ પર