કોળી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કોળીભારત દેશની એક પુરાતન સમુહની જ્ઞાતિ છે. કોળી જ્ઞાતિનાં લોકો મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહીત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે. મહારાષ્ટ્રમાં તેઓ દરિયાકાંઠાનાં વિસ્તારમાં સ્થિત છે. તેઓ મુંબઇનાં મુળ વસાહતીઓમાંનાં એક છે, જેઓએ મુંબઇનાં 'સાત ટાપૂઓ' પર વસવાટ કરેલો. ગુજરાતમાં કોળીઓની વસ્તી મુખ્યત્વે રાજ્યનાં દક્ષિણ ભાગમાં સ્થિત મુખ્યત્વે ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, સુરત, નવસારી, રાજકોટ અને વલસાડ શહેરની આસપાસ છે. જેઓ મહારાષ્ટ્રની જેમ મુખ્યત્વે ખેડૂતો કે માછીમારો છે.

ગુજરાતનો કોળી સમાજ[ફેરફાર કરો]

ગુજરાતમાં સને ૧૯૩૧ ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ, કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી અને ગુજરાત ના કોળી સમાજ ના ઇષ્ટદેવ શ્રીમાંધાતા છે. જેની રથયાત્રા ઘણા સ્થળો થી મકર સંક્રાંતિના દિવસે નીકળે છે. [૧]

ગુજરાતનો કોળી સમાજ નીચે મુજબના સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે: [૨]

  • દક્ષિણ ગુજરાત : કોળી પટેલ કે તળપદા, માટિયા, ગુલામ, માનસરોવરીયા.
  • સૌરાષ્ટ્ર : ઠાકરડા, પટેલિયા, ઘેડીયા, વળાંકીયા, ચુંવાળીયા, તળપદા, ખાંટ, પગી અને કોળી.
  • ઉત્તર ગુજરાત : ઠાકરડા , ચુંવાળીયા, ઇંદરીયા.
  • મધ્ય ગુજરાત : પરદેશી, તળપદા, બારૈયા, ભાલીયા, ખાંટ, કોટવાળ, પગી, પાટણવાડીયા, ચુંવાળીયા, ડેબરીયા, પટેલીયા, ઠાકોર અને રાઠવા.

રાજકીય ફલક[ફેરફાર કરો]

ગુજરાતના રાજકારણમાં કોળી સમાજ મહત્વનો રહયો છે. (સંદર્ભ આપો) કરમશીભાઇ મકવાણા, સોમભાઇ પટેલ (સુરેન્દ્ર નગર‌), સી.ડી. પટેલ ‍(નવસારી), પરસોતમભાઇ મકવાણા ‍(બગોદરા), લીલાધરભાઇ વાઘેલા (પાટણ), શ્રી કુંવરજીભાઇ બાવળીયા ‍(રાજકોટ), પરસોતમભાઇ સોલંકી ‍(ભાવનગર), મનુભાઇ ચાવડા ‍(અમરેલી), ચંદ્રિકાબેન ચુડાસમા (જુનાગાઢ), અાર. સી. પટેલ (નવસારી), કરશનભાઇ પટેલ (ગણદેવી) વગેરે મુખ્ય આગેવાનો ગણાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]