ગુજરાતનો નાથ

વિકિપીડિયામાંથી

ગુજરાતનો નાથકનૈયાલાલ મુનશી લિખિત ગુજરાતી ભાષાની ઐતિહાસિક નવલકથા છે. તેની પ્રથમ આવૃત્તિ ૧૯૧૮માં પ્રગટ થઇ હતી. આ નવલકથા ચાર ભાગમાં વહેંચાયેલી છે.[૧] મુનશી કૃત ચાર નવલકથાઓની શ્રેણીમાંની આ ત્રીજી નવલકથા છે. પહેલી જય સોમનાથ, બીજી પાટણની પ્રભુતા અને ચોથી રાજાધિરાજ છે.

કથા[ફેરફાર કરો]

આ કથામાં સ્ત્રી પાત્રને વિદુષી, બહાદુર, વિરાંગના, બતાવ્યા છે. જેમ કે, મિનલદેવી અને કાશ્મિરા, એક શાંત અને મુત્સદી તો બીજી સુંદર અને બહાદુર સાથે ચાલાક પણ. તેમા મુંજાલ મંત્રી અને રાજા કર્ણદેવ જેવા પાત્રો પણ છે. કથાના કેન્દ્રમાં એક કાલ્પનિક પાત્ર 'કાક' નામનો એક બ્રાહ્મણ યોદ્ધો છે. એના અને 'મંજરી', કે જેના પ્રેમમાં કાક પડે છે, સિવાયના બાકીના બધા જ મુખ્ય પાત્રો વાસ્તવિક ઐતિહાસિક પાત્રો છે. કથા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના શરૂઆતના શાસનકાળ દરમ્યાનની છે. જેમાં કાક અનેક સાહસોમાંથી પસાર થતો તે સમયના જુદા-જુદા મહત્વના પાત્રોના સંપર્કમાં આવતો આપણને તે સમયના ઇતિહાસની સફર કરાવે છે. કાક એક બ્રાહ્મણ હોવા છતાં એક સારો લડવૈયો અને ચતુર માણસ હતો. પરંતુ તેને સંસ્કૃત આવડતું નહી. આ વાત મંજરીને ગમતી નહી. આ નવલકથામાં કનૈયાલાલ મુનશીની એક વાચકને જકડી રાખવાની પ્રતિભા છતી થાય છે.

કાક ભટ્ટ અને મંજરીને પ્રેમતાંતણે બાંધવા, कैलासमिव दुर्घषम् कालाग्निमिव दुःसहम् | સંસ્કૃત વાક્ય વારંવાર વપરાયેલું છે.

અનુવાદ[ફેરફાર કરો]

આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રીટા કોઠારી અને એમના પતિ અભિજિત કોઠારીએ 'ધ લૉર્ડ ઍન્ડ માસ્ટર ઑફ ગુજરાત' (૨૦૧૮) નામે કર્યો છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. અધ્વર્યુ, વિનોદ (૧૯૯૪). ગુજરાતી વિશ્વકોશ. ૬ (ગ- ઘો) (૧ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૭૭. OCLC 165216593.
  2. Ajay, Lakshmi (9 September 2018). "Immortalising Munshi". Ahmedabad Mirror. મેળવેલ 20 September 2019.

પૂરક વાચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]