ચિખલદારા

વિકિપીડિયામાંથી
ચિખલદારા
—  ગિરિ મથક  —
ચિખલદારાનું
મહારાષ્ટ્ર અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°13′N 77°43′E / 21.21°N 77.72°E / 21.21; 77.72
દેશ ભારત
રાજ્ય મહારાષ્ટ્ર
જિલ્લો અમરાવતી
વસ્તી ૪,૭૧૮ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) મરાઠી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 1,118 metres (3,668 ft)

ચિખલદારા ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા અમરાવતી જિલ્લાનું એક ગિરિ મથક અને નગરપાલિકા છે.

ચિખલદારા એ એક પહાડી પર આવેલા સપાટ પ્રદેશ અને ઠંડી આબોહવા ધરાવતું ક્ષેત્ર છે. કપાસ ઉગાડતા પટ્ટામાં આ શહેર આવેલું છે. આ શહેરનું પૌરણિક મહત્વ પણ છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ રુક્મણિને લઈને અહીં આવ્યાં હતાં. આ મહારાષ્ટ્રનું એક માત્ર કોફી ઉગાડતું ક્ષેત્ર છે.

ચિખલદારાનું નામ રાજા કિચકનાં નામ પરથી પડ્યું છે, જેને મહાભારત અનુસાર પાંડવ ભાઈ ભીમે મારી નાંખ્યો હતો, અને દારી અર્થાત ઊંડી ખીણમાં ફેંકી દેવાયા હતાં (મરાઠીમાં દારી એટલે ખીણ). આમ તેનું મૂળ નામ કિચકદારા હતું જે આગળ ચાલતા ચિખલદારા બની ગયું.

સંક્ષિપ્ત ઇતિહાસ[ફેરફાર કરો]

૧૮૨૩માં હૈદરાબાદ રેજીમેંટના કેપ્ટન રોબીન્સને તેને શોધી કાઢ્યું હતું. અંગ્રેજોને આ સ્થળ ગમી ગયું કેમકે અહીંની લીલીછમ ભૂમિ તેમને બ્રિટનની યાદ અપાવતી હતી. સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં ખરતાં પાદડાં તેમને બ્રિટિશ પાનખરની યાદ દેવડાવતાં. અહીં ભારત સરકારની રાજધાની બનાવવાનો પણ પ્રસ્તાવ હતો.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૦૧ની ભારતીય વસ્તી ગણતરી અનુસાર અહીંની વસ્તી ૪૭૧૮ હતી. પુરુષ:સ્ત્રી પ્રમાણ ૫૮:૪૨ હતું. અહીંની સાક્ષરતા ૮૦% હતી જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતા વધુ હતી. પુરુષોમાં સાક્ષરતા ૮૬% હતી જ્યારે સ્ત્રીઓમાં ૭૨% હતી. ૧૨% વસતી ૬ વર્ષથી ઓછી ઉંમરની હતી.

પાણી પુરવઠો[ફેરફાર કરો]

અહીં સાકર તલાવમાંથી પાણી પુરું પડાય છે.

મહત્ત્વપૂર્ણ સ્થાનીક સ્થળો[ફેરફાર કરો]

  1. મેલઘાટ વાઘ અભયારણ્ય, જેમાં ગુગામલ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે
  2. ગાયકવાડ કિલ્લો
  3. ભીમ કુંડ: આ એ સ્થળ છે જ્યાં ભીમે કિચકને માર્યા પછી પોતાના રક્તરંજિત હાથ ધોયા હતા.
  4. વન ઉદ્યાન
  5. વન્યજીવન સંગ્રહાલય

પ્રવાસી આકર્ષણો[ફેરફાર કરો]

  • ભીમકુંડ (કિચકદારી)
  • વૈરાટ દેવી
  • સનસેટ પોઈંટ
  • બીર બંધ
  • પંચબોલ પોઈંટ
  • કાલાપાની બંધ
  • મહાદેવ મંદિર
  • દેમાદોહ ટાઈગર પ્રોજેક્ટ
  • હરીકેન પોઈંટ
  • મોઝારી પોઈંટ
  • પ્રોસ્પેક્ટસ પોઈંટ
  • દેવી પોઈંટ
  • મંકી પોઈંટ
  • ગોરાઘાટ
  • સાખર લેક
  • માલવિયા અને સનસેટ પોઈંટ
  • સરકારી ઉદ્યાન
  • સંગ્રહાલયો
  • ધોધ
  • ધારખુરા
  • બાકાદરી
  • મુકુટગિરી

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]