ગુલામમોહમ્મદ શેખ
Appearance
ગુલામમોહમ્મદ શેખ | |
---|---|
ગુલામમોહમ્મદ શેખ, અમદાવાદ, ૨૦૦૮ | |
જન્મની વિગત | ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૭ વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | ચિત્રકાર |
ખિતાબ | પદ્મશ્રી, પદ્મભૂષણ |
હસ્તાક્ષર |
ગુલામમોહમ્મદ તાજમોહમ્મદ શેખ (જન્મ: ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૭) એ ગુજરાતના જાણીતા ચિત્રકાર છે. તેઓએ ગુજરાતી કવિતામાં પણ પ્રદાન આપ્યું છે. ૧૯૮૩માં તેમને પદ્મશ્રી[૧] અને ૨૦૧૪માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.[૨]
તેમનો જન્મ વઢવાણમાં થયો હતો. ૧૯૫૫માં મૅટ્રિક અને ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. (ફાઈન) તેમજ ૧૯૬૧માં એમ.એ. (ફાઈન) અને ૧૯૬૬માં રૉયલ સ્કૂલ ઑવ આર્ટ, લંડનમાંથી એ.આર.સી.એ. ની પદવીઓ મેળવી. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી તેઓ મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઑવ ફાઈન આર્ટમાં વ્યાખ્યાતા અને ૧૯૭૯થી ૧૯૮૨ સુધી રીડર તેમજ ૧૯૮૨ થી પ્રોફેસર તથા ચિત્રકલા વિભાગના અધ્યક્ષ હતા.[૩][૪][૫][૬] તેમણે ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’, ‘સાયુજ્ય’માં કલાવિભાગોનું સંપાદન કરેલું.
સર્જન
[ફેરફાર કરો]- અથવા (૧૯૭૪) - કાવ્યસંગ્રહ
- અમેરિકન ચિત્રકળા (૧૯૬૪) - અનુવાદગ્રંથ
- ઘેર જતાં (૨૦૨૦)-જીવન સ્મરણો
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Padma Awards Directory (1954–2009)" (PDF). Ministry of Home Affairs. મૂળ (PDF) માંથી ૧૦ મે ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ડિસેમ્બર ૨૦૧૦.
- ↑ "Paes, Gopichand, Yuvraj, Dipika Get Padma Awards". www.newindianexpress.com. ૨૬ જાન્યુઆરી ૨૦૧૪. મૂળ માંથી 2014-01-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૪.
- ↑ Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ ૩૪–૩૯. ISBN 978-93-5108-247-7.
- ↑ "Gulam Mohammad Sheikh". મૂળ માંથી 2014-04-23 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ડિસેમ્બર ૨૦૧૦.
- ↑ "સવિશેષ પરિચય: ગુલામમોહમ્મદ શેખ, ગુજરાતી સાહિત્ય પરિષદ - Gulam Mohmad Shekh, Gujarati Sahitya Parishad". www.gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૩૧ જુલાઇ ૨૦૧૭.
- ↑ "Art Intaglio > Gulam Mohammed Sheikh - Indian Artist, Painter". www.artintaglio.in. મૂળ માંથી 2017-08-18 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જુલાઇ ૨૦૧૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |