ચલાલા (તા. ધારી)

વિકિપીડિયામાંથી
ચલાલા
—  નગર  —
ચલાલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°24′35″N 71°09′55″E / 21.409585°N 71.165335°E / 21.409585; 71.165335
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો ધારી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,

ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

ચલાલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધારી તાલુકામાં આવેલું એક ગામ છે. ચલાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ચલાલામાં સુપ્રસીદ્ધ દાન મહારાજનો આશ્રમ આવેલો છે. દાન મહરાજના આશ્રમની ગાદીએ મહંત શ્રી વલકુબાપુ બીરાજમાન છે. વલકુબાપુના અનુચરો તેમને અત્યંત આદરથી જુએ છે અને તેમની ગણના પરમ પૂજ્ય તથા વિદ્વાન તરીકેની કરે છે. આ ભક્તો તેમને "મહાવિદ્વાન આદરણીય પરમ પૂજ્ય શ્રી વલકુબાપુ" કહીને બોલાવે છે. વલકુબાપુ ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજીક ક્ષેત્રે પણ યોગદાન આપી રહ્યા છે. તેઓ ચલાલા આર. કે. એમ. એમ. હાઇસ્કુલના મુખ્ય ટ્રસ્ટી તરીકે અને શ્રી દાનેવ ગુરુકુળ, ચલાલાની સ્થાપના કરી શિક્ષણશેત્રે પણ સેવા આપી રહ્યા છે.

આ ઉપરાંત ચલાલા ગામમાં બીજા પણ ધાર્મિક સ્થાનો આવેલા છે જેમકે મુળીમાની ધાર્મિક જગ્યા તેમજ વેદમાતા ગાયત્રી માતાના પણ બે આશ્રમ આવેલા છે. સામાજીક ક્ષેત્રે પણ ચલાલા ગામમા અવાર નવાર જુદા જુદા પ્રકારના કેમ્પનું આયોજન સામાજીક સંસ્થાઓ દ્વારા થતુ હોય છે. ચલાલાના પ્રથમ સરપંચ સ્વ. શ્રી નાગરદાસભાઈ દોશી હતા[સંદર્ભ આપો].

ધારી તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન